ગુમ મોબાઈલ ફોનમાં ભાજપના નેતાઓના વ્યભિચારના અનેક રાજ ખુલે છે

કચ્છની મીઠી ખારેક ખાનારાઓએ તેમના માથા બચાવવા ભાનુશાળીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર કરાવ્યા હોવાની શંકા છે. જયંતિ પોતે જ પોતાની અને નેતાઓની સેક્સ વિડિયો ઉતારતો હતો. તે વિડિયોના અનેક રહસ્ય સાથે ફોન ગુમ છે. એક ફોન અનેક નેતાઓની રાજકીય કારકિર્દી ખતમ કરી શકે તેમ છે.

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા મનીષા અને ભાઉને સીઆઇડી ક્રાઈમની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસસાઈટી) દ્વારા 8 નવેમ્બર 2019ના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ભચાઉ કૉર્ટ સમક્ષ પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં હત્યાકાંડની સાજીસથી માંડીને તેમાં કોણ-કેવી રીતે સામેલ છે તેની તપાસ કરવા ઉપરાંત ભાનુશાળીનો મોબાઈલ હજુ સુધી ન મળ્યો હોવાનું જણાવ્યું હતું. પણ પોલીસ એક ફોનની વિગતો મેળવી શકી નથી તે કોઈ માની શકે તેમ નથી.

પોલીસ તપાસમાં મોબાઈલ ન મળ્યો

એસસાઈટીનાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર એવા ડીવાયએસપી પી.પી.પીરોજીયા દ્વારા ભચાઉની કોર્ટમાં રજૂ કરીને સમગ્ર હત્યાકાંડમાં મનીષા ઉપરાંત ભાઉ તથા અગાઉ પકડાઈ ગયેલા નિખિલ થોરાટ, છબીલ પટેલ તથા પડદા પાછળનાં આરોપી એવા જયંતિ ઠક્કર ડુમરાની ભૂમિકા તપાસવાની દલીલ કરી હતી.  ખાસ કરીને હત્યા બાદ શાર્પ શૂટર જમ્મુ કટરા ખાતે એકઠા થયા હતા અને તે દરમિયાન ભાનુશાળીનો મર્ડર બાદ ગાયબ થયેલો મોબાઈલ ફોન આપ્યો હોવાની શક્યતા હોવાને કારણે પણ પૂછપરછ કરવી જરૂરી હોવાની ખાસ દલીલ કરી હતી.

સાપુતારાથી ફોન ગુમ

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાના ગુનામાં સંડોવાયેલા બે શાર્પ શુટરને એસઆઇટીની ટીમે સાપુતારાના સરકારી ગેસ્ટ હાઉસ પાસેથી ઝડપી લીધા ત્યારથી ફોન ગુમ છે. હત્યા બાદ ૪૦ દિવસે એસઆઇટીની ટીમને બે શાર્પ સુટરને ઝડપી લેવામાં આવ્યા ત્યારે બંને શાર્પ શુટર સામે પૂર્ણેમાં લૂંટ, ખૂન, ખૂનની કોશિષ અને ચોરી સહિતના અનેક ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. તેઓ મોબાઈલ લઈ ગયા છે કે પછી કોઈક દ્વારા ગુમ કરી દેવામાં આવ્યો છે.

ભાજપના એ 22 નેતાઓ કોણ

ભાનુશાળાની હત્યા ભાજપના નેતાઓની સેક્સ સીડી કાંડ અને આંતરિક ડખાના લીધે નિશાન બાજો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જયંતી ભાનુશાળીનો એક ગુમ મોબાઈલ પણ હત્યારાઓ લઈ ગયા હતા. એસી કોચમાં 17 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. પોલીસે જે રીતે રિમાન્ડની માનગણીમાં જયંતિ ભાનુશાળીનાં ફોનનો ઉલ્લેખ કર્યો છે તેને જોતા સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે, ભાનુશાળીના મોબાઈલમાં ભાજપનાં 22 દિગ્ગજ નેતાઓની કલીપ હોવાને કારણે હત્યાકાંડમાં મોબાઈલ જ મહત્વપૂર્ણ છે. કોર્ટે પોલીસની માંગણી સામે સુજીત દેવસિંગ પરદેશી ઉર્ફે ભાઉ તથા મનીષા ગોસ્વામીનાં ૧૨ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા. નેતાઓ કોણ છે તે ભાજપના કાર્યકરો જાણે છે. તેમની રહસ્ય બહાર આવે તો દિલ્હી હચમચી જાય તેમ છે. સૂત્રોનું માનીએ તો જયંતિ ભાનુશાલી પાસે ભાજપનાં દિગ્ગજ કહી શકાય તેવા ૨૨ નેતાઓની વિડિઓ કલીપ હતી. જે તેમનાં મોબાઈલમાં તેઓ સતત તેમની સાથે રાખતા હતા. આશ્ચર્યજનક રીતે જયારે ભાનુશાળીનું ચાલુ ટ્રેનમાં ખુન કરવામાં આવ્યું ત્યારથી તેમનો મોબાઈલ ગુમ છે. જેને પોલીસ હજુ સુધી શોધી શકી નથી. આમ સમગ્ર મામલામાં મોબાઈલ એક મહત્વપૂર્ણ કડી હોવાનું પોલીસની દલીલ ઉપરથી સમજી શકાય તેવું છે.

આરોપનામામાં મોબાઈલ ફોનની નક્કર વાત નહીં

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં પકડાયેલા ભાજપના નેતા છબીલ પટેલ સહિત 6 આરોપીઓ સામે ખાસ તપાસ ટૂકડીએ 1400 પાનાના આરોપનામામાં મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશીને ભાગેડુ જાહેર કર્યા હતા પણ ભાનુશાળાના મોબાઈલમાં ભાજપના નેતાઓની સેક્સ વિડિયો હતી તે પોર્ન ફિલ્મ જેવી હતી તે અંગે શું થયું તે અંગે કોઈ નક્કર માહિતી આપવામાં આવી નથી.

હત્યાની દહેશત હતી

હત્યા સમયે ગુમ થયેલા જયંતી ભાનુશાળીના મોબાઇલમાં રાજયના અનેક રાજકીય નેતાઓના ખરડાયેલા ચારિત્ર્ય અંગેના વીડિયો ક્લિપ સાથેના પુરાવા અને મહત્વના ડેટા પણ ગુમ થયા છે. મોબાઇલમાંથી ડેટા ગુમ કરાયાની ચર્ચાએ ચકચાર જગાડી છે. જયંતી ભાનુશાળીએ હત્યા પૂર્વે રાજયના પોલીસ વડાને પોતાની હત્યા અંગે દહેશત વ્યક્ત કરી હતી ત્યારે પણ કેટલાક વીડિયો ક્લિપ રજૂ કરાયાની ચર્ચા છે. બીજી તરફ સુરત પોલીસમાં જયંતી ભાનુશાળી સામે સેકસ કાંડની ફરિયાદ નોંધાયા બાદ કચ્છ ભાજપના છબીલ પટેલે સમગ્ર પ્રકરણનો મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું હતું તે રીતે છબીલ પટેલ સામે પણ દિલ્હીના દ્વારકા પોલીસ મથકમાં સેંકસકાંડ અંગે ફરિયાદ થતા બંને એક બીજાના દુશ્મન બન્યા હતા.

મોબાઈલમાં મનીષા ખલનાયીકા

મનિષા નામની વિવાદાસ્પદ યુવતીનું ચારિત્ર્ય પણ ખરડાયેલું છે. મનિષા ભાજપના બંને રાજકીય નેતાનો હાથો બની જયંતી ભાનુશાળી અને છબીલ પટેલના ચારિત્ર્ય બહાર પાડ્યા હતા. જયંતી ભાનુશાળીનો મોબાઇલ મળી આવે તો અનેક આઇપીએસ અધિકારી અને રાજકીય નેતાઓના ચારિત્ર્યનો પર્દાફાસ થાય તેમ હોવાથી જ રાજયના એક આઇપીએસ અધિકારીએ ઝડપાયેલા શાર્પ શુટર પાસેથી મોબાઇલ મેળવી સેકસ રેકેટ અંગેની કેટલાક વીડિયો ક્લિપ ડીલીટ કર્યા બાદ મોબાઇલ ગુમ હોવાનું જાહેર કર્યું હોવાનું સૂત્રો માની રહ્યાં છે. શાર્પ શુટરને પુણે પોલીસે પકડેલાં ત્યારે બંને પાસેથી કબ્જે થયેલી અને કબૂલ કરેલી વિગતો સાથે રાજકીય આકાના ઇશારે ચેડા થઇ રહ્યા હોવાથી હત્યા પાછળ રહેલું સત્ય બહાર આવે તેમ ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

તોરણ હોટેલ સુધી ફોન હતો ?

શાર્પ શુટરો સાપુતારાના તોરણ સરકારી ગેસ્ટ હાઉસમાંથી ઝડપાયાનું જાહેર કરાયું છે. તેઓ સરકારી ગેસ્ટ હાઉસમાં કોની મદદથી રહેતા હતા હાલ સરકારી ગેસ્ટ હાઉસની સમગ્ર પ્રોસિઝર ઓન લાઇન થઇ ગઇ છે અને કોઇના નામે રહી શકાય તેમ હોવા છતાં તેઓ કંઇ રીતે સરકારી ગેસ્ટ હાઉસનો ઉપયોગ કરતા હતા તે અંગે ઉંડી તપાસ થાય તો પણ કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. શું મોબાઈલ ફોન અહીં સુધી હતો અને પછી તે કોને આપવામાં આવ્યો તે પોલીસને હજુ સુધી જાણવા મળ્યું નથી.

એ 10 દિવસમાં શું થયું

બે શાર્પશૂટરો પકડાયા તેમની પાસેથી જયંતિ ભાનુશાળીનો મોબાઈલ ફોન મેળવી લીધા બાદ તેમની ધરપકડ 10 દિવસ પછી બતાવી હોવાનું માનવામાં આવે છે. કારણ કે મોબાઈલ ફોનમાં ગુજરાત ભાજપના અનેક જાણીતા નેતાઓની સેક્સ લીલાના વીડિયો ભાનુશાળી પાસે હતા. તે સગેવગે કરી દેવાયા હતા. ભાજપના નેતાઓના સેક્સ વીડિયો કોની પાસે છે તે કાયમ માટે રહસ્ય રહેશે કે જાહેર થશે ?  જો જાહેર થશે તો તેમાં ભાજપના અનેક નેતાઓની રાજકીય કારકીર્દી  ખતમ થઈ જશે. કચ્છમાં ભાજપના નેતાઓના સામૂહિક બળાત્કાર કેસ બાદ હવે ભાનુશાળીની પાસે રહેલી સેક્સ સીડીનું મોટું પ્રકરણ બહાર આવ્યું હતું.

હત્યારાઓ મોબાઈલ જ કેમ લઈ ગયા ?

હત્યારાઓ ગોળી માર્યા પછી ભાનુશાળીનો એક મોબાઈલ લઈ ગયા હતા. ત્યારે હત્યારાઓ જયંતી ભાનુશાળીનો મોબાઈલ કેમ લઈ ગયા તે પોલીસ માટે મોટો સવાલ છે. મોબાઈલમાં એવું તો શું હતું જેને કારણે તેઓ મોબાઈલ લઈને નીકળ્યા હતા. પોલીસે ગુમ મોબાઈલની તપાસ શરૂ કરી છે. ત્યારે મોબાઈલમાં શું હતું તેને લઈને પણ તપાસ તેજ કરી દીધી છે. ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસના જોઈન્ટ ઓપરેશનને કારણે ઉકેલાઈ ગયો પણ ટોચના સુત્રોની જાણકારી પ્રમાણે ભાનુશાળીના મોબાઈલ ફોનમાં રહેલા કેટલાંક વીડિયો જ તેમના મોતનું કારણ બન્યા હતા. પોલીસને આ વીડિયો પણ હાથ લાગ્યા હોવાનું માનવામાં આવે છે. જો કે વીડિયોમાં ખુદ ભાનુશાળી સહિત અનેક મોટા માથાના વીડિયો પણ છે.

એક ફોન રહી ગયો, બીજો લઈ ગયા

હત્યારા માની રહ્યા હતા કે ભાનુશાળી પાસે એક જ ફોન છે, પરંતુ હત્યા બાદ રેલવે કોચમાં પહોંચેલી પોલીસને જયંતિ ભાનુશાળીનો એક ફોન તેમની પાસેથી મળી આવ્યો હતો, જે ફોનમાં રહેલી તમામ વિગતો અને વીડિયો પોલીસે સંખ્યાબંધ વખત જોયા હતા. પોલીસ  જે વીડિયો જોયા તેના ઉપરથી અંદાજ આવી ગયો હતો કે ભાનુશાળીના મોતનું કારણ આ વીડિયો જ બન્યા છે.

ફોનમાં પોતાના પણ વિડિયો હતા

જયંતિ ભાનુશાળીના મોબાઈલ ફોનમાં જે વીડિયો હતા તેમાં અનેક  વીડિયો તેમના પોતાના પણ હતા. વીડિયોનાઅ અભ્યાસ પછી પોલીસ એવા તારણ ઉપર આવી હતી કે ભાનુશાળી જેની સાથે પણ સંબંધ રાખે તેના પોતાના વીડિયો પણ પોતાના ફોન ઉપર જાતે જ રેકોર્ડ કરતા હતા. કેટલાંક વીડિયોમાં મનિષા પણ જોવા મળે છે. આ ઉપરાંત કેટલાંક મોટા લોકો અને મનિષાનો વીડિયો પણ પોલીસને જોવા મળ્યો છે. હજી સુધી પોલીસ સ્પષ્ટ કરી શકી નથી કે ખાસ કરી ક્યો વીડિયો મનીષા  નુકસાન પહોંચાડી શકે તેમ હતો જેના કારણે ભાનુશાળીની હત્યા કરવામાં આવી અને હત્યારા પુરાવાના નાશ માટે  એક ફોન પોતાની સાથે લઈ ગયા હતા. ભાનુશાળીના તે ફોનમાંથી બીજા રહસ્યો પણ નિકળે તેમ છે.

ભત્રીજાની નેતાઓની સેક્સ સીડીની ફરિયાદ

ભત્રીજા સુનિલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, કચ્છના અબડાસાના ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી પાસે અનેક મોટા માથાની અશ્લિલ વિડીયો સીડી હતી. છબીલદાસ પટેલ, તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી સહિત છથી સાત જણાએ  ભેગા મળીને જયંતિ ભાનુશાળીની કોઈ અજાણી સ્ત્રી સાથે કઢંગી હાલતમાં વિડીયો સિડી ઉતારી હતી. જેને આધારે ભાનુશાળીને બ્લેકમેઈલ કરતા હોવાનું તેમના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ હત્યા બાદ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું. જયંતિ ભાનુશાળી પાસે પણ મોટા માથાઓની અનેક સીડી હોવાથી તે ગમે ત્યારે આ સીડી વાયરલ કરી દેશે એવો ફફડાટ મોટા માથાઓને હતો. આથી જયંતિ ભાનુશાળી મોઢુ ખોલે તે પહેલા જ તમને હંમેશને માટે શાંત કરી દેવાયા હતા.

સેક્સના વિડિયોમાં ભત્રિજાની બીજી ફરિયાદ

ભાનુશાળીએ અગાઉ પણ અમદાવાદ નજીક એક યુવતી સાથે સેક્સ કરતાં પહેલાં વિડિયો ઉતાર્યા હતા. ભત્રીજા સુનિલ ભાનુશાળી એ ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે મનીષા ગોસ્વામી તથા અન્ય લોકોએ મળીને તેમની અને તેમના કાકાની કોઈ અજાણી સ્ત્રી સાથે કઢંગી હાલતમાં વિડીયો સિડી તૈયાર કરાવીને બેલ્કમેઈલ કરતા હોવાનું જણાવ્યું હતું.

ભાનુશાળીની સેક્સ વિડિયો વાયરલ

સુરતની યુવતીએ બળાત્કારની ફરિયાદ કર્યા બાદ પોલીસે જયંતિ ભાનુશલી સામે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન હાલમાં સોશિયલ મીડિયામાં જયંતિ ભાનુશાળીની એક કથિત સેક્સ ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. વીડિયો અમદાવાદની એક હોટલમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

સેક્સ સીડી બતાવી 10 કરોડ માંગ્યા

મનીષાએ તેના સગાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાનું કહીને સુનિલને હોસ્પિટલ સામેના કચ્છી ભવનમાં બોલાવ્યો હતો. જ્યાં મનીષાએ તેની પર સ્પ્રે છાંટતા સુનિલ બેભાન જેવો થઈ ગયો હતો. તે ભાનમાં આવ્યો ત્યારે રૂમમાં કોઈ હાજર ન હતું. બીજીતરફ ફેબ્રુઆરીમાં ૨૦૧૮માં નરોડામાં મનીષાએ મોબાઈલમાં સુનિલને તેનું અજાણી છોકરી સાથે કઢંગી અને નિર્વસ્ત્ર હાલતમાં વિડીયો રેકોર્ડિંગ બતાવ્યું હતું. જેને આધારે મનીષાએ ૧૦ કરોડની માંગણી કરીને પૈસા નહી આપે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ગભરાયેલા સુનિલે તેના કાકા જ્યંતિ ભાનુશાળીને વાત કરી હતી. આથી ભાનુશાળી ૧૯ માર્ચ ૨૦૧૮નાં રોજ મનીષાને રૂબરૂ મળ્યા હતા. જ્યાં મનીષાએ સુનિલની અશ્લિલ વિડીયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપીને તે બતાવીને રૂ.૧૦ કરોડ માંગ્યા હતા. ટોકન પેટે મનીષાને જ્યંતિ ભાનુશાળીએ રૂ.25 લાખની રકમ ચૂકવી હતી. પછી અમદાવાદમાં એસ.જી. હાઈવે પર મનીષાએ જ્યંતિ ભાનુશાળી સાથે બેઠક કરી હતી. ભાનુશાળીએ રકમ ઓછી કરી સમાધાનની વાત કરી હતી. મનીષા કોઈ વાત માનવા તૈયાર ન હતી. આથી ભાનુશાળી તમારે જે કરવું હોય તે કરો એમ કહ્યું હતું. મનીષાએ અવારનવાર ફોન પર ઉઘરાણી કરીને જ્યંતિભાઈની કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી. આ અંગે મનીષા તથા તેના પતિ સહિત ચાર જણા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

છબીલ પટેલે બધી વિડિયો માંગી

મનીષાએ જ્યંતિ ભાનુશાળીને પૈસા નહી આપો તો તમારી કારકિર્દી ખતમ કરી નાંખશે એવી ધમકી આપી હતી. ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે સમાધાનની બેઠક થઈ, જેમાં ભાનુશાળીએ તમામ શરતો માની લીધી હતી. જો કે એક શરત એવી પણ હતી કે ભાનુશાળી પાસે જેટલા નેતાઓની વિડીયો ક્લિપ છે તે બધી છબીલ પટેલને આપી દેવી પડે તેમ હતી.

વાપીની એક યુવતીની ફરિયાદ

સુરતની યુવતીએ કરેલી ફરિયાદ પૂર્વે વાપીની એક યુવતીએ નખત્રાણા પોલીસ મથકમાં 15 એપ્રિલ 2018ના જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા અરજી આપી હતી. પાર્ટીમાં હોદ્દા આપવાની લાલચ આપીને તેણે દુષ્કર્મ આચર્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો.

અમદાવાદના રિસોર્ટમાં શું થયું

કચ્છના નલિયા દુષ્કર્મ કાંડને પણ આંબી જાય તેવા અબડાસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ રહી ચુકેલા જયંતિ ભાનુશાળી દ્વારા યુવતીઓ પર આચરાયેલા સેક્સ કૌભાંડની તબક્કાવાર વિગતો બહાર આવી હતી. જેનાથી સમગ્ર ભારતમાં ભાજપને બદનામી મળી હતી. વાપીની યુવતીએ નખત્રાણા પોલીસ મથકમાં જયંતી ભાનુશાલી વિરૂદ્ધ આપેલી લેખિત ફરિયાદ મુજબ 2008માં તેનો જયંતિ સાથે તેનો સંપર્ક થયો હતો અને એક વર્ષ બાદ જયંતિએ ફોન કરી ભાજપ પક્ષમાં સારો હોદ્દો આપવાની લાલચ આપી યુવતીને વાપીથી ભુજ બોલાવી હતી. અને પોતાના ભુજ સ્થિત પ્રમુખ સ્વામીનગરમાં આવેલા મકાનમાં બોલાવી હતી. ત્યાર બાદ જયંતીએ યુવતીના બે હાથ પલંગ સાથે બાંધીને બળજબરી દુષ્કર્મ ગુજાર્યો હતો. ભાનમાં આવતાં જ યુવતીએ જયંતીને પેટ પર લાત મારીને ફગાવી દીધો હતો. યુવતીની ક્લિપ ઉતારી વેબસાઇટ પર અપલોડ કરવાની ધમકી આપી તેમજ તારા પરિવારને મરાવી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમિયાન એક માસ બાદ ફરી ધમકી આપી અમદાવાદ તેમજ ભુજના ભાગોળે આવેલા એક રિસોર્ટમાં બોલાવીને અવાર નવાર જયંતી દુષ્કર્મ ગુજારતો હતો. વિડિયો ઉતારતો હતો.

વિડિયો કોલ કરી નગ્ન કરાવતો

ભાજપના માજી એમએલએ અને ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે સુરત સરથાણા પોલીસે બળાત્કાર 21 વર્ષની પિડીતાએ પોલીસ સમક્ષ 4 કલાકનું નિવેદન આપ્યું તે ચોંકાવનારુ હતું અને જયંતિ ભાનુશાળી કેટલો વાસના લોલુપ હતો તે વાત ફરિયાદમાં કહેવામાં આવી હતી. યુવતિએ કરેલી એફઆઇઆરમાં કહ્યું હતું કે જયંતિએ ધમકી આપી તેને 5થી 6 વખત વિડીયો કોલ કરીને નગ્ન થવાનું કહેતા યુવતીએ નગ્ન થઈને વાત કરવી પડતી હતી. જેનું તે રેકોર્ડીંગ કરતો હતો. એડમિશનની લાલચ આપીને જયંતિએ બે વખત બળાત્કાર ગુજાર્યો હોવાનું એફઆઇઆરમાં જણાવાયું હતું. ભાજપના માજી એમએલએ જયંતિએ યુવતીને અમદાવાદમાં એડમિશન અપાવી દેશે એવું જણાવી અમદાવાદ બોલાવી ગાંધીનગર જવાનું કહીને રસ્તામાં જયંતિએ યુવતીની છાતી દબાવવાનું શરૂ કર્યું હતું. જયંતિ પાસે બંદુક અને ચપ્પુ હોવાને  કારણે ધમકી આપી યુવતી સાથે કારમાં જ બળાત્કાર કર્યો હતો. બહાર ઉભેલા માણસોએ આખી ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. તે પછી જયંતિ વારંવાર વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની ધમકી આપતો. બીજી વખતે દિલ્હી જવાનું છે એરપોર્ટ પર આવી જા એવું કહીને જયંતિએ યુવતીને હોટલ ઉમેદમાં બોલાવી હતી અને ત્યાં પણ બળાત્કાર  કર્યો હતો. જયંતિ ભાનુશાળી પરપુરષો સાથે શરીર સંબધ બાંધવા માટે દબાણ કરી ધમકીઓ આપતો હતો. જેની તે વિડિયો ઉતારતો હતો. જે તેના મોબાઈલમમાં રાખતો હતો. જે હત્યા બાદ ગુમ છે.

પેનડ્રાઈવમાં વિડિયો

સુરતની પીડિતાએ જયંતિ ભાનુસાળી પર આરોપો લગાવતાં કહ્યું હતું કે, મારી પાસે બળજબરીપૂર્વક લખાવી લેવામાં આવ્યું હતું કે હું જયંતી ભાનુશાળીને ઓળખતી નથી. ઉમેદ હોટલમાં મને બોલાવવામાં આવી હતી. ત્યાં મને એક પેનડ્રાઇવ આપવામાં આવી હતી. ત્યાર બાદ મને કહેવામાં આવ્યું હતું કે, પેન ડ્રાઇવ જોઈ લે, પછી તને ખબર પડી જશે કે તારે સાઇન કરવી કે ન કરવી. ત્યારે મેં દબાણમાં આવીને સાઇન કરી હતી.

જયંતી ભાનુશાળીએ મોબાઇલની સાથે પોતાના લેપટોપમાં પણ આવા પુરાવા રાખતા હોવાથી તેના લેપટોપ સહિતની અંગત બાબતોની તપાસ થાય તો કેટલાક રાજકીય નેતાઓના પગ તળે રેલો આવે તેમ છે.