ત્રિપુટી તણાઈ ગઈ, એકેયનો જાદુ ન ચાલ્યો
બહુગાજેલી અને બહુચર્ચાયેલી લોકસભા ચૂંટણીના ફાઈનલી પરિણામો આવી ગયા. ગુજરાતની વાત કરીએ તો લોકસભાની 26માંથી 26 બેઠક ફરી એક વાર ભાજપે કબજે કરી છે. પરંતુ આ પરિણામો જોઈએ તો સ્પષ્ટ જણાય છે કે, ગુજરાતમાં ફરી એક વાર કોંગ્રેસનું નામું નંખાયું છે. અહીં કોંગ્રેસની વહારે આવેલા જીજ્ઞેશ કે અલ્પેશનો પણ જાદુ ચાલ્યો નથી, બસ ચાલ્યો તો માત્ર મોદી જાદુ જ ચાલ્યો છે.
આ જોતાં તો એવું જ લાગે કે ભાજપે જે અપેક્ષા રાખી હતી તે પ્રમાણે કોંગ્રેસ ફરી ખાતું ખોલાવવામાં અસક્ષમ રહી છે. બીજી તરફ કોંગ્રેસે અપેક્ષા રાખી હતી કે, આ ચૂંટણીમાં તેને ત્રણથી પાંચ બેઠક મળશે તે અપેક્ષા ઠગારી નિવડી છે.
કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠક પર જીત મેળવી હતી. જે 2012ના પરિણામોની તુલનામાં 16 બેઠક વધુ હતી. આ પરિણામોએ કોંગ્રેસમાં નવી ચેતનાનો સંચાર કર્યો હતો. કોંગ્રેસી નેતાઓ ઉપરાંત લોકોને પણ લાગતું હતું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કાઠું તો કાઢશે અને થોડીક બેઠકો તો જીતશે જ. 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામોના આધારે મૂલવીએ તો તે સમયે કોંગ્રેસ કમસે કમ આઠ લોકસભા બેઠકો પર જીત મેળવશે તેવું લાગતું હતું. આજે જે પરિણામો જોવા મળ્યા તેના પરથી એ વાત પુરવાર થઈ ગઈ કે કોંગ્રેસ 2017ના વિધાનસભા ચૂંટણીના ફેવરેબલ પરિણામોને લોકસભા ચૂંટણીમાં રૂપાંતરિત કરી શકી નથી.
કોંગ્રેસ માટે ખૂબ પ્રચાર કર્યો પરંતુ…
આટલુ ઓછું હોય તેમ ઠીક લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશે બળવો કર્યો, જિજ્ઞેશ યૂપી જતો રહ્યો અને હાર્દિક ચાલ્યો નહીં. રાહુલ ગાંધીને એવો વિશ્વાસ હતો કે, 2017માં જે કમાલ કોંગ્રેસના ગુજરાત એકમે કરી દેખાડ્યો તેનું આ વખતે પુનરાવર્તન થશે. તે સમયે અલ્પેશ ઠાકોરે પક્ષમાં જોડાઈને અને જિજ્ઞેશ મેવાણી તથા હાર્દિક પટેલે બહારથી કોંગ્રેસ માટે ખૂબ પ્રચાર કર્યો હતો. પરંતુ આ વખતે સ્થિતિ અલગ હતી. અલ્પેશે ચૂંટણી પહેલાં જ પોતાને મનપસંદ હોદ્દા માટે બ્લેકમેઈલિંગ શરૂ કરી દીધું હતું. પાર્ટી નેતાગીરી ઝૂકી નહીં તો તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો.
કોંગ્રસને ફરી બેઠા થવાનો મોટો પડકાર
જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસને લાભ થાય તે રીતે દલિત વિસ્તારોમાં પ્રચાર કરવાને બદલે ઉત્તરપ્રદેશમાં કનૈયાકુમારના ચૂંટણી પ્રચારમાં જતો રહ્યો. જ્યારે હાર્દિકના છેલ્લી ઘડીએ પાર્ટીમાં જોડાવાનો પણ કોંગ્રેસને કોઈ દેખીતો ફાયદો થયો નહીં. એટલું જ નહીં જ્ઞાતિવાદ-પાણીની, સમસ્યા-ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પણ રાજ્યમાં ચાલ્યા નહીં કોંગ્રસને સતત બીજીવાર સંપૂર્ણ હારનો સામનો કરવો પડ્યો ત્યારે હેવ કોંગ્રસને ફરી બેઠા થવાનો મોટો પડકાર મળ્યો છે.
કોંગ્રસ માટે 2017 કરતાં આ વખતે સ્થિતિ અલગ હતી. અલ્પેશે ચૂંટણી પહેલા મનપસંદ હોદ્દા માટે બ્લેકમેઈલિંગ શરૂ કરી દીધું હતું. નેતાગીરી ઝૂકી નહીં તો તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે. જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસને મદદ થવામાં નિષ્ક્રીય રહ્યા છે. જિજ્ઞેશ ઉત્તરપ્રદેશમાં કનૈયાકુમારના ચૂંટણી પ્રચારમાં જતા રહ્યા હતા. હાર્દિક છેલ્લી ઘડીએ પાર્ટીમાં જોડાયો પણ કોંગ્રેસને કોઈ ફાયદો ન થયો.
ગુજરાત કા બેટા દુનિયા કા નેતા’ તમામ 26 બેઠકો પર ભાજપ જીતશેઃ CM રૂપાણી
ગુજરાત અને સમગ્ર દેશમાં ભાજપ… ભાજપ… છે ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને જીતની આશા છે. મહત્વનું છે કે, અમિત શાહનો ગાંધીનગર બેઠક પરથી ભવ્ય વિજય થયો છે.
વલણોમાં ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થતા નજરે પડી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં અને ગુજરાતમાં મોદી લહેર યથાવત છે. ગુજરાતમાં 26 બેઠક પર ભાજપ જીતશે. ગુજરાત કા બેટા દુનિયા કા નેતા… આ જીત ભારતવાસીઓની જીત છે. ભારતની જનતાએ ભાજપને જીત અપાવવાનું નક્કી કર્યુ. આ ચૂંટણી પરિણામો નરેન્દ્ર મોદીની ઉપલબ્ધી છે. ભારત વિજયી ભવ:.
વધુમાં તેમણે કહ્યું કે, હું ગુજરાતની જનતાનઓ આભાર માનું છું. ભાજપની જીત માટે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું.
વિધાનસભા પેટાચૂંટણીને લઇને રૂપાણીએ કહ્યું કે, 4 વિધાનસભા બેઠક પર પણ ભાજપની જીત નજીક છે. જોકે જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપની જીત થઇ છે.
ઇવીએમ મુદ્દે સીએમ રૂપાણીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ 2004, 2009 અને 2014માં EVM કોંગ્રેસને સારા લાગ્યા હતા. તમે જીતો તો ઇવીએમ સારા, હારો તો ખરાબ. કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ રહેતા EVM પર હારનું ઠીકરું ફોડે છે. વિપક્ષ નેતૃત્વની નિષ્ફળતાને છુપાવવા માટે ઇવીએમનો મુદ્દો ઉઠાવે છે.
દેશમાં કોની સરકાર બનશે તે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. આવતીકાલે દેશભરમાં લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં પેટા ચૂંટણી સહિત લોકસભાની મતગણતરી 28 કેન્દ્ર પર હાથ ધરવામાં આવશે. જેની જવાબદારી 26 RO, 180 ARO અને 103 મદદનીશ ચૂંટણી અધિકારીને સોંપવામાં આવી છે.
જ્યારે 122 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર રહશે. જ્યારે 41 ઓબ્ઝર્વરો, 2548 કાઉન્ટિંગ સુપરવાઈઝર અને 2548 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ તેમજ 2912 માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વિધાનસભા બેઠક દીઠ ડ્રો સિસ્ટમથી 5 VVPATની મતગણતરી કરવામાં આવશે. જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો પણ તૈનાત રહશે. જેમાં મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ અને ઘોડેસવારોને પણ તૈનાત રાખવામાં આવશે.
ગાંધીનગર લોકસભા બેઠક
ગાંધીનગર બેઠક પર મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ
125 માઈક્રો ઓબ્ઝર્વર, 125 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ રહેશે ફરજ પર
125 સુપરવાઈઝર, વિધાનસભા વિસ્તારના 100 કર્મી બજાવશે ફરજ
3 Dy.SP, 9 PI, 36 PSI, 240 કોન્સ્ટેબલ બજાવશે ફરજ
116 મહિલા પોલીસ, 17 ટ્રાફિક પોલીસ, 4 ઘોડેસવાર રહેશે ખડેપગે
ગાંધીનગર ઉત્તર વિધાનસભાની 18 રાઉન્ડમાં મતગણતરી થશે
કલોલની 18, સાણંદ વિધાનસભાની 21 રાઉન્ડમાં ગણતરી થશે
ઘાટલોડિયાની 27, વેજલપુર વિધાનસભાની 24 રાઉન્ડમાં ગણતરી થશે
નારણપુરાની 18, સાબરમતી વિધાનસભાની 27 રાઉન્ડમાં ગણતરી થશે
અમદાવાદ પૂર્વ-પશ્ચિમ બેઠક
અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ બેઠકની મતગણતરી યોજાશે
ગુજરાત કોલેજ અને LD કોલેજ ખાતે યોજાશે ગણતરી
મતગણતરી સ્થળે થ્રી-લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
બંને કાઉન્ટિંગ સેન્ટર પર 2500 પોલીસકર્મી રહેશે તૈનાત
DCP, ACP, PI કક્ષાના અધિકારીઓ રહેશે હાજર
મેટલ ડિટેક્ટર, વજ્ર સહિતના સાધનોની મદદ લેવાશે
200 મીટર સુધી ‘નો-પાર્કિંગ’ ઝોન જાહેર કરાયો
મતગણતરી સ્થળે ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ
રાજકોટ લોકસભા બેઠક
રાજકોટની કણકોટ એન્જિનિયરીંગ કોલેજમાં થશે મતગણતરી
રાજકોટમાં 14 ટેબલો પર મતગણના કરવામાં આવશે
પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી થશે
રાજકોટની 7 વિધાનસભાના ARO દ્વારા તૈયારીઓ પૂર્ણ
મુખ્ય કંટ્રોલરૂમ, પોલીસ કંટ્રોલરૂમ, ઓબ્ઝર્વર રૂમ બનાવાયો
સુરત લોકસભા બેઠક
સુરતમાં SVNIT ખાતે મતગણતરી હાથ ધરાશે
સવારે 8 વાગ્યાથી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે
8:30 વાગ્યાથી EVMની મતગણતરી શરૂ થશે
5 VVPATનું EVM સાથે ક્રોસ વેરિફિકેશન કરાશે
સુરત લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની મતગણતરી થશે
સુરતમાં સૌથી વધુ 31 રાઉન્ડ ઓલપાડ વિધાનસભાના હશે
સૌથી ઓછા 12 રાઉન્ડ સુરત ઉત્તર લોકસભાના હશે
વડોદરા લોકસભા બેઠક
વડોદરાની પોલિટેક્નિક કોલેજમાં થશે મતગણતરી
એકસાથે 98 EVMની થશે મતગણતરી
મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
550 જવાનો સવારે 4 વાગ્યાથી બંદોબસ્તમાં જોડાશે
700 કર્મચારીઓનો સ્ટાફ મતગણતરીમાં જોડાશે
મતગણતરી કેન્દ્ર પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
ગેંડા સર્કલથી ફતેગંજ સુધી વાહનચાલકો માટે ‘નો એન્ટ્રી’
મહેસાણા લોકસભા બેઠક
મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભા માટે મતગણતરી
મહેસાણાની મર્ચન્ટ કોલેજમાં થશે મત ગણતરી
વિસનગર વિધાનસભાના 238 EVM અને 17 રાઉન્ડ
બહુચરાજી વિધાનસભાના 283 EVM અને 21 રાઉન્ડ
કડી વિધાનસભાના 307 EVM અને 22 રાઉન્ડ
મહેસાણા વિધાનસભાના 274 EVM અને 20 રાઉન્ડ
વિજાપુર વિધાનસભાના 248 EVM અને 18 રાઉન્ડ
માણસા વિધાનસભાના 268 EVM અને 20 રાઉન્ડ
ઊંઝા વિધાનસભાના 245 EVM અને 35 રાઉન્ડમાં થશે ગણતરી
7 ચૂંટણી અધિકારી અને 500થી વધુ કર્મચારીની લેવાશે મદદ
BSF, SRP, 250 પોલીસ જવાનોનો ચાંપતો બંદોબસ્ત રહેશે
CCTVની બાજનજર હેઠળ થશે મત ગણતરી
જામનગર લોકસભા બેઠક
જામનગર લોકસભા અને ગ્રામ્ય બેઠક પર તૈયારીઓ પૂર્ણ
87 માઈક્રો ઓબ્ઝર્વર, 89 કાઉન્ટિંગ આસિસ્ટન્ટ રહેશે ફરજ પર
101 સુપરવાઈઝર બજાવશે ફરજ
પ્રથમ 6639 બેલેટ મતની ગણતરી બાદમાં EVM કાઉન્ટિંગ
વિધાનસભાની 7 બેઠકો દીઠ ગણતરી, એક બેઠકમાં 14 ટેબલ રહેશે
જામનગર લોકસભાની 25 રાઉન્ડમાં થશે ગણતરી
કાયદો-વ્યવસ્થા માટે પોલીસનો કાફલો પણ તૈનાત રખાશે
2 Dy.SP, 3 PI, 14 PSI, 50 કોન્સ્ટેબલ બજાવશે ફરજ
42 હથિયારધારી પોલીસ, 2 SRPની ટુકડી રહેશે ફરજ પર
80 હોમગાર્ડ મળી કુલ 332 જવાનો રહેશે ફરજ પર
જામનગર ગ્રામ્યની મતગણતરી ઓસવાળ વિદ્યાલયમાં થશે
જામનગર લોકસભાની મત ગણતરી હરિયા કોલેજમાં થશે
બારડોલી લોકસભા બેઠક
બારડોલી લોકસભાની મતગણતરી સોનગઢ ખાતે થશે
બારડોલી લોકસભામાં કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ
2202 મતદાન મથક પર થયું હતું હતું મતદાન
બારડોલી લોકસભાની ગણતરી 141 રાઉન્ડમાં પૂર્ણ થશે
નવા સોફ્ટવેરના ઉપયોગ સાથે મતગણતરીની ટ્રાયલ રન
નવા સોફ્ટવેરના ઉપયોગ સાથે મતગણતરીની ટ્રાયલ રન
અમદાવાદ સહિત દેશભરની લોકસભા બેઠકની મતગણતરી આગામી તા. ર૩ મેના રોજ થઈ રહી છે તે પૂર્વે રાજ્ય ચૂંટણીતંત્ર દ્વારા આજે પોલિટેકનિક અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરીની સૌપ્રથમ ટ્રાયલ રન કરવામાં આવશે. ર૩મીએ કોઈ પણ જાતની સમસ્યા ઊભી ન થાય તે માટે આખી સિસ્ટમ જાણવા અને ટ્રેનિંગ માટે ટ્રાયલ રન રખાઈ છે.
આ વખતે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મતગણતરી માટે નવું સોફટવેર બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધી જીનેસીસ સોફ્ટવેરની મદદથી મણગતરીના આંકડાની આપલે કરવામાં આવતી હતી. હવે તેની જગ્યાએ નવું સુવિધા સોફટવેર બનાવવામાં આવ્યું છે. આ સોફટવેરમાં આજે થનાર ટ્રાયલ રનમાં મતગણતરી દરમ્યાન તૈયાર કરવામાં આવતા મતની આંકડાકીય માહિતી, પત્રક, કમ્પ્યૂટર કનેિકટિવટી, ટેબલ, ઇન્ટરનેટની સ્પીડ સહિતની કામગીરીની ચકાસણી કરવામાં આવશે.
આ કારણે દરેક બેઠકના આરઓ અને આસિસ્ટન્ટ આરઓને પણ તાલીમ અપાશે. સિસ્ટમની કાર્યપ્રણાલીમાં કોઈ ફેરફાર હોય અથવા કર્મચારીનું તે બાબતે ઓછું નોલેજ હોય તો મતગણતરીના દિવસે ગોટાળા થતા રોકવા ટ્રાયલ રન થશે. મતગણતરીમાં કુલ રપ૦૦ જેટલા કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી તા.ર૩ મેના રોજ થનાર મતગણતરીના કલેક્ટર કચેરીમાંથી જ ૩૦૦થી વધુ કર્મચારીના હુકમ કરવામાં આવ્યા છે.
જેમાં સૌપ્રથમ ઇલેકટ્રોિનક ટ્રાન્સિમટેડ પોસ્ટલ બેલેટ (ઇપીબીએસ)ની મતગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ઇવીએમ અને વીવીપેટની ગણતરી કરવામાં આવશે, તેમાં પૉસ્ટલ બેલેટની ગણતરી, ઇવીએમ રાઉન્ડ વાઇઝ ગણતરી કેવી રીતે કરવી અને આંકડા કઈ રીતે મોકલવા તે બાબતો અંગે પ કલાક ટ્રેનિંગ અપાશે.
મતગણતરીમાં અગવડતા ન પડે અને ટ્રાફિક સુચારુ ચાલે તે હેતુથી નો પાકિંગ-નો એન્ટ્રી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બન્ને સ્થળે તમામ પ્રકારનાં વાહનો માટે નો પાકિંગ ઝોન જાહેર કરવામાં આવશે. મતગણતરીના દિવસે સવારના ૬ કલાકથી રાતના ૮ કલાક સુધી ગુજરાત કોલેજ અને પોલિટેકનિક કોલેજ વિસ્તારને નો ટ્રાફિક ઝોનમાં મૂકવામાં આવશે.
દેશમાં લોકસભાની ચુંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. ત્યારે શહેર ભાજપ કાર્યાલયે વિશાળ ટી.વી. સ્ક્રીન ગોઠવી પરિણામો નિહાળવાની વ્યવસ્થા કરાઇ હતી. સવારથી જ ભાજપ અગ્રણીઓ, કાર્તકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા. ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ જીતુભાઇ શાહ, પ્રતાપભાઇ કોટક, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, મહેશ રાઠોડ, હરેશ જોષી, નિતીન ભૂત, દલસુખ જાગાણી, અજય પરમાર, જીજ્ઞેશ જોષી, ભરત કુબાવત, કાર્યાલય પરિવારના પ્રવિણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, પંકજભાઇ ભાડેશીયા, જયંતભાઇ ઠાકર, રાજુભાઇ કુંડલીયા, સમીર પરમાર, રાજન ઠકકર, ભરતભાઇ સોલંકી, ચેતન રાવલ, હરેશ ફીચડીયા, રામભાઇ ચાવડા, વિજય મેર, ઇન્દ્રીશ ફુફાડ સહીત વિવિધ વોર્ડમાંથી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, લોકસભા સીટના ઇન્ચાર્જ ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે ખુશી વ્યકત કરી જણાવેલ કે દેશની જનતાએ ફરી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારમાં વિશ્વાસ વ્યકત કરેલ હોવાનું હાલના પરિણામો દર્શાવી રહ્યા છે.
વીવીપેટની ગણતરી થશે જેથી પરિણામોમાં વિલંબ ગુજરાતના લોકોની પણ મતગણતરી ઉપર નજર : વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે : રિપોર્ટ અમદાવાદ,તા. ૨૨ : ગુજરાતની લોકસભા બેઠકો પર મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હોવાનો અને સાથે સાથે ઈવીએમની સુરક્ષા સુનિશ્ચિત કરી દેવાઇ હોવાનો ચૂંટણી પંચે દાવો કર્યો છે. તમામ ૨૬ લોકસભાની બેઠકના ઇવીએમની સાથે સાથે ૧૬ વિધાનસભા દીઠ પાંચ વીવીપેટની ગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા વિશેષ સીસીટીવી કંટ્રોલ રૂમ પણ ઉભા કરાયા છે અને તેના મારફતે મતગણતરીની સમગ્ર પ્રક્રિયા અને એકેએક શંકાસ્પદ હિલચાલ પર ચાંપતી નજર રખાશે તેવી પારદર્શક અને ફુલપ્રુફ વ્યવસ્થા કરાઇ છે. જો કે, ચૂંટણી પંચ દ્વારા ગુજરાત લોકસભાની ચૂંટણીના પરિણામની સત્તાવાર જાહેરાતમાં ત્રણેક કલાકનું મોડુ થઇ શકે છે તેવી શકયતા વ્યકત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આવતીકાલે ગુજરાત લોકસભા બેઠકોની મતગણતરીના પરિણામ જાહેર કરવામાં થોડુ મોડું થઈ શકે છે. ખાસ કરીને ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ ત્રણથી ચાર કલાક મોડુ જાહેર થાય તેવી શક્યતા છે. મિસમેચમાં વીવીપેટના મત આખરી ગણવામાં આવશે. ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું કે, મતગણતરી હોલ અને સ્ટોરરૂમની બહાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી મતગણતરીનું કોઈપણ જાતનું વેબકાસ્ટિંગ નહીં થાય. દરમ્યાન રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ સ્પષ્ટ કર્યું હતું કે, દરેક વિધાનસભા દીઠ પાંચ વીવીપેટની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે. વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે. ચૂંટણી પંચે ઈવીએમની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણી પંચ દ્વારા પ્રજાજનો માટે વેબસાઇટ પર રિયલ ટાઇમ પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચની ખાસ મોબાઇલ એપ પરથી રિયલ ટાઇમ પરિણામો જાણી શકાશે. રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, ઈવીએમ-વીવીપેટની ગણતરીને મેચ કરવાની હોવાથી આ પરિણામ સત્તાવાર રીતે તા.૨૩મીમે મોડી રાત્રે અથવા તો તા.૨૪મીએ સવારે જાહેર કરી દેવાશે. ચૂંટણી પંચે ભલે આવો દાવો કર્યો છે પરંતુ રાજકીય નિષ્ણાતો અને સરકારી વર્તુળોના મતે, બપોરે બે વાગ્યાની આસપાસ પરિણામનો ટ્રેન્ડ સ્પષ્ટ થઇ જશે, પછી ભલેને સત્તાવાર જાહેરાત પાછળથી થાય.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો રિઝલ્ટ પહેલા દેવ દર્શને ગયા અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં મહાયજ્ઞ : ગુજરાતમાં ભાજપ દ્વારા વિજયોત્સવ-સરઘસ-ઉજવણીની આગોતરી તૈયારી : કોંગ્રેસ છાવણીમાં હજુ અવઢવ-સવાલ અમદાવાદ, તા.૨૨ : આવતીકાલે લોકસભા ચૂંટણીની બહુ નિર્ણાયક અને દેશની નવી સરકાર અને સત્તા માટે મતગણતરી થવાની છે. ત્યારે ગુજરાતની ૨૬ બેઠકોનું પરિણામ પણ જાહેર થવાનું છે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસના વિવિધ ઉમેદવારો દ્વારા દેવી-દેવતાઓના દર્શન કરી તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તો બીજીબાજુ, અમદાવાદ, સુરત સહિતના સ્થળોએ મોદીની મહાજીત માટે મહાયજ્ઞ અને પ્રાર્થનાઓનો દોર શરૂ થઇ ગયો હતો. તો કોંગ્રેસની છાવણીમાં હજુ અવઢવ અને સવાલો-પ્રશ્નાર્થ જોવા મળી રહ્યા છે. ગુજરાત સહિત દેશભરની લોકસભા બેઠકોના પરિણામો આવતીકાલે જાહેર થનારા હોઇ અને એકઝીટ પોલ મુજબ, ભાજપની જીત અને કેન્દ્રમાં મોદી સરકાર ફરી એકવાર નિશ્ચિત હોઇ ભાજપ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અને ગાંધીનગર ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે વિજયોત્સવ અને વિજયી સરઘસની સાથે ફટકાડા ફોડી આતશબાજી અને મીઠાઇ વહેંચવા સહિતના અનેક કાર્યક્રમોની ઉજવણીની આગોતરી તૈયારીઓ કરી રખાઇ છે તો ભાજપ દ્વારા મીઠાઇ, ફુલ અને ફટાકડાના ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી માંડીને દરેક જિલ્લા, તાલુકાના ભાજપના મુખ્ય મથકો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય અને આગેવાનો દરેક બેઠક પર ઉજવણી સમયે હાજર રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મીઠાઈ, ફટાકડા, ફુલો અને ગુલાલ માટેના કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યા છે. આવતીકાલની જીતની ઉજવણીના ભાગરૂપે તમામ મંત્રીઓ, ધારાસભ્યો, મેયર અને જિલ્લા પંચાયતના પ્રમુખોને પોતાના વિસ્તારમાં મતગણતરી પૂર્ણ થયા બાદ કેવી રીતે ઉજવણી કરવી તેની સૂચના ભાજપ દ્વારા આપવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય અને કોંગ્રેસના નેતાઓ જીત માટે સંપૂર્ણ આશાવાદી ન હોવાથી ઉજવણી કરવી કે નહીં તે અંગે અવઢવમાં છે. તેથી કોંગ્રેસના નેતાઓ મતગણતરીના સ્થળે પણ કેટલા સમય સુધી અને કોણ રોકાશે તે અંગે પણ હજૂ કોંગ્રેસ ચોક્કસ ગોઠવણ કરી નથી. બીજીબાજુ, કોંગ્રેસ પક્ષમાં હજુ પણ પરિણામોને લઇ અસમંજસતા અને એક પ્રકારનો અવિશ્વાસ જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભલે સારા પરિણામ અને ગુજરાતમાં દસથી વધુ બેઠકો તેમ જ કેન્દ્રમાં કોંગી સરકારની આશા રાખીને બેઠા હોય પરંતુ કોંગ્રેસના કાર્યકરોમાં અને બુનિયાદી સ્તરે તેનો સાચો ઉત્સાહ વર્તાતો નથી, તે જ દર્શાવે છે કે, કોંગ્રેસને હજુ પણ પોતાની જીતને લઇ વિશ્વાસ નથી.
નવસારી સીટમાં સીઆર પાટીલનો સૌથી વધુ 6,89,668 મતથી વિજય :વડોદરાના રંજનબેન ભટ્ટે પણ 5,87,825 મતથી જીત્યા : અમિત ભાઈ શાહ 557014ની જંગીલીડ :અડવાણીનો રેકોર્ડ તોડ્યો ગુજરાતની 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોએ રાષ્ટ્રીય અધ્યક્ષ કરતાં પણ વધુ માર્જિનથી જીત મેળવી છે. જેમાં પ્રથમ નવસારીના ઉમેદવાર સી આર પાટિલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668 મતથી હરાવ્યાહતા . વડોદરાના ભાજપના ઉમેદવાર રંજના ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને 5,87,825 મતથી હરાવ્યા છે.વડોદરા એ સીટ છે જ્યાં વર્ષ 2014ની લોકસભામાં વડાપ્રધાન મોદી ચૂંટણી લડ્યા હતા, એ વખતે તેઓ 5,70128 મતની લીડથી જીત્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે ગાંધીનગર બેઠક પર કોંગ્રેસનો સફાયો કર્યો છે. અમિતભાઈ શાહને 894624 મતો જ્યારે સી જે ચાવડાને 337610 મતો મળ્યાં. અમિત ભાઈ શાહ 557014ની જંગી લીડથી ચૂંટણી જીતી ગયાં.
બધાએ ખુબ મહેનત કરી :ક્યાં ચૂક થઇ તેની સમીક્ષા કરશું ; રિપોર્ટ તૈયાર કરીને હાઇકમાન્ડને મોકલશું :અમિત ચાવડા અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019નું જયારે પરિણામ આવી ગયું છે અને ભારતમાં ફરી એક વાર મોદી લહેર ફરી ગઈ છે. ત્યારે અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવનમાં સન્નાટો છવાઈ ગયો હતો. કોઈ ખાસ કાર્યકર્તા હાજર જોવા મળ્યા હતા ન હોતા. ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, “કોંગ્રેસના બધા જ કાર્યરોએ દરેક બેઠક પાર ખુબ જ મહેનત કરી છે. લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. તેમ છતાં ક્યાં ચૂક થઇ છે. એની અમે પુરી તપાસ કરીને સમીક્ષા બેઠક કરીશું અને રિપોર્ટ તૈયાર કરીને દિલ્હી હાઈ કમાન્ડને મોકલી આપીશું.
ગુજરાતમાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી : આતશબાજી જીત ભાજપની નહી પરંતુ દેશવાસીની જીતઃ ભાજપના હજારો કાર્યકરોએ ફટાકડા ફોડી, આતીશબાજી કરી, મીઠાઇ ખવડાવી જીતની ઉજવણી : કોંગ્રેસમાં સન્નાટો અમદાવાદ,તા. ૨૩: ગુજરાત સહિત દેશભરની લોકસભા ચૂંટણીના પરિણામોમાં આજે ભાજપ અને એનડીએની ભવ્ય અને ઐતિહાસિક જીતના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત સહિત દેશના રાજકારણમાં પડયા હતા. ગુજરાતમાં તમામ ૨૬ લોકસભા બેઠકો ભાજપે ફરી એકવાર જીતી લેતાં ભાજપના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપના હજારો કાર્યકરો કમલમ્ ખાતે ઉમટયા હતા અને તેઓએ ઢોલ-નગારા અને ત્રાંસા વગાડવાની સાથે સાથે શંખ ફુંકી, ફટાકડા ફોડી, આતીશબાજી કરી, મીઠાઇ ખવડાવી ભાજપની જીતનો જોરદાર જશ્ન મનાવ્યો હતો. તો બીજીબાજુ, કોંગ્રેસના કાર્યાલયમાં કારમી હારને લઇ કાગડા ઉડતા હતા. ભાજપના વિજયોત્સવ પ્રસંગે ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પરસોત્તમ રૃપાલા સહિતના અનેક આગેવાનો અને નેતાઓ હાજર રહ્યા હતા અને વિજયોત્સવમાં સહભાગી બન્યા હતા. કમલમ્ સહિત અમદાવાદ અને રાજયભરના વિવિધ જિલ્લા-તાલુકા કક્ષાએ પણ ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્યાતિભવ્ય રીતે વિજયોત્સવ અને જીતનો જશ્ન મનાવાયા હતા. ભાજપના ભવ્ય વિજય પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ જણાવ્યું હતું કે, આ જીત માત્ર ભાજપની જીત નથી પરંતુ સમગ્ર ભારતના દેશવાસીઓની જીત છે. વડાપ્રધાન મોદીના કારણે આ જીત મળી છે, તેમને હું નમન કરુ છું. ભાજપની જીતના પરિણામો સ્પષ્ટ થતાં જ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સીએમ રૃપાણી સાથે ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ પણ કમલમ ખાતે આવી ગયા હતા. અહીં મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જીતુ વાઘાણીને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સીએમ રૃપાણીએ જણાવ્યું હતું કે, અમિત શાહની ચાણક્ય નીતિ ભાજપની જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ. તો બીજી તરફ કોંગ્રેસમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર કાગડા ઉડી રહ્યાં છે. હાર ભાળી જતા કોંગ્રેસના કેટલાક ઉમેદવારો મતગણતરી કેન્દ્ર છોડીને રવાના થવા લાગ્યા હતા. રૃપાણીએ ઉમેર્યું કે, એકઝીટ પોલ બાદ દેશ અને રાજ્યમાં મોદી લહેર જોવા મળી રહી છે. આ જીત માત્ર ભાજપની નહી પરંતુ સમગ્ર દેશવાસીઓની જીત છે. ભારત વિજય ભવઃ નરેન્દ્ર મોદી એક ઈમાનદાર ચોકીદાર દેશભક્ત,નિર્ણાયક, મજબૂત નેતૃત્વ માટે ભારતની જનતાએ ભાજપના કમળને વોટ આપ્યો છે. પીએમ મોદીના કારણે ભાજપને જીત પ્રાપ્ત થઈ છે. આ માટે મોદીજીને નમન કરૃ છું. અમિત શાહ જેમણે સંગઠનો પરિચય કરાવ્યો. કેવી રીતે ચૂંટણી લડાય છે અને કેવી રીતે જીત મેળવાય છે. ત્રણ મહિના પહેલા રાજસ્થાન, કર્ણાટક અન છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બની હતી. ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપની ૨૫માંથી ૨૫ બેઠક મળી છે. અમિતશાહની ચાણક્યનીતિ ભાજપની જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ગુજરાતમાં ભાજપ ૨૬ બેઠક અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે અને જીત નિશ્ચિત છે ત્યારે હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. જનતાએ ગુજરાતમાં ૨૨ વર્ષ અને હવે કેન્દ્રમાં ૧૦ વર્ષ માટે વિશ્વાસ મુક્યો છે. લાખો કાર્યકરોએ કાળઝાળ ગરમીમાં ચૂંટણીપ્રચાર કર્યો તે બદલ તેમનો પણ આભાર માનું છું. આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામા કાર્યકરો કમલમ ખાતે આવી પહોચ્યા હતા. ઢોલ-નગારા, ગુલાલ, ફટાકડા અને મિઠાઈ ખવડાવી-વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. તો બીજીબાજુ, કોંગ્રેસના એલિસબ્રીજ ખાતેના કાર્યાલય ખાતે કાગડા ઉડતા હતા. કોંગ્રેસની છાવણીમાં સન્નાટો, હતાશા અને નિરાશાનો માહોલ છવાયેલો સ્પષ્ટ નજરે પડતો હતો. કોંગી નેતાઓ કે કાર્યકરો શોધ્યાં જડતા ન હતા.
મંત્રી મંડળમાં માંડવિયા-રૂપાલાના વિકલ્પે કુંડારિયા-કાછડિયાને તક
મોદીની નવી સરકારમાં માંડવિયા-રૂપાલા નહિ તો વિકલ્પે સૌરાષ્ટ્રમાંથી મોહનભાઈ કુંડારિયા અને નારણભાઈ કાછડિયાને તકઃ કોળી સમાજમાંથી પ્રતિનિધિત્વ આપવાનુ થાય તો ભારતીબેન શિયાળ અથવા રાજેશ ચુડાસમાને તકઃ મધ્ય ગુજરાતમાંથી એક આદિવાસી સાંસદને મંત્રી મંડળમાં સ્થાન અપાશે
અમદાવાદ પૂર્વ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલને કાઉંટિંગ સેન્ટરમાં પ્રવેશતા પોલીસે અટકાવ્યા લાંબી સમજાવટ બાદ ગીતાબેને પોતાને ઉમેદવાર સાબિત કર્યા હતા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેન પેટલની પોલીસ સાથે રકઝક થઇ હતી કોંગ્રેસના ઉમેદવારને પોલીસે ન ઓળખાતા ગીતાબેન પટેલે પોતાની ઓળખ આપવી પડી હતી અને લાંબી સમજાવટ બાદ ગીતાબેને પોતાને ઉમેદવાર સાબિત કર્યા હતા.ત્યારબાદ આખરે પોલીસે ગીતાબેનને કાઉંટિંગ સેન્ટરમાં પ્રવેશ આપ્યો હતો. લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી ચાલી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે આજે મહત્વનો દિવસ છે. ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર ગીતાબેન પેટલ કાઉંટિંગ સેન્ટર પર અટકાવતા પોલીસ સાથે રકઝક થઇ છે. કોંગ્રેસના ઉમેદવારને પોલીસે ઓળખ્યા જ નહીં, જેથી તકરાર થઇ હતી. પોલીસ ન ઓળખાતે ગીતાબેન પટેલે પોતાની ઓળખ આપવી પડી હતી અને લાંબી સમજાવટ બાદ ગીતાબેને પોતાને ઉમેદવાર સાબિત કર્યા હતા. ત્યારબાદ આખરે પોલીસે ગીતાબેનને કાઉંટિંગ સેન્ટરમાં પ્રવેશ આપ્યો હતો.
લોકોએ સમસ્યાઓને કોરાણે મૂકીને સરકારને સમર્થન આપ્યુ છેઃ પરેશ ધાનાણી ગુજરાત સહિત દેશભરમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ વિરોધ પક્ષના નેતા અને અમરેલી બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીનો પણ પરાજય થયો છે : તેઓએ લોકચુકાદો શિરોમાન્ય ચડાવી કહ્યું કે લોકોએ સમસ્યાઓને કોરાણે મૂકીને સરકારને સમર્થન આપ્યુ છે : પક્ષની ક્ષતિઓને સુધારશુ : લોકોના પ્રશ્નોને વાચા આપવાનો અમારો શ્રેષ્ઠ પ્રયાસ રહેશે : આગામી દિવસોમાં આત્મમંથન કરીને કોંગ્રેસની ક્ષતિઓ સુધારવાના પ્રયત્નો કરીશુ
ગાંધીનગરમાં ત્રણ ઈવીએમ ખોટવાયા :ગાંધીનગર ઉત્તર અને વેજલપુરમાં ઈવીએમ ખોટકાતા વિલંબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ 3 લાખથી વધુની જંગી લીડથી આગળ ગાંધીનગર :રાજ્યની તમામ લોકસભા બેઠકો પર મતગણતરી શરુ થઇ છે. ગાંધીનગરમાં ગણતરીના સમયે ત્રણ બેઠક પર ઇવીએમ ખોટવાયા છે. ગાંધીનગર ઉત્તર અને વેજલપુરમાં ત્રણ ઇવીએમ ખોટવાયા છે. ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આ લખાઈ છે ત્યારે ત્રણ લાખથી વધુ મતની લીડથી આગળ ચાલી રહ્યાં છે. ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી સ્થળે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મતગણતરી દરમિયાન અને પરિણામ જાહેર થયા બાદ કોઈપણ ગરબડી ન થાય તેવો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 1980માં પાર્ટીની સ્થાપના બાદ પ્રથમ વખત 1984ની લોકસભા ચૂંટણી લડાઇ ત્યારે ભાજપને માત્ર 2 જ સીટો આવી હતી. તે બે પૈકીની એક સીટ મહેસાણા સીટ હતી. આ 2 સીટથી હાલ ભાજપ 284 સુધી પહોંચ્યું છે. જો કે ઉત્તરગુજરાત પર પહેલાથી જ ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. ઉત્તર ગુજરાતે દેશને બે વડાપ્રધાન પણ આપ્યા છે. એક વડાપ્રધાન મોદી જે હાલ વડાપ્રધાન છે. ઉપરાંત અટલ બિહારી વાજપેયી કે જેઓ ગાંધીનગર સીટ પરથી લોકસભા લડી ચુક્યા છે.
સાંજે પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું વિજય સરઘસ પાટણ તા ૨૩ : પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ૧૦૫૬૧૫ મતથી વિજય થતા સાંજે જીલ્લા ભાજપના કાર્યાલય ખાતેથી વિજય સરઘસ નીકળશે. બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ત્રીપાખીયો જંગ ખેલાયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર શ્રી પરબતભાઇ પટેલ ૧ લાખથી વધુ મતોથી આગળ ચાલી રહયા છે. અને રાજયના મંત્રી પરબતભાઇ પટેલ અંબાજીના દર્શન કરવા ગયા હોવાનું જાણવા મળે છે. બન્ને બેઠકો ઉપર મોડી સાંજ સુધી મત ગણતરી ચાલે તેમ લાગે છે. પાટણ બેઠક ઉપરનું પરિણામ જોતા કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. જીલ્લાના વહીવટ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સાથે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે.
અમદાવાદમાં લાઈવ પરિણામની એએમસી દ્વારા વ્યવસ્થા શહેરમાં વિવિધ વિસ્તારોમાં 32 એલઈડી સ્ક્રીન લગાવાયા જાહેર માર્ગો પર આવેલા કુલ 32 એલઇડી સ્ક્રીન પર પળેપળની માહિતી અમદાવાદ :રાજ્યમાં લોકસભા ચૂંટણી 2019 માટેનું મતદાન ગત 23મી એપ્રિલનાં યોજાયું હતું જેનું આજે 23મી મેનાં રોજ મતગણતરી યોજાવવાની છે. દેશનાં વડાપ્રધાન કોણ બનશે. જે માટે જનતાને પળેપળની માહિતી આપવા માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર આવેલા કુલ 32 એલઇડી સ્ક્રીન પર પણ મતગણતરી પરિણામને લગતી વિગતો લાઇવ બતાવવામાં આવશે. આ અંગે જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેના જણાવ્યું હતું કે, ‘ગુજરાત કોલેજમાં અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી હાથ ધરાશે. તેમજ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી હાથ ધરાશે. જેમાં મતગણતરી કેન્દ્રોમાં 441 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવશે. આમ બંને મતગણતરી કેન્દ્રોમાં કુલ 882 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવશે. સવારે પાંચ વાગ્યે તમામ કર્મચારીઓ હાજર થઇ જશે. સવારે ૮ કલાકે મતગણતરી હાથ ધરાશે.’
દીવ- દમણ બેઠક ઉપર ભાજપના લાલુભાઈ પટેલનો વિજયઃ હેટ્રીક સર્જી વાપી, તા. ર૩ : ૧૭મી લોકસભાની રચના માટૃે ચૂંટણીની આજે મત ગણતરી થતાં જ પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે. ફરી એકવાર દેશભરમાં મોદી લહેર સાબિત થઇ રહી છે ત્યારે સંઘપ્રદેશની દીવ-દમણ બેઠક પર પણ ભાજપે પોતાનો કબ્જો જાળવી રાખ્યો છે. એકંદરે આ બેઠક પર આમ તો ભાજપનો જ કબ્જો ગણાય છે એવી સ્થિતિ છે. આ બેઠકની છેલ્લી બે ચૂંટણીના પરિણામોમાં ર૦૦૯ની ચૂંટણીમાં ૭ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે ૯પ,૩૮ર મતદારો પૈકી ૬૮,પ૩ર મતદારોએ મતદાન કરતા ૭૧.૮પ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલે નજીકના હરિફ એવા કોંગ્રેસના ઉમેદવાર ડાહ્યાભાઇ પટેલને ર૪,૮૩૯ મતોથી હરાવ્યા હતાં.તો ર૦૧૪ની ચૂંટણીમાં માત્ર ૪ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા હતા. આ વેળાએ પણ લાલુભાઇ પટેલે ભાજપમાંથી ઉમેદવારી કરી હતી તો સામા પક્ષે કોંગ્રેસ તરફથી માજી સાંસદ ડાહ્યાભાઇ પટેલના પુત્ર કેતનભાઇને મેદાનમાં ઉતાર્યા હતાં. આ વેળાએ કુલ ૭પ,૦૦૬ મતદારો પૈકી પ૯,૬૬૮ મતદારો એ મતદાન કરતા ૭૯.પપ ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલે નજીકના હરિફ એવા કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઇ પટેલને ૯ર૦ર મતની સરસાઇ થી વિજય મેળવી જીત હાંસલ કરી હતી.અને અત્યારની એટલે કે ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલે નજીકનાં હરિફ એવા કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઇ પટેલને ૯૮૮૯ મતોની સરસાઇ થી હરાવી હેટ્રીક સર્જયો છે.સમગ્ર દમણમાં અને દીવમાં નેતાગણ સહિત હજારો ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
‘વિજય’ વાવટાથી ગુજરાત સરકારની મજબુતી ઠસોકસ : ‘પાણી’ બતાવશે રૂપાણી યહ આસમાન ભી આયેગા જમીન પર બસ ઇરાદો મેં જીત કી ગુંજ ચાહીએ : સંગઠનમાં ધરખમ ફેરફારો આવે છે : મંત્રી મંડળનો ગંજીફો ચીપાશે : સરકાર આડેના ‘વિદનો’ હટાવાશે રાજકોટ, તા. ૨૩ :. લોકસભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ભાજપ વિજય વાવટો લહેરાવવા આગળ વધી રહ્યો છે. ૨૦૧૪માં મેળવેલી તમામ બેઠકો તેમજ જ્યાં ધારાસભાની પેટાચૂંટણી હતી તેવી ચાર બેઠકો પર ભાજપ વિજય માર્ગે આગળ વધતા મોદી-શાહની હોમ પીચમાં કેસરીયો વટ અકબંધ રહ્યો છે. વિજય વાવટાથી ગુજરાત સરકારની મજબૂતી ટકે વરસો વરસ તેવી ઠસોઠસ થઈ ગઈ છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની મજબૂતાઈ વધી છે. તેમની સરકાર હવે આંતરીક સ્વચ્છતા અભિયાન આરંભે તેવા એંધાણ છે. ગુજરાતમાં તમામ બેઠકોમાં ભાજપની જીતમાં મોદીનું નામ ભલે મહત્વનુ હોય પરંતુ રૂપાણી-વાઘાણી પણ જશના મહત્વના ભાગીદાર છે. આ જીતને રૂપાણી સરકારની કામગીરી પર પ્રજાની મંજુરીની મ્હોર ગણવામાં આવે છે. લોકસભાની ચૂંટણી પહેલા કેટલીક બાબતોમાં અનિચ્છાએ બાંધછોડ કરનાર મુખ્યમંત્રીને હવે કેન્દ્રીય નેતાગીરી તરફથી છૂટ્ટો દોર મળે તેવા સંકેત છે. રાજ્ય ભાજપ સંગઠનમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. સરકારમાં પણ ફેરફારો થાય તેવી સંભાવના છે. રૂપાણી અને નિતીન પટેલ વચ્ચેના વારંવારના વિવાદોને કાયમી ધોરણે નિપટાવવા માટે બન્નેને છૂટા પાડવામાં આવે તેવી શકયતા ભાજપના વર્તુળો દર્શાવી રહ્યા છે. અમિતભાઈ શાહની રાજ્યસભાની ખાલી પડનાર બેઠક પર નીતિન પટેલને લડાવવામાં આવે તેવી શકયતા નકારાતી નથી. લોકસભાના મજબૂત પરિણામ પછી રાજ્ય સરકાર મક્કમ પગલા લેવા તરફ આગળ વધશે. સરકાર આડેના અંદરના અને બહારના વિઘ્નો દૂર કરવા સરકારનું વલણ આક્રમક રહે તેવી ધારણા છે. વહીવટી તંત્રમાં પણ ટૂંક સમયમાં ફેરફારો આવી રહ્યા છે. હવે સરકાર અને પાર્ટી ૨૦૨૦ના ઉતરાર્ધમાં આવી રહેલ તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીની તૈયારી શરૂ કરશે.
અમદાવાદ સ્ટોક એક્સચેન્જમાં ભાજપની જીતના વધામણાં :શેરદલાલોએ કેક કાપીને કરી ઉજવણી ટ્રેંડીંહ સેશન બંધ થયા બાદ કેક કાપીને ઉજવણી કરી ફટાકડા પણ ફોડ્યા અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં કેન્દ્રમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળતા અમદાવાદ સ્ટોક એક્સચેન્જના શેરદલાલોએ કેક કાપીને સેલીબ્રેશન કર્યું હતું. લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એનડીએને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. અને નવી દિલ્હીમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી છે, જેને શેરબજારે વધામણા આપ્યા હતા. અમદાવાદ શેરબજારના શેરદલાલોએ માર્કેટમાં ટ્રેડિંગ સેશન બંધ થયું પછી ભેગા થઈને કેક કાપીને ઉજવણી કરી હતી. ફટાકડા પણ ફોડ્યા હતા. અગ્રણી શેરદલાલોએ કહ્યું હતું કે નવી દિલ્હીમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી છે, જેથી દેશ વધુ આર્થિક વિકાસ કરી શકશે, અને વિદેશી નવું વધુ મૂડીરોકાણ ભારતમાં આવશે. ભારત તરફ નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાશે
રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીના પુત્રોનો પરાજય :ભરતસિંહ સોલંકી આણંદ અને અને તુષાર ચૌધરી બારડોલી બેઠક પરથી હારી ગયા અમદાવાદ :લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે જેમાં કોંગ્રેસની ટિકિટ પરથી લડતા રાજ્યના બે પૂર્વ મુખ્યમંત્રીના પુત્રોનો પરાજય થયો છે અને રાજ્યની તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે . કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોંગ્રેસે ફરી આણંદથી ટિકિટ આપી હતી ભરતસિંહ સામે પિતા માધવસિંહ સોલંકી અને નાના ઈશ્વરસિંહ ચાવડાની શાખ બચાવી રાખવાનો મોટો પડકાર હતો, ભાજપે સ્થાનિક ઉદ્યોગપતિ મિતેષ પટેલને તક આપી યુવા નેતૃત્વને સ્થાન આપ્યું હતું મિતેષભાઈએ જીત મેળવી દિગ્ગજ નેતાને હારવવાની સાથે સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના દિકરાને હાર આપી છે. બીજી તરફ એસટી માટે અનામત બારડેલી બેઠક પર આદિવાસી ઉમેદવાર જ જીતતો આવ્યો છે. આ વખથે ભાજપના પ્રભુ વસાવાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીની કરારી હાર થઈ છે. કોંગ્રેસના તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરીના પુત્ર થાય છે.જેથી ગુજરાતના બીજા એક પૂર્વ મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીના પુત્રની હાર થઈ છે.
કોંગ્રેસના ગઢ આણંદમાં ભાજપના મિતેષ પટેલનો વિજય :સમર્થકો દ્વારા રાજમાર્ગો પર વિજ્ય સરઘસ આણંદઃ લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવનાર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલને આવકારી પાર્ટી સમર્થકો દ્વારા વિજય સરઘસ શહેરના રાજમાર્ગો પર કાઢવામાં આવ્યું હતું. આણંદ જિલ્લો કે જેને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે, ત્યાં દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસને લોકસભાની 2019ની સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક હારનો સામનો કરવો પડ્યો છે. 2014માં દિલીપ મણીભાઈ પટેલ સામે ભરત સોલંકીને 63 હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે કે એવી પણ ચર્ચા થતી હતી કે મોદી લહેરમાં ભરતસિંહ સોલંકીની હાર થઇ છે. આ વખતે ઐતિહાસિક કહી શકાય તેવી અંદાજિત 2 લાખ મતોની લીડથી મિતેશ પટેલ જ્યારે ગણતરીના અંતિમ પડાવમાં આગળ હતા, ત્યારે સ્થાનિક સમર્થકોએ તેમની જીત ઘોષિત થયા પહેલા જ વિજય સરઘસથી વધાવી લીધા હતા. મોટી સંખ્યામાં સ્થાનિકો અને પક્ષના કાર્યકરોએ આણંદ વિદ્યાનગર રોડ પર વિજય સરઘસ કાઢી જીતનો ઉત્સવ મનાવ્યો હતો.
ગાંધીનગર સીટ પર અમિત શાહનો ઐતિહાસિક વિજય અમિત શાહે ૫૫૪૫૬૮ મત સાથે રેકોર્ડ તોડ્યોઃ અમિત શાહની જોરદાર જીતના માનમાં ભવ્ય વિજયોત્સવ અમદાવાદ પશ્ચિમમાં કિરિટ સોલંકીની શાનદાર વિજય અમદાવાદ,તા. ૨૩: આજે લોકસભા-૨૦૧૯ની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સૌ કોઈની નજર દેશની હાઈપ્રોફાઈલ બેઠકોમાંની એક ગાંધીનગર લોકસભા બેઠક પર ખાસ રહી હતી કારણ કે, આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કેટલી લીડથી જીતે છે અને આ બેઠક પરથી અગાઉ ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને જેટલા માર્જિનથી જીત્યા હતા તે મતોની લીડનો રેકોર્ડ તોડે છે કે કેમ તેની પર પણ રાજકીય વિશ્લેષકો અને દિગ્ગજોની મીટ મંડાઇ હતી. પરંતુ અપેક્ષા મુજબ જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજકીય ચાણકય ગણાતા અમિત શાહે ૫,૫૪,૫૬૮ જેટલા જંગી મતો સાથે કોંગ્રેસના સી.જે.ચાવડાને કારમી હાર આપી હતી. આ સાથે જ અમિત શાહે તેમના સિનિયર નેતા અડવાણીની જંગી લીડનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. કારણ કે, અડવાણી ગાંધીનગર બેઠક પર ૪,૮૩,૧૨૧ મતોની લીડથી જીત મેળવી ચૂકયા છે પરંતુ તે રેકોર્ડ તોડી અમિત શાહે આજે દેશભરના રાજકીય દિગ્ગજો અને નિષ્ણાતોને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો. નોંધનીય છે કે, અમિત શાહનો લોકસભા ચૂંટણીનો આ સૌપ્રથમ જંગ હતો અને તેમાં અમિત શાહે પહેલો ઘા રાણાનો એ રીતે બહુ શાનદાર જીત હાંસલ કરી હતી. અમિત શાહની ભવ્ય જીત અને રેકોર્ડ બ્રેક લીડના સમાચારને લઇ ભાજપમાં જબરદસ્ત ઉત્સાહનું મોજુ ફરી વળ્યું હતું. કાર્યકરો, સ્થાનિક નેતાઓ અને આગેવાનો શાહના વિજયને લઇ તેમના વિજયોત્સવ અને જશ્ન મનાવવામાં મગ્ન બન્યા હતા. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ ફટાકડા ફોડી, આતીશબાજી કરી મીઠાઇ ખવડાવી શાહના વિજયની જોરદાર ધમાકેદાર ઉજવણી કરી હતી. મોદીની સુનામી અને અમિત શાહની ચાણકય નીતિ ફરી એકવાર ભગવો રંગ લાવવામાં સફળ થઇ હતી. બીજી તરફ અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરિટ સોલંકીની જંગી લીડથી જીત થઈ હતી. અમદાવાદ(પૂર્વ)ની પરંપરાગત બ્રાહ્મણોની બેઠક પર આ વખતે ભાજપે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અને કોંગ્રેસે ગીતા પટેલ એમ બન્ને પક્ષોએ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. નવા સીમાંકન બાદ આ બેઠક ૨૦૦૮માં અસ્તિત્વમાં આવી હતી. ૨૦૦૯માં પહેલીવાર અહીં લોકસભાની ચૂંટણી થઈ હતી. જેમાં હરીન પાઠક વિજેતા બન્યા હતા. જ્યારે ૨૦૧૪માં ભાજપે જાણીતા અભિનેતા પરેશ રાવલને તક આપી અને તેઓ ૩ લાખ ૨૬ હજાર ૬૩૩ મતથી તેઓ વિજેતા બન્યા હતા. જો કે આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપના કબજામાં છે અને આ વખતે પણ ભાજપની જીત થઇ હતી.આ બેઠક પર ૨૦૧૪માં ૬૦.૭૭ ટકા અને આ વખતે ૬૧.૨૬ ટકા મતદાન થયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપનો દબદબો યથાવત્ રહેતાં ભાજપમાં જીતનો શાનદાર જશ્ન અને વિજયોત્સવ મનાવાયો હતો તો કોંગ્રેસની છાવણીમાં ભારે નિરાશા અને સન્નાટાની લાગણી જોવા મળી હતી.
પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મનું શહેરમાં હવે સ્ક્રિનિંગ યોજાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરની ફિલ્મ ૨૪મીએ રિલીઝ થશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવનાર વિવેક ઓબેરોય અને નિર્માતા આનંદ પંડિત, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત અમદાવાદ,તા. ૨૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી અને જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી અને બહુ ચર્ચામાં રહેલી એવી પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મનું ગઇકાલે રાત્રે અમદાવાદમાં ખાસ સ્ક્રીનીંગ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવનાર બોલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય, નિર્માતા આનંદ પંડિત, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેબીનેટ મીનીસ્ટરો સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. બહુચર્ચિત એવી પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ તા.૨૪મી મેના રોજ એટલે કે, આવતીકાલે દેશની લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ જશે, તેના બીજા દિવસે રિલીઝ થશે, જેને લઇ લોકોમાં ભારે ઇન્તેજારી અને ઉત્સુકતા છવાઇ છે. ફિલ્મના નિર્માતા આનંદ પંડિત દ્વારા અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી અને કેબિનેટ મિનિસ્ટર માટે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી, તે ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલ ફિલ્મમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મ તા.૨૪ મી મેના રોજ રિલીઝ થવા જઇ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ પર નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીઝ માટે એકજૂથ થવાનો સમય. પીએમ નરેન્દ્ર મોદી-ફિલ્મ માત્ર એક સિનેમેટિક જર્ની નથી, પરંતુ એક વ્યક્તિગતરૂપથી ન્યાય માટે સંધર્ષ કરી રહી છે. આ એક ઇન્ડસ્ટ્રીઝના રુપમાં એકજૂથ થવાનો અને સિનેમેટિક પ્રયાસને સમર્થન કરવાનો સમય છે, જેનો કોઇ રાજકીય એજન્ડા નથી. ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાખૂબી રોલ ભજવનારા વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે, તે ફિલ્મના રિલીઝને લઇ બહુ ઉત્સાહિત છે. આ ફિલ્મ દેશના નાગરિકોએ જોવી જોઇએ કારણ કે, તેમાં માત્ર વાસ્તવિકતા રજૂ કરવાનો પ્રયાસ થયો છે. ફિલ્મને રાજકીય એજન્ડા સાથે કોઇ લેવાદેવા નથી. મને આશા છે કે, લોકોને આ ફિલ્મ બહુ પસંદ પડશે તેમ પણ વિવેક ઓબેરોયે ઉમેર્યું હતું. દરમ્યાન રિલીઝની પહેલાં આનંદ પંડિતે ફિલ્મ બિરાદરી માટે અપીલ કરી છે. ફિલ્મના નિર્માતા આનંદ પંડિત અને સહનિર્માતા સંદીપસિંહે ઉમેર્યું હતું કે, સમય અને અગેઇન આર્ટ અને ક્રિએટીવીટીને રાજનીતીની વેદી પર પડકારોનો સામનો કરવો પડ્યો છે. અમે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના રુપમાં, સોફ્ટ ટાર્ગેટ છીએ. આપણે આ પડકારોનો સામનો કરવા માટે એકજૂથ થવું જોઇએ અને એવા સમયમાં એક-બીજાનું સમર્થન કરવું જોઇએ. સંદિપ સિંહ, આનંદ પંડિત દ્વારા નિર્મિત અને બાયોપિક માઇસ્ટ્રો ઓમંગ કુમાર દ્વારા ડિરેક્ટેડ જેની રાહ સૌકોઇ જોઇ રહ્યું છે તેવી બાયોપિકમાં ચુનંદા કલાકારોની ટૂકડી સામેલ છે જેમાં ફિલ્મસ્ટાર વિવેક ઓબેરોય પીએમ નરેન્દ્ર મોદીના રોલમાં ન્યાય આપતાં જોવા મળ્યા છે. સ્ક્રીનીંગ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ પણ ફિલ્મની સફળતાને લઇ અને તે લોકોને ગમશે તેવી આશા વ્યકત કરી હતી.
મોરબી, કચ્છ બેઠક ઉપર ફરી કમળ જ ખિલ્યું ભાજપના વિનોદ ચાવડા વિક્રમી મતોથી જીતી જશેઃ લાકડીયાનું EVM ખુલ્યું જ નહી : ભુજના બહુમતીવાળા વોર્ડ, બન્નીમાં કોંગ્રેસનો દેખાવ નબળો રહયોઃ મોરબી ગ્રામ્યમાં કોંગ્રેસ આગળ રહીઃ કોંગ્રેસના નરેશ મહેશ્વરીની હાર : વિનોદભાઇ ચાવડા ર લાખથી મતથી આગળ તસ્વીરમાં મતગણતરી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ભૂજ, તા. ર૩ : બપોરે ૧ વાગ્યા સુધીમાં કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર ૫,૩૧,૯૭૭ મત ની ગણતરી થઈ ગઈ છે. તેમાં વિનોદ ચાવડા ૧ લાખ ૨૬ હજાર મતે આગળ છે. કુલ ૧૦ લાખ ૧૫ હજાર મતની ગણતરીમાં અડધા મત ૫ લાખ ૩૧ હજાર ની ગણતરી થઈ ગઈ છે,અને હવે ૪ લાખ ૮૩ હજાર મતની ગણતરી બાકી છે, એ જોતાં એવું કહી શકાય કે કચ્છમાં વિનોદ ચાવડાની જીત નિશ્યિત છે. કોંગ્રેસના નરેશ મહેશ્વરી હાર ભણી આગળ વધી રહ્યા છે. બસ હવે એ જોવાનું રહ્યું કે, વિનોદ ચાવડા પોતાનો ગઈ ચૂંટણીનો રેકોર્ડ કેટલા મત થી તોડે છે. મોરબી લોકસભા બેઠકમાં બપોરે ૧૨ વાગ્યા સુધીની આંકડાકીય પરિસ્થિતિ વિશે વહેલી સવારે પહેલા બેલેટ પેપર અને ત્યાર બાદ ઇવીએમ મશીનની મત ગણતરી ચાલુ કરાઈ હતી. જોકે, શરૂઆતથી જ ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. વિનોદ ચાવડાએ મેળવેલી સરસાઈ બપોરે ૯ રાઉન્ડ પુરા થયા ત્યાં સુધી જળવાઈ રહી હતી. કુલ ૧૫૬ રાઉન્ડ ની મતગણતરી ધીમી ગતિ થી થઈ થઈ હોવાથી આ વખતે પરિણામ જાહેર થતાં સાંજ પડી જશે એવુ લાગી રહ્યું છે. વિનોદ ચાવડા ફરી વિક્રમ મતોથી જીતે તેવી શકયતા… બપોરે ૧૨ વાગ્યા સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૩ લાખ ૭૯ હજાર ૩૨૬ મતોની ગણતરી થઈ છે. વિનોદ ચાવડાને ૨,૨૨,૦૪૦ અને નરેશ ૧,૩૪,૨૭૭ મહેશ્વરીને જેમાં વિનોદ ચાવડા ૮૭ હજાર મત થી આગળ થઇ ગયા છે. હજી તો ૬ લાખ મતની ગણતરી બાકી છે. આમ, બપોર સુધીમાં શરૂઆત દરમ્યાન જ વિનોદ ચાવડા એક લાખ મતની સરસાઈ તરફ આગળ વધી રહ્યા છે.તે જોતા લાગે છે કે, વિનોદ ચાવડા ફરી એકવાર વિક્રમ સર્જક મતો થી જીતશે. લાકડીયા ઇવીએમમાં ડખ્ખા બાદ અટકી ગયેલી રાપરની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. મોરબી ગ્રામ્યમાં કોંગ્રેસ આગળ રહી હતી. જોકે, ભુજના કોંગ્રેસની બહુમતી વાળા વોર્ડ તેમ જ બન્નીમાં કોંગ્રેસનો દેખાવ નબળો રહ્યો હતો. લાકડીયાનું એક ઇવીએમ નહીં ખુલતા તે બાકી રાખી દેવાયું છે. ભુજની એન્જીનીયરીંગ કોલેજ મધ્યે મોરબી-કચ્છ લોકસભા બેઠકની મતગણતરી શરૂ થઇ હતી પ૮.ર૩% મતદાન, ૧૦ લાખ ૧પ હજાર મતદારોએ મતદાન કર્યુ હતું. મુખ્ય સ્પર્ધા ભાજપનાં વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી વચ્ચે મુકાબલો થયો હતો. બપોરે અઢી વાગ્યા સુધીમાં વિનોદ ચાવડા ૨ લાખ મત થી આગળ છે. અત્યાર સુધીમાં કુલ ૭,૮૬,૦૨૬ મતની ગણતરી થઈ છે. જે પૈકી વિનોદ ચાવડાને ૪,૭૭,૭૨૨ મત જયારે નરેશ મહેશ્વરીને ૨,૬૭,૪૩૦ મત મળ્યા છે. આમ વિનોદ ચાવડા ૨,૧૦,૨૯૨ મત થી આગળ છે. હજી અઢી લાખ મતની ગણતરી બાકી છે. ૮ અપક્ષ ઉમેદવારો કરતા નોટાના મત વધુ છે, નોટા મત ૧૨૮૩૩ થયા છે. ગાંધીધામના તમામ ૨૩ રાઉન્ડની ગણતરી પૂર્ણ, ભાજપને ૫૨ હજાર ૬૫૯ મતની લીડ મળી છે. ગાંધીધામમાં વિનોદ ચાવડાને ૯૮૧૮૦ નરેશ મહેશ્વરીને ૪૫૫૨૧ મત મળ્યા છે. માંડવીમાં તમામ ૨૧ રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. તેમાં ભાજપને ૪૧,૦૬૪ મતની લીડ મળી છે. વિનોદ ચાવડાને ૯૩,૮૧૯ મત જયારે નરેશ મહેશ્વરીને ૫૨,૧૨૫ મત મળ્યા છે. હજી ભુજના ૬ રાઉન્ડ બાકી છે. રાપરમાં ૨૧ માંથી ૮ રાઉન્ડની ગણતરી થઈ છે. બાકીની મતગણતરી લાકડીયાનું ઇવીએમ નહિ ખુલતા અટકી છે. અત્યાર સુધી મોરબીમાં કોંગ્રેસ આગળ રહી છે, જયારે કચ્છમાં અબડાસા, લખપત,માં ભાજપને લીડ મળી છે તો ભુજના બન્ની ખાવડા વિસ્તારમાં ભાજપને ૫૫૦૦ મતની લીડ મળી છે. ભુજના શહેરી વિસ્તારની ગણતરી હજી બાકી છે. અંજારમાં અત્યાર સુધીમાં ભાજપને ૪૨ હજાર મતની લીડ મળી છે. હજી એક રાઉન્ડ બાકી છે. કચ્છનું આખરી પરિણામ લગભગ સાંજે ૫ વાગ્યા સુધી જાહેર થાય તેવી શકયતા છે.
સૌરાષ્ટ્રની તમામ બેઠકો ઉપર ભાજપનું બુલડોઝર ફરી વળ્યુ મોદીની સુનામીમાં કોંગ્રેસનો પંજો ઉડી ગયો : સૌરાષ્ટ્રની સાત લોકસભા બેઠક અને કચ્છની બેઠક પણ ભાજપે કબ્જે કરી કોંગીને જબરદસ્ત આંચકો આપી દીધો અમદાવાદ,તા. ૨૩ : સૌરાષ્ટ્રની તમામ સાત બેઠકો પર પણ ભાજપનું બુલડોઝર જાણે ફરી વળ્યું હતું અને તેમાં કોંગ્રેસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સૌરાષ્ટ્ર પંથકની રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલીની બેઠકો પર ભાજપના કમળે કમળના પંજાને આંચકાજનક અને અણધારી મ્હાત આપી હતી. સૌરાષ્ટ્રની લોકસભા બેઠકોની મતગણતરી દરમ્યાન આજે ભારે રસાકસી અને ઉત્તેજનાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, છેવટે તો ભાજપની છાવણીમાં વિજયોત્સવ અને કોંગ્રેસમાં હતાશા અને નિરાશા છવાયા હતા. જૂનાગઢમાં સવારથી સર્વર ડાઉન હોવાથી ખુબ જ ધીમી ગતિએ મતગણતરી ચાલી રહી હતી. રાજકોટમાં વોર્ડ નંબર-૭માં ઈવીએમ બદલાયા હોવાનો કોંગ્રેસના રણજિત મૂંધવાએ આક્ષેપ કર્યો હતો અને કોંગ્રેસ દ્વારા મતગણતરી અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, ચૂંટણી અધિકારીઓએ મામલો થાળે પાડયો હતો. જો કે, મતગણતરીના અંતે સૌરાષ્ટ્રની મહત્વની અને પ્રતિષ્ઠાભરી બેઠકો પર પણ ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. જેમાં રાજકોટમાં મોહન કુંડારિયા, જામનગરમાં પૂનમ માડમ, પોરબંદરમાં રમેશ ધડુક, જૂનાગઢમાં રાજેશ ચૂડાસમા, ભાવનગરમાં ભારતીબેન શિયાળ, સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા અને અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા એ ભાજપના તમામ ઉમેદવારો જીતી ગયા હતા. કોંગ્રેસના પરેશ ધાનાણી સહિતના દિગ્ગજોએ આંચકાજનક હાર ખાધી હતી. સૌરાષ્ટ્રની અમરેલી અને જૂનાગઢ બેઠક પર કાંટે કી ટક્કરની સ્થિતિ હતી. રાજકોટમાં કણકોટમાં આવેલી ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે ૧૪ ટેબલ પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ થઈ હતી. મહત્વનું છે કે મુખ્યમંત્રીની બેઠક રાજકોટ પશ્ચિમ વિધાનસભા પર ૨,૧૩,૧૬૬ લોકોએ મતદાન કર્યું હતુ. જ્યારે સૌથી ઓછું મતદાન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં ૧,૨૭,૭૯૩ લોકોએ કર્યું હતું. રાજકોટ લોકસભા બેઠક પર કુલ ૬૩.૧૪ ટકા મતદાન થયું હતું. અમરેલીમાં મોદી વેવ વચ્ચે પણ ભાજપે વિધાનસભાના પરિણામોમાં ભાજપે પછડાટ ખાધી હતી. સાત વિધાનસભામાં પાંચ બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ હતી. હવે લોકસભામાં કોંગ્રેસ પાસે યુવા ચહેરો અને વિપક્ષ નેતા અને લો પ્રોફાઇલની છાપ ધરાવતા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણી હતા, તો, સામે ભાજપે નારણ કાછડીયા પણ રિપીટ કર્યા હતા. જો કે, કાછડીયાએ ભાજપની મોદી લહેરનો ફાયદો ઉઠાવી વિપક્ષના નેતા પરેશ ધાનાણીને હરાવી દીધા હતા. તો, જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપે રિપિટ કરી જોખમ તો લીધું હતું અને મેદાને ઉતાર્યા હતા, તેની સામે કોંગ્રેસે ઉનાના ધારાસભ્ય પુંજા વંશને મેદાનમાં ઉતાર્યાં હતા. મોદી લહેરના કારણે આ બેઠક પર પણ ભાજપની લાજ રહી ગઇ હતી અને રાજેશ ચુડાસમા જીતી ગયા હતા. બીજીબાજુ, પોરબંદર બેઠક ભાજપ અને વિઠ્ઠલ રાદડિયાનો ગઢ કહેવાય છે, પરંતુ આ વખતે વિઠ્ઠલભાઇ ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી ગોંડલના ઉદ્યોગપતિ અને રાજકારણમાં નવોદિત ગણાતા રમેશ ધડુકને ટિકીટ મળી હતી. સામે વિઠ્ઠલ રાદડિયાના શિષ્ય અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ભાજપને હંફાવી તો દીધા હતા પરંતુ અહીં પણ છેવટે તો ભાજપનો જ ભગવો લહેરાયો હતો અને રમેશ ધડુક જીત્યા હતા. સૌરાષ્ટ્ર ભાજપને પરિણામ પહેલા જ રાજકોટમા મોહન કુંડારિયા, જામનગરમા પૂનમ માડમ, ભાવનગરમા ભારતીબેન શિયાળ જીતે તેનો પુરો વિશ્વાસ હતો. આમ ભાજપે પરિણામ પહેલા જ રાહતનો શ્વાસ લઇ લીધો હતો. આ બેઠકો પર તમામ સાંસદને રિપીટ કરાયા હતા. સુરેન્દ્રનગરમાં ભાજપે અહીં દેવજી ફતેપરાનું પત્તું કાપીને નવોદિત ડો. મહેન્દ્ર મુંજપરાને મેદાનમાં ઉતાર્યા હતા. રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા ડો. મુંજપરા તબીબ તરીકે આ વિસ્તારમાં ખાસ્સા લોકપ્રિય હોઇ ભાજપે બાજી ખેલી હતી, જ્યારે તેની સામે કોંગ્રેસે સોમા ગાંડા પટેલને ઉતાર્યાં હતા. જેમાં ભાજપનો દાવ મુંજપરા પર સફળ રહ્યો હતો અને તે વિજયી બન્યા હતા. દરમ્યાન કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નરેશ એન.મહેશ્વરી લડી રહ્યા છે. ભૂકંપ પછી નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાનપદે અહીં ઔદ્યોગિક પ્રગતિ અને પ્રવાસનમાં આવેલાં ઉછાળાને લીધે કચ્છ ભાજપનો ગઢ ગણાય છે. આ બેઠક માટે અન્ય પ્રભાવશાળી ઉમેદવાર નહી હોવાથી ભાજપે ફરીથી વિનોદ ચાવડાને રિપિટ કર્યા હતા અને તેમણે ભાજપની આશાને સફળ કરી બતાવી હતી
કોંગ્રેસના ઉમેદવાર લલીત કગથરા મત ગણતરીમાં ન આવી શકયા
લોકસભાની બેઠકમાં કોંગ્રેસનાં ઉમેદવાર લલીતભાઇ કગથરાનાં યુવાન પુત્રનું થોડા દિવસ અગાઉ બંગાળ ખાતે માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતાં લલીતભાઇ કગથરા પરિવાર ઉપર વજ્રઘાત થયો છે. આથી પુત્ર વિયોગમાં શોકાતુર લલીતભાઇ આજે મત ગણતરીમાં હાજર રહ્યા ન હતાં. તેઓનાં બદલે શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગરે મત ગણતરીમાં હાજર રહ્યા હતાં.
જસદણ મતક્ષેત્રમાં ભાજપને માત્ર ૨૬૦૦ મતની સરસાઇઃ કુંવરજીભાઇના ગામમાં ૩૦૦ મતની ખાદ્ય રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાની ૩ લાખથી વધુ સરસાઇથી જીત થઇ છેઃ જસદણ વિધાનસભા વિસ્તારમાં ભાજપને માત્ર ૨૬૦૦ મતની લીડ મળી છે તે પણ શહેરી વિસ્તાર અને આટકોટ પંથકની લીડ છેઃ કુંવરજીભાઇ ૫ મહિના પહેલા આ વિસ્તારમાંથી ૨૦ હજાર મતની લીડથી ચૂંટાયા હતાઃ તેમના ભાજપ પ્રવેશથી મતની દૃષ્ટ્રીએ ભાજપને ખાસ ફાયદો થયો નથીઃ કુંવરજીભાઇ ગામ જનડામાં ભાજપને ૩૦૦ મતની ખાદ્ય પડી છેઃ કોળી પ્રભુત્વવાળા વિસ્તારોમાં કોંગ્રેસનું જોર દેખાયું છે.
દેશની જનતાનું રાષ્ટ્રવાદને સમર્થનઃ ભાનુબેન બાબરીયા રાજકોટ તા. ર૩: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં યોજાયેલ દેશની ઐતિહાસિક લોકસભાની ચૂંટણીમાં ફરી ભારતીય જનતા પાર્ટી તોતીંગ બહુમતી સાથે વિજય તરફ આગળ વધી રહી છે ત્યારે આ અંગે રાષ્ટ્રીય અનુ. જાતિના મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશની જનતાએ વિજયના વિશ્વાસ સાથે રાષ્ટ્રવાદને સમર્થન આપી ભાજપને ભવ્ય વિજય તરફ આગળ ધપાવ્યો છે. ભાજપની જીત ખરા અર્થમાં દેશની જનતાની જીત છે અને દેશની જનતા એ નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતા અને ભાજપના નેતૃત્વમાં થઇ રહેલ વિકાસમાં મતરૂપી વિશ્વાસ વ્યકત કર્યો છે. આમ ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું.
૨ાા વર્ષ પૂર્વે મુકુન્દ બદીયાણીએ ભાખેલું ભાવી અક્ષરસઃ સાચુ પડયું ૨૦૧૯માં નરેન્દ્રભાઇને ફરી વડાપ્રધાન બનતા દુનિયાની કોઇ તાકાત રોકી નહિ શકેઃ નરેન્દ્રભાઇના સુવર્ણ યુગનો પ્રારંભ ૨૨-૧૧-૨૦૧૬ના રોજ સૌરાષ્ટ્ર-ગુજરાતના સુપ્રસિધ્ધ એસ્ટ્રોલોજર શ્રી મુકુન્દ બદીયાણી (મો.૯૮૭૯૮ ૦૫૬૦૦) એ કહેલ કે ૨૦૧૯માં મોદીજીને ફરી વડાપ્રધાન બનતા દુનિયાની કોઇ તાકાત રોકી નહિ શકે. તેમની આ આગાહી પૂર્ણ સાચી પડી છે. મુકુન્દભાઇ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
રાજકોટમાં ચૂંટણીપંચની વેબસાઇટ બંધઃ મત ગણતરી અટકાવાઇ સવારે ૯ વાગ્યે ટેકનીકલ ખામી સર્જાઇઃ પોસ્ટલ બેલેટની ગણતરી અટકી પડીઃ પ્રથમ રાઉન્ડ બાદ બીજા રાઉન્ડની ગણતરી ઠપ્પઃ જબ્બરો દેકારો રાજકોટ તા. ર૩ :.. આજે કણકોટ ખાતે યોજાયેલ લોકસભાની મત ગણતરી સવારે ૯ થી ૯.૩૦ દરમિયાન અટકી પડતાં જબ્બરો દેકારો બોલી ગયો હતો. આ અંગેની વિગતો મુજબ સવારે ૭ વાગ્યે મત ગણતરી શરૂ થઇ હતી. પોસ્ટલ બેલેટ ગણાઇ રહ્યા હતા અને ૭ વિધાનસભા બેઠકોનાં પ્રથમ રાઉન્ડની ગણતરી પુર્ણ થઇ અને બીજા રાઉન્ડની ગણતરી હજુ શરૂ થઇ હતી. ત્યાં જ ચૂંટણી પંચની સત્તાવાર વેબ સાઇટ ટેકનીકલ ખાલી સર્જાતા બંધ થયેલ આથી રાજકોટની લોકસભા બેઠકની મત ગણતરી અટકાવી દેવાયેલ આથી મત ગણના કેન્દ્રમાં જબ્બરો દેકારો બોલી ગયેલ. જો કે બાદ અર્ધો કલાક બાદ ખામી દુર થતાં વેબ સાઇટ શરૂ થયેલ. આમ સવારે ૯ થી ૯.૩૦ સુધી રાજકોટની મત ગણતરી ઠપ્પ થઇ ગઇ હતી.
રાજકોટ મત ગણતરીમાં તંત્રએ નવો સુવિધા સોફટવેર ઉપયોગ કર્યો પરંતુ વારંવાર ખોટકાથી દેકારો મત ગણનાના અપડેશનમાં દરેક રાઉન્ડમાં ર૦ મીનીટનો વિલંબઃ મિડીયા સેન્ટરમાં આ બાબતે દેકારો રાજકોટ તા. ર૩ :.. લોકસભાની બેઠકની આજે કણકોટ ખાતે ઇજનેરી કોલેજમાં સવારથી શરૂ થયેલ મત ગણતરીમાં ચૂંટણી પંચે આ વખતે નવો ‘સુવિધા’ સોફટવેર નાખ્યો છે. પરંતુ આ સોફટવેર ફેલ ગયાનું અને વારંવાર ખોટકા સર્જાતા હોવાની ફરીયાદો મીડિયા રૂમમાં ઉઠવા પામી હતી. કેમ કે મત ગણતરીનાં દરેક રાઉન્ડનાં અંત ર૦મીનીટનાં વિલંબ બાદ પરિણામો પહોંચતાં હતો. જેનાં કારણે ગણતરીમાં ભારે વિલંબ થયો હતો. મીડિયા સેન્ટરમાં ઉઠેલી ફરીયાદ મુજબ નવા સુવિધા સોફટવેરથી અવાર-નવાર ખોટકા સર્જાતાં હતાં. નોંધનીય છે કે આ અગાઉ ‘જીનેસીસ’ સોફટવેરનો ઉપયોગ મતગણતરીમાં થતો હતો. પરંતુ આ વખતનો નવો ‘સુવિધા’ સોફટવેર ફેલ ગયો હતો.
રાજકોટનાં વોર્ડ નં.૭માં ઇ.વી.એમ.બદલાઇ ગયાનાં આક્ષેપો સાથે કોંગ્રેસે કલેકટર વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી ઇ.વી.એમ.નંબર અને બુથ નંબર સહીત રણજીત મુંધવાએ ફરીયાદ કરતા ખળભળાટ રાજકોટ તા. ર૩ : આજે રાજકોટ લોકસભા બેઠક માટેની મતગણતરી દરમિયાન વોર્ડ નં.૭માં ઇ.વી.એમ. બદલાઇ ગયાના આક્ષેપો સાથે કોંગ્રેસના રણજીત મુંધવા કલેકટર વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છ.ે આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ કણકોટ ખાતે હાથ ધરાયેલ મતગણતરી દરમિયાન વોર્ડ નં.૭ના બુથ નં. ર૪૪ નું ઇ.વી.એમ.નં.૭૩૬૭ર બદલાઇ ગયાનો આક્ષેપ રણજીત મુંધવાએ કર્યો છે. અને કેન્સલ થયેલુ ઇ.વી.એમ.ઉપયોગ ન કરી શકાય તે અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.
હુવા સો હુવા : અમને હાર કોઠે પડી કે ખેલદિલી? હાર છતા હસતા ચહેરા રાજકોટ : લોકસભા બેઠકમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપની લીડ સતત વધતી ગઇ હતી, પરંતુ કોંગ્રેસનું મનોબળ જરા પણ ડગ્યું નહતું. જાણે કે હાર કોઠે ના પડી ગઇ હોય ? તસ્વીરમાં પણ કાંઇક આવું જ સ્પષ્ટપણે જોઇ શકાય. ભાજપની તોતીંગ લીડ થતાં ભાજપના આગેવાનો ધારાસભ્ય અરવિંદ રૈયાણી, જીલ્લા અગ્રણી નાગદાનભાઇ ચાવડા, ભરત બોઘરા, મયુર શાહ વિગેરેના ચહેરા તો ખીલી ઉઠયા હોય તે સ્વાભાવિક છે, પરંતુ કોંગ્રેસને હવે હાર કે નિષ્ફળ ડગાવી ના શકતી હોય તેમ શહેર પ્રમુખ અશોક ડાંગર જીલ્લા કોંગ્રેસ અગ્રણી દિનેશ ચોવટીયા, અશોકસિંહ વાઘેલા વિગેરે પણ પણ જરાપણ ઢીલા પડયા વગર ખેલદીલી પૂર્વક રાજકારણ એક તરફ દોસ્તી બીજી બાજુ સાથે મળીને હસી મજાક કરતા નજરે પડે છે.
કણકોટ મત ગણતરી કેન્દ્ર ખાતે સવારથી જ ભાજપ-કોંગ્રેસના આગેવાનોનો જમાવડો હતો એ વખતની વિજયની મુંદ્રા સાથ ેભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા, મુખ્યમંત્રી વિજયભાઇના પત્ની અંજલીબેન રૂપાણી શહેર પ્રમુખ કમલેશ મીરાણી મહામંત્રી દેવાંગ માંકડ, મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચરેમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કેતન પટેલ, હરેશ જોષી, મયુર શાહ વગેરે દર્શાય છે.