ગુજરાત રાજ્ય એસ. ટી. વિભાગ દ્વારા સતત વધતા જતા અકસ્માતોની સંખ્યાં ઘટાડવા એક રેન્ડમલી મેગા ચેકીંગ

ડીસા,તા:23

ડીસા સહિત સમગ્ર રાજ્યમાં વધતા જતા એસ. ટી. બસોના અકસ્માત અને મુસાફરોની સલામતી જળવાય તેના માટે એસ. ટી. વિભાગ દ્વારા એક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં જુદા વિભાગના ડેપોમાં નોકરી કરતા તમામ બસના ડ્રાઈવરનું બ્રિથ એનલાઇજર મશીન દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને આ મશીન દ્વારા ડ્રાઇવર નશામુક્ત છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ રેન્ડમને લઈ ચેકીંગ દ્વારા કોઈ જ ડ્રાઈવર નશાયુક્ત હાલતમાં મળેલ નહિ.

ગુજરાત રાજ્ય એસ. ટી. વિભાગ દ્વારા સતત વધતા જતા અકસ્માતોની સંખ્યાં ઘટાડવા અને મુસાફરોની સલામતી માટે એક રેન્ડમલી મેગા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના તમામ ડેપો ખાતે આ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેના ભાગ રૂપે ડીસા ડેપોમાં પણ લાઈન ચેકીંગ સ્ક્વોડ અને સિનિયર ઇન્સ્પેકેટર સિક્યુરિટી શાખા પાલનપુર દ્વારા રેન્ડમલી મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

જેમાં ડીસા ડેપોના ૨૨ રૂટના ડ્રાઈવર અને અન્ય રૂટના ૨૮બસોના મળી કુલ ૫૦ જેટલા બસોના ડ્રાઈવરનું બ્રિથ એનાલાઇજર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું આ બાબતે અધિકારીએ જણાવ્યું હતું કે બસના ચાલકો નશાયુક્ત હાલતમાં ડ્રાઈવ કરી અકસ્માત સર્જી મુસાફરોના જીવ જોખમમાં ન મૂકે તે માટે સાવચેતીના ભાગ રૂપે આ ડ્રાઇવ યોજાઈ હતી જેમાં પાલનપુર સિનિયર ઇન્સ્પેકટર સિક્યુરિટી પાલનપુરના અધિકારી અતિતભાઈ લાઈન ચેકીંગ સ્ક્વોડ અમદાવાદના અધિકારીઓ પણ જોડાયા હતા અને આ ડ્રાઈવ સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી હતી.