ગુટખા પર પ્રતિબંધ મૂકાતા ગુજરાતમાં ઈ સીગારેટ પિનારા વધ્યા

ગુજરાતમાં પાન મસાલા અને તમાકૂ પર પ્રતિબંધ મૂકાતા લોકોએ ઈ-સિગારેટનું સેવન અપનાવ્યું છે. તેથી સરકાર ઈ-સિગારેટ પર પણ પ્રતિબંધ લાવવાની તૈયારીમાં છે. ઈ-સિગારેટથી થનારા નુકસાનને ધ્યાનમાં લઈ ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટીવ વિભાગ વહેલી તકે રાજ્ય સરકારને તેના વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પણ બંધી લાવવાનો પ્રસ્તાવ મોકલશે. એકવાર રાજ્ય સરકારની સંમતિ મળ્યા બાદ રાજ્યભરમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ લાદવામાં આવશે. તે માટે વિધાનસભામાં કાયદો પસાર કરાશે.

ઔષધ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર, ઈ-સિગારેટ પર બંધી લાવવા લાંબા ગાળાથી વિચારણા થતી હતી. તે માટે તમાકુ પકવતાં ખેડૂતો અને સિગારેટના વેપારીઓ પણ દબાણ કરતાં હતા તે જેમ બને તેમ જલદી પ્રતિબંધ લાવવામાં આવે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તમામ રાજ્યોને ઈ-સિગારેટના વેચાણ તથા ખરીદી તેમજ સેવન પર પ્રતિબંધ લગાડવા સંબંધી એડવાઈઝરી જાહેર કરી હતી. જેને ગુજરાતની ભાજપ સરકારે અવગણીને લોકો સાથે ચેડા કર્યા હતા. ઈ -સિગારેટથી જોડાયેલ લૉબીને કારણે એમાં મોડું થયું છે.

ઈલેક્ટ્રોનિક માધ્યમે નિકોટીન ડિલિવર કરનારી ઈ-સિગારેટ, વેપ, ઈ-શિશા અને નિકોટીનયુક્ત હુક્કાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઊભી થાય છે. સ્વાસ્થ્ય ક્ષેત્રથી જોડાયેલાં લોકો પણ આવા પદાર્થોના પ્રતિબંધ માટે સતત લડત આપી રહ્યા છે.  ઈ-સિગારેટના સેવનથી ફેંફસાને સૌથી વધુ અને ખરાબ અસર થાય છે.