ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગમાં ગુજરાતનો વારસો કાર્યક્રમ થયો

ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં ‘ધરોહર – કલાત્મક અને સાંસ્કૃતિક ગુજરાતનો વારસો’નું આયોજન 14 ફેબ્રુઆરી 2019ના રોજ અમદાવાદ ખાતે સેન્ટર ફોર ડેવલોપમેન્ટ એન્ડ કમ્યુનિકેશન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ પ્રાંતોની સંસ્કૃતિ, કાલા, પરંપરા, રહેણીકરણી, ખાનપાન, પહેરવેશ વગેરેની સુંદર ઝાખી કરવામાં હતી. જેમાં ટિપ્પણી નૃત્ય, રાસ તથા ડાંગની આગવી ઓળખ “ટાપરું” વાદ્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. વરલી ચિત્રો વિધાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા હતા. ચિત્રોએ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. સંપૂર્ણ એક્ઝિબિશનનું સંચાલન વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું . એચ.ઓ.ડી. ડૉ. સોનલ પંડ્યા, પ્રો. કેતન મોદી અને પ્રો. સમીરભાઇના માર્ગદર્શન હેઠળ એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. અંકિત ત્રિવેદી, સોનલ પંડ્યા, હરી દેસાઈ, પાર્થ પટેલ, કેતન મોદી અને સમીર પાઠક હાજરી આપી હતી.