ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે જાહેર કર્યું 2020ની રજાઓનું લિસ્ટ, જાણો કઇ કઇ રજાઓ

અમદાવાદ,તા:૨૧ ગુજરાત સરકાર દ્વારા 2020ના વર્ષની સરકારી કચેરીઓ માટેની રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિન, પતેતી, મોહરમ અને દશેરાની રજા રવિવારે આવે છે. ફરજિયાત રજાની સંખ્યા 22 થાય છે. મરજિયાત રજાની સંખ્યા 46 દિવસ થાય છે. તેમાં 5 રજા રવિવારે આવે છે.

બેન્કોની 16 રજા આવે છે. જેમાં બીજા, ચોથા શનિવાર અને રવિવારે આવતી હોય તેવી રજાની સંખ્યા 7 થાય છે. બેન્કો, રાજ્યની પગાર અને હિસાબી કચેરી, તિજોરી-પેટા તિજોરી કચેરીઓ માટે 1, એપ્રિલ, બુધવારે ર્વાિષક હિસાબો માટે રજા રહેશે.

વર્ષ 2020ના વર્ષની જાહેર રજાઓ:
રજાનું નામ તારીખ વાર
મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરી મંગળવાર
મહાશિવરાત્રિ ૨૧ ફેબ્રુઆરી શુક્રવાર
ધૂળેટી ૧૦ માર્ચ મંગળવાર
ચેટીચાંદ ૨૫ માર્ચ બુધવાર
શ્રીરામ નવમી ૨ એપ્રિલ ગુરુવાર
મહાવીર જન્મ કલ્યાણ ૬ એપ્રિલ સોમવાર
ગુડ ફ્રાઈડે ૧૦ એપ્રિલ શુક્રવાર
ડો.બાબાસાહેબ આંબેડકર જયંતી ૧૪ એપ્રિલ મંગળવાર
ભગવાન પરશુરામ જયંતી ૨૫ એપ્રિલ શનિવાર
રમજાન ઈદ ૨૫ મે સોમવાર
બકરી ઈદ ૧ ઓગસ્ટ શનિવાર
રક્ષાબંધન ૩ ઓગસ્ટ સોમવાર
જન્માષ્ટમી ૧૨ ઓગસ્ટ બુધવાર
સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ શનિવાર
સંવત્સરી, ગણેશ ચતુર્થી ૨૨ ઓગસ્ટ શનિવાર
ગાંધી જયંતી ૨ ઓક્ટોબર શુક્રવાર
ઈદ-એ-મિલાદુન્નબી ૩૦ ઓક્ટોબર શુક્રવાર
સરદાર પટેલ જયંતી ૩૧ ઓક્ટોબર શનિવાર
દિવાળી ૧૪ નવેમ્બર શનિવાર
નૂતન વર્ષ ૧૬ નવેમ્બર સોમવાર
ગુરુનાનક જયંતી ૩૦ નવેમ્બર સોમવાર
નાતાલ ૨૫ ડિસેમ્બર શુક્રવાર