ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી રશિયાના પ્રવાસે જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ઓગસ્ટ મહિનામાં રશિયાના પ્રવાસે જશે. તારીખ ૧૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન ૪૦ જેટલા અધિકારી અને ઉદ્યોગપતિઓ સાથે રશિયાના પ્રવાસે જશે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર , હરિયાણા તથા ઉત્તર પ્રદેશ અને ગોવાના મુખ્યમંત્રી પણ પ્રવાસમાં જોડાશે આ પ્રવાસ દરમિયાન રશિયન ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ બાબતે  ચર્ચા વિચારણા કરશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ૪૦ જેટલા ગુજરાત ના ઉદ્યોગપતિ અને અધિકારીઓ પણ રશિયા જશે. આ પ્રવાસનો પ્રારંભ તા ૧૧ ઓગસ્ટની સવારે થસે  અને તા. ૧૪ ઓગસ્ટેની વહેલી સવારે રશિયાથી પરત ફરશે. મુખ્યમંત્રી રૂપાણી સાથે મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજ દાસ, આઈએએસ અધિકારીઓમાં મમતા વર્મા, રાજકુમાર બેનિવાલ જાડાશે. આ ઉપરાંત હીરા ઉદ્યોગ, ગેસ, ટીમ્બર ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ રશિયા જશે. રશિયાના સાઈબિરિયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન ત્યાં ડાયમંડ ઉદ્યોગ, ટીમ્બર ઉદ્યોગ અને ગેસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતના સહયોગની ચર્ચા વિચારણા કરાશે.

આ પ્રવાસને લઈને મુખ્યમંત્રી કાર્યાલય આખરે તૈયારીઓમાં લાગી ગયું છે પ્રવાસ દરમિયાન રશિયામાં રહેતા સ્થાનિક ભારતીયો સાથે મુલાકાત પણ કરે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં ગુજરાત ની અંદર અપાનારા નવા ઉદ્યોગો ને લઈને આ પ્રવાસ ખૂબ મહત્વનો પુરવાર થાય તેની સંભાવના છે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયાના પ્રવાસના પેલી સાથે ઇન્ડસ્ટ્રીના મમતા વર્મા અને રાજકુમાર બેનીવાલ સમગ્ર આયોજનને પાર પાડી રહ્યા છે.