ગુજરાત વિધઆનસભામાં સરકારે જાહેર કરેલી વિગતો
કિસાન સન્માન યોજનાને કારણે રાજ્યના ૨૮ લાખ ખેડૂતોના
ખાતામાં રૂ. ૧૧૩૧ કરોડ જમા થયા છે. હવે આ યોજનામાં બે હેક્ટરની મર્યાદા દૂર થવાના કારણે
રાજ્યના તમામ ખેડૂતોનો આ યોજના હેઠળ સમાવેશ થઇ જાય છે. કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો
મળી રહે તે માટે રાજ્ય સરકારે મગફળી, અડદ, તુવેર, ચણા હોય કે રાયડો આવા વિવિધ કૃષિ પાકોની
ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને આર્થિક ટેકો આપ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારે ૫.૪૦ લાખ
મેટ્રિક ટન કૃષિ પાકની ખરીદી કરી છે અને ખેડૂતોને રૂપિયા ૨૪૧૦ કરોડ ચૂકવ્યા છે. ટેકાના ભાવની ખરીદીમાં ખોટું કરનારાને અમે જેલ ભેગા કર્યા છે.
વીજળી પ્રતિયુનિટ રૂપિયા છ ના ભાવે વિતરીત થાય છે
ત્યારે, ખેડૂતોને અંદાજે ૬૦ પૈસા લેવામાં આવે છે. રાજ્ય સરકાર ખેડૂતોને વીજળી માટે રૂ. ૬,૦૦૦
કરોડની સબસિડી ચૂકવે છે. વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૯ના સમયગાળા દરમિયાન વર્ષે સરેરાશ
૧૨,૩૦૦ જેટલા વીજ જોડાણો આદિવાસી વિસ્તારમાં આપ્યા છે. આગામી વર્ષે રાજ્ય સરકારે રૂ ૨૮
કરોડના ખર્ચે ૧૭ હજારથી વધુ વીજજોડાણો આપ્યા છે.
સેવાસેતુ કાર્યક્રમથી ૪૭.૮ લાખ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. ૫૩ જેટલી આવશ્યક સેવાઓને આવરી લેતા આ કાર્યક્રમથી આવેલ
પ્રશ્નોમાંથી ૯૯ ટકા પ્રશ્નોનો ઉકેલ આવ્યો, ૧૫૩૦ જેટલા ગરીબ કલ્યાણ મેળા યોજ્યા છે અને
૧.૪૭ કરોડ લોકોને રૂપિયા ૨૬,૬૭૩ કરોડની સાધન સહાય કરી છે.
મા વાત્સલ્ય અને મા અમૃતમ સફળ યોજનાથી ૧૮ લાખ જરૂરિયાતમંદોને
લાભ આપવામાં આવ્યા છે. આ આરોગ્ય સેવા પાછળ ૨૭૫૮ કરોડનું બિલ આ સરકારે ચૂકવ્યું છે.
આવકની મર્યાદા બે લાખની મર્યાદા ચાર
લાખ કરી છે અને પાંચ લાખ સુધીની સહાય કરવામાં આવી રહી છે. આ યોજનાનો વ્યાપ જોતા આ વર્ષે
૧૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના
હેઠળ ૧૫૪ પ્રકારની બીમારીઓ માટે ૭૨ લાખથી વધુને સારવાર આપી ૮૧૮ કરોડથી વધુ રકમ
ચૂકવવામાં આવી છે.
૧૦૮ની અસરકારક સેવા હેઠળ
૩૫ લાખથી વધુ સગર્ભાઓની ડિલિવરી કરવામાં આવી છે એટલું જ નહીં ૧૩ લાખથી વધુના જીવ
બચાવવામાં આવ્યા છે ત્યારે, આ સેવાને વધુ અસરકારક બનાવવા રૂપિયા ૧૮ કરોડના ખર્ચે ૧૦૦
એમ્બ્યુલન્સ ખરીદવાની જોગવાઈ કરવામાં આવી છે.
બેટી બચાવો કાર્યક્રમ હેઠળ અસરકારક કામગીરી સાથે વ્હાલી દીકરી નવી યોજના આ
સંવેદનશીલ સરકારે અમલી બનાવી છે. જેમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૪,૦૦૦, નવમા
ધોરણમાં આવે ત્યારે બીજા ૬,૦૦૦ અને તે દીકરી ૧૮વર્ષની થાય ત્યારે એક લાખ આપવામાં આવશે. આ યોજનાથી સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવામાં મદદ થશે અને દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન પ્રસંગે મોટી રકમ મળશે.
રાજ્યના ૨૮ લાખ ખેડૂતોને આ પેટે રૂ.૧૭૩૧ કરોડ તેમના ખાતામાં સીધા જમા કરાવી દીધા છે.
સાથે સાથે આ માટે બે હેકટરની મર્યાદા હતી તે હવે દુર કરી દીધી છે. એટલે હવે તમામ ખેડૂતોને આ
યોજનાના લાભો મળતા થશે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવે ખરીદી કરી છે. જેમાં મગફળી, તુવેર, અડદ, ચણા જેવા પાકોમાં ૫,૪૦,૦૦૦ મે. ટન જણસોની ટેકાના ભાવે ખરીદી કરીને રૂપિયા ૨૭૧૦ કરોડ ખેડૂતોને ચૂકવી દીધા છે.
કિસાનોને સસ્તી અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડાશે. ખેડૂતોને વીજળી અમે માત્ર રૂપિયા ૬૦ પૈસે યુનિટેઆપીએ છીએ જે માટે દર
વર્ષે રાજ્ય સરકાર ૬,૦૦૦ કરોડની સબસીડી ભોગવે છે. આદિવાસી વિસ્તારમાં ૪૨ વર્ષમાં ૨૮,૩૧૭
વીજ કનેક્શનો આપ્યા હતા. ૨૦૦૧-૧૯ દરમિયાન ૨,૦૯,૦૦૦ કનેકશનો પુરા
પાડ્યા છે અને આ વર્ષે ૧૭,૩૦૦ નવા વીજ કનેક્શનો રૂપિયા ૨૮ કરોડના ખર્ચે પૂરા પાડવાનું અમારુ
આયોજન છે. તેમણે ઉમેર્યું કે, આદિવાસી વિસ્તારમાં અમારી સરકારે સૌથી વધુ સબ સ્ટેશનો કાર્યરત
કર્યા છે અને આગામી સમયમાં વધુ સબ સ્ટેશનો કાર્યરત કરવાનું આયોજન છે.
રાજકીય ભેદભાવ રાખતી નથી અમે માત્ર ને માત્ર વિકાસની રાજનીતિ જ કરીએ છીએ. અમારી સરકારે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં પીવાનું અને સિંચાઇનું પાણી આપવા બજેટમાં ખાસ જોગવાઈ કરીને સરકારની તિજોરી ખુલ્લી મૂકી દીધી છે.
ઉકાઈ, ઉચ્છલ સહિતના તાલુકાને સિંચાઈની સુવિધા માટે રૂપિયા ૯૬૨ કરોડ, ડેડીયાપાડા, ઉમરપાડા
સહિતના વિસ્તારોમાં સિંચાઈ યોજના માટે રૂપિયા ૭૨૦ કરોડ, નવસારી જિલ્લામાં સિંચાઈ યોજના માટે
રૂ. ૩૭૨ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં કુલ ૧૦૦૦ કરોડની જોગવાઈ સામે આ વર્ષે
રૂ. ૩૮૦ કરોડ ફાળવ્યા છે. પીવાના પાણી માટે ખેડબ્રહ્મામાં રૂપિયા ૧૩૬ કરોડ, ડાંગમાં ૬૯ ગામો માટે
રૂપિયા ૧૨૫ કરોડ તેમજ ગરુડેશ્વરમાં ૪૫ કરોડ ફાળવવામાં આવ્યા છે
નર્મદાના સાધુ બેટ ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિણામે આ વિસ્તારના સ્થાનિક યુવાનોને રોજગારી ઉપલબ્ધ થઈ રહી છે. આ
ઉપરાંત પ્રવાસન માટે શરૂ કરવામાં આવેલ નવીન જંગલ સફારીના કારણે સ્થાનિક યુવાનો રોજગારી
મેળવતા થયા છે. આ વિસ્તારના યુવાનોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે હેતુથી શરૂ કરાયેલી રાજ્યની
પ્રથમ બિરસા મૂંડા ટ્રાયબલ યુનિવર્સિટી માટે આ વર્ષે રૂ. ૧૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે