ભાગ – 3
ખેડામાં સામંત શાહી ઊભી કરી છે. ભાજપમાં પોતાના ખાસ એવા પંકજ દેસાઈને મોકલીને અને બીજી કેટલાંક બાબતે મેચ ફીકીસીંગ તેઓ કરે છે. દેવુંસિંહ ભાજપના ઉમેદવાર છે અને બિમલ ભાજપથી આવેલા છે. આમ ખેડામાં ભાજપના જ ઉમેદવારો એક બીજા સામે લડી રહ્યાં છે. ખેડા કોંગ્રેસ હવે કોંગ્રેસ રહી નથી. બિન કોંગ્રેસના લોકોનો મેળો થઈ ગયો છે. દિનશાના રાજકારણથી ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાએ ખેડામાં રાજકારણ રમવાનું બંધ કરી દઈને દિનશાને તે સાચવી લે છે અને દિનશે પોતે ભરતસિંહને સાચવી લે છે. અલસ કોંગ્રેસના નેતા ધિરેન દેસાઈને હવે આ નેતાઓ યાદ પણ નથી. ખેડાએ લોકનાયક સરદાર પટેલ, ભાઈકાકા, ઈંદુચાચા, ડો.કુરીયન, ત્રિભોવન પટે અને માધવસિંહ મુખ્ય પ્રધાન આપ્યા છે. વિદેશ પ્રધાન અને નાણાં પ્રધાન એચ એમ પટેલ આપ્યા છે. જ્યાં હવે દિનશા પટેલ પોતાની પેઢી ચલાવે છે.
દેવુસિંહ ખરેધર દેવું છે
દેવુસિંહ પોતે જ્યારે પહેલી ચૂંટણી લડેલા ત્યારે તેમની પાસે રૂ.190 હતા અને ઠાકોરની વચ્ચે જઈને પોતાની પાઘડી ઉતારીને મત માંગ્યા અને ચૂંટાઈ ગયા. સનત મહેતાએ દેવુસિંહને મદદ કરી હતી. ધીરુભાઈ ચાવડાને દેવુંસિંહે હરાવ્યા પછી તેમણે પાછું વાળીને જોયું નથી. પણ પછી અહીં વર્ષે રૂ.10 હજાર કરોડના દારુના કટીંગનો ધંધો માતરમાં અને આસપાસ થાય છે, તેને તેઓ અટકાવી શક્યા નથી. દારૂની ભાગીદારીથી રૂ.2200 કરોડની સંપત્તિ એકઠી કરનારા કેટલાંક રાજનેતાઓને લોકો હવે સારી રીતે જાણે છે જે પોતાને બધાથી બુદ્ધીશાળી માને છે. જોકે નડિયાદની બિલોદરા જેલમાં એન્કાઉન્ટર કેસના આઈપીએસ અધિકારીઓ આવીને ગયા હતા. દારૂનો ધંધો કરવો હોય તો તે આ જેલની આસપાસથી નક્કી થાય છે. શું ભાજપના સાસંદ જાણતા નથી આ બધું. જો જાણે છે તો શા માટે અટકાવતાં નથી તે પ્રજા જાણે છે. તેઓ પ્રજાની સારી કામગીરી થાય તે માટે ક્યારેય રસ લેતા નથી. પણ સરપંચોને કેમ પરેશાન કરવા તે દેવુસિંહ સારી રીતે કામ કરી શકે છે. પ્રજાની વચ્ચે જવાનું દેવુસિંહ ટાળે છે. પણ ઠાકોર સમાજ આ વખતે સારી રીતે જાણી ગયો છે. ઠાકોર સમાજમાં ભારે બેકારી છે.
નોકરી માટે ટ્રેન ચિકાર પણ ખેડામાં ક્યાંય નોકરી નહીં
નડિયાદથી સવારે 3.30થી 8 વાગ્યા સુધીની જેટલી પણ ટ્રેન નિકળે છે તે બધી નડિયાદથી બહાર ગામ અપડાઉન કરનારાઓથી ભરેલી હોય છે. કારણ એટલું કે અહીં સરસ્વતી ચંદ્રની રચના ભલે થઈ હોય પણ લોકોને રોજગારી આપવા માટે દેવુસિંહે ક્યારેય રસ લીધો નથી. અહીં 22 વર્ષથી એક પણ ઉદ્યોગ નવો આવ્યો નથી. કોંગ્રેસે જે જીઆઈડીસી બનાવી હતી તે ચાલે છે. બહાર નોકરી કરવા જતાં લોકોના કારણે નડિયાદ આખું ખાલી થઈ જાય છે.