ગુજરાત વિદ્યાપીઠની ગાંધી પદયાત્રા વી.એસ. શાહ પ્રાથમિક શાળામાં મોડાસામાં સંપન્ન

મોડાસા, તા.૨૮   ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી દેશ વિદેશમાં થઇ રહી છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં ગાંધી પદયાત્રા ગ્રામ્ય જીવન વિશે શાળાઓમાં જઇ વિદ્યાર્થીઓ જોડે નાટ્યરૂપે, સંગીત રૂપે, અભિનય રૂપે બાળકો જોડે વાર્તાલાપ કરી ગાંધીજીના “મારું જીવન એ જ મારો સંદેશ”ના વિચારો ફેલાવી રહ્યા છે. મોડાસા સરસ્વતી બાલ મંદિર સંચાલિત વી.એસ.પ્રા. શાળાના બાળકો, સ્ટાફ, વાલી મંડળ સાથે વિદ્યાપીઠમાંથી આવેલા ર્ડો. વેલજીભાઇ ભાટિયા ગાંધી વિચારો સાથે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય જીવન જે તૂટી રહ્યું છે. તેને બચાવવા વિશેની વાત બાળકો સાથે કરી મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા ઝરડાને કર્મભૂમિ બનાવનારા લોકસેવક સુરેશભાઇ પુનાડીયાએ અભિનય ગીત બાળ નૃત્ય બાળકો સાથે પ્રશ્નો જવાબોની આપલે વિવિધ રીતે કરી બાળકોને ગાંધી અને પોતાના વિશે સમજ પડે તે રીતે ગાંધી જીવનની વાત કરી આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ નીલેશભાઇ જોષી, સર્વ શિક્ષા અભિયાનના અમિતભ કવિ, મુકુંદ શાહ, નવનીત પરીખ, વિનોદ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના કેમ્પસ ડાયરેકટર રમણભાઇ પ્રણામી, આચાર્ય કિરણાબેન ત્રિવેદી અને શાળા પરિવારે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનો આભાર માન્યો હતો.