છેલ્લા 10દિવસમાં કપાસના ફૂલોમાં રોઝેટેડ ફૂલ દેખાવા લાગ્યા છે. તેને તુરંત તોડીને બાળી મૂકો. નહીંતર ખતરનાક એવી ગુલાબી ઈટળની એ ત્રીજી પેઢી ગુજરાતના કપાસના ખેતરોમાં આવી ગઈ છે. જો તે ફેલાઈ જશે તો કસાપના ખેતરો સાફ કરી નાંખે એવી તાકાત ધરાવે છે.
ગુલાબી ઈયળ આવી તે પહેલા લીલી ઈયળ, લશ્કરી ઈયળ, થ્રીપ્સ, કથીરી, કપાસનું લાલ થઇ જવું.માટે સાચી દવાઓ, ફૂગનાશકો, ખાતરો વાપરીને વિજય મેળવેલો જ છે. ગુલાબીથી ડરી જવાની જરૂર નથી. અવલોકન કરવાની જરૂર છે. આજેજ ખેતરમાં આંટો મારો, જો ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢીના ફૂદા વાંકાનેર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ફેરોમોન ટ્રેપ ગોઠવી વાડી વિસ્તારમાં ફુલ અને ફુદ્દાને ખેડૂતો જોવા લાગ્યા છે.
ફોરમેન ટ્રેપ ગોઠવવાનું શરૂં કર્યું
ગુલાબી ઈયળ નીયંત્રણ માટે અત્યારે ગુલાબી ઈયળની લ્યુર વાળા વીઘે ૪ ફેરોમોન ટ્રેપ મુકો, ફેરોમોન ટ્રેપમાં ભૂખરા રંગના નાનકડા ઝાલરવાળી પાંખોવાળા ફૂદા પકડાતા રહે ત્યાં સુધી દર અઠવાડિયે સારી કંપનીની દવા છાંટવાનું શરુંકર્યું છે.
ફૂદાના નિયંત્રણ માટે વાડીએ લાઈટ ટ્રેપ ( પીળા બલ્બ)ની નીચે કેરોસીન અથવા ડીડીવીપી ના દ્રાવણ વાળું પહોળું વાસણ પણ રાખીને નિયંત્રણ કરવાનું વિજ્ઞાનીઓએ કહ્યું છે.
આ ઉપરાંત પીળા કલરના પ્લાસ્ટિક ઉપર ગમ લગાડેલું સ્ટીકી ટ્રેપ જે બજારમાં ક્રોપ ગાર્ડના નામે મળે છે તેનો પણ ઉપયોગ કરીને સૂચિયા અને ફૂદ્દાને પીળા પતાકડાના ગુંદર ઉપર ચોટી જાય છે.
૧. પહેલો છંટકાવ : એમાંમેક્ટીન + ડીડીવીપી
૨. બીજો છંટકાવ : લેમડાસાયલોથ્રીન + ડીડીવીપી
૩.ત્રીજો છંટકાવ : ડેલ્ટામેથ્રીન +ડીડીવીપી
૧. મોજણી અને નિગાહ માટે હેકટરે ૫ (પાંચ) ની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળનાં નર ફૂદાંને આકર્ષતા લ્યુર સાથેનાં ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ફૂંદા ટ્રેપમાં પકડાવવાની શરુઆત થાય એટલે આવા ટ્રેપ ૪૦ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી.
૨. કપાસનાં ખેતરમાં ફૂલ-ભમરી બેસવાની શરૂઆત થાય ત્યારથી દર અઠવાડિયે છૂટા છવાયાં ૨૦ છોડ પરથી ફૂલ-ભમરી-જીંડવાની ગણતરી કરવી અને તેમાંથી જો ૧૦૦ ફૂલ-ભમરી-જીંડવામાંથી પાંચ ફૂલ-ભમરી-જીંડવામાં ગુલાબી ઈયળનું નુકસાન જણાય અથવા મોજણી અને નિગાહ માટે મૂંકેલ ટ્રેપ દિઠ ૮ (આઠ) ફૂદા પકડાય તો નીચે દર્શાવેલ કીટનાશક પૈકી કોઈ એકનો છંટકાવ કરવો.
૩. કીટનાશકોનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઈ ગયેલ ફૂલ/ભમરી તોડી લઈ ઈયળ સહીત નાશ કરવો.
૪. પ્રોફેનોફોસ ૫૦ ઈસી ૨૦ મિલિ અથવા અથવા ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ૩૬% ઇસી ૧૦ મિલિ અથવા સાયપરમેથ્રિન ૧૦ ઈસી ૧૦ મિલિ અથવા સાયપરમેથ્રિન ૨૫ ઈસી ૪ મિલિ અથવા ડેલટામેથ્રિન ૧૬% + આલ્ફા-સાયપરમેથ્રિન ૧% ઈસી ૧૦ મિલિ અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રિન ૫% ઈસી ૧૦ મિલિ કીટનાશકને ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી પાકની અવસ્થા પ્રમાણે જરૂરી દ્રાવણનો છંટકાવ કરવો.
ઈયળથી કપાસ થયો સાફ: મહારાષ્ટ્રમાં વળતર પણ ગુજરાત સરકારે વળતર ન આપ્યું
ગુજરાતનાં છેલ્લાં પાંચ વર્ષથી ગુલાબી ઈયળનો રોગ ફેલાવાના કારણે કપાસમાં અબજો રૂપિયા ખેડૂતો ગુમાવી ચૂક્યા છે. જે એક કુદરતી આફત ગણીને તેમાં ખેડૂતોને વીમાનું અને સરકારની આર્થિક મદદ કુદરતી આફત ભંડોળ હેઠળ આપી શકાય તેમ હોવા છતાં ગુજરાતની ત્રણ સરકારોએ ખેડૂતોને એક રૂપિયો સહાય આપી નથી. તેની સામે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને ગુલાબી ઈયળના કારણે કપાસને થયેલા નુકસાન માટે 33 ટકા કપાસને વળતર આપવા માટે ભલામણ કરી છે. બિયારણ બનાવતી કંપની પાસેથી તેનું વળતર આપવાનું થાય છે. ગુલાબી ઈયળ અંગે મહારાષ્ટના પાંચ જિલ્લાઓનાં ખેતીવાડી અધિકારીઓ પાસેથી અહેવાલ મંગાવ્યો છે. જેમાં કૂલ રૂ.817 કરોડની મદદ ખેડૂતોને મળવી જોઈએ એવી માંગણી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 10 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું અને જેમાં 30 ટકા કપાસ સાફ થઈ ગયો હતો.
ગુજરાતમાં 2016-17માં 23 લાખ હેક્ટર કપાસનું વાવેતર થયું હતું. જેમાં ગુલાબી ઈયળ આવવાના કારણે 40 ટકા જેવું ભારે નુકસાન થયું હતું. તેમ છતાં ગુજરાતની ભાજપ સરકારે તે અંગે ન તો કોઈ અહેવાલ મંગાવ્યો હતો કે ન તો કોઈ સહાય ખેડૂતોને કરી ન હતી. તેથી કપાસ વકવતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા અને ભાજપ સરકાર સામે મતદાન કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભાજપને સાફ કરી નાંખી હતી. 20 લાખ ગાંસડી કપાસ ગુમાવવો પડ્યો હોવાનો અંદાજ ખેડૂત સંગઠનો મૂકી રહ્યાં છે.
26.50 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર ગયા ચોમાસામાં 2017-18 માટે થયું હતું જેમાં 73.60 લાખ ગાંસડીનું ઉત્પાદન થવાની ધારણા છે. હેક્ટરે 525 કિલો કપાસનું ઉત્પાદન થવાની ધારણા વ્યક્ત કરવામાં આવે છે. જેમાં ગુલાબી ઈયળના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું હતું.
આમ ખેડૂતો વિરોધી વલણ ભાજપની છેલ્લી ચાર સરકારનો સાડા ત્રણ વર્ષમાં જોવા મળ્યું છે. આ વર્ષે પણ ખેડૂતોને ગુલાબી ઈયળ અંગે જો નુકસાન ભરપાઈ કરી આપવામાં નહીં આવે તો તેની સાધી અસર ગુજરાતના રાજકારણ પર પડી શકે છે. જેને સફેદ રાજકારણ તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.
વધુ માહિતી/માર્ગદર્શન માટે કીટકશાસ્ત્ર વિભગ, બ. અ. કૃષિમહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદનો સંપર્ક કરવો.
રાજ્યનું કૃષિ અર્થતંત્ર કપાસ પાક પર મહદ અંશે નિર્ભર છે. બી.ટી. કપાસની જાતો આવવાથી જીવાત નિયંત્રણ અંગે ખેડૂતો દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાં તેમજ કપાસમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ જોવા મળતાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે લોક ભાગીદારી દ્વારા ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પગલાં લેતા છેલ્લા ત્રણ વર્ષથી ગુલાબી ઇયળના નિયંત્રણમાં ઘટાડો થતાં આ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોડલ સ્ટેટ બન્યું છે, એમ ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા જણાવાયું છે.
રાજ્યમાં કપાસ ઉત્પાદન થતાં ખૂબ જ વિપરીત પરિબળોને નિયંત્રીત કરવામાં કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો, કેવીકે, બિયારણ ઉત્પાદન કંપનીઓ, ઇનપુટ ડીલર્સ, જીનર્સ અને સમાચાર માધ્યમોની જન ભાગીદારી થકી ગુજરાતને આ અપ્રતિમ સફળતા મળી છે. ચાલુ વર્ષે કપાસના પાકમાં ગુલાબી ઇયળ નિયંત્રણ માટે ખરીફ-૨૦૧૮માં આગોતરા આયોજન માટે એકશનપ્લાન તૈયાર કરાયો છે. જે માટ ખેડૂતોએ આટલું કરવું આવશ્યક છે જેમાં વિસ્તાર મુજબ એક સાથે વાવેતર કરવું, સર્વે માટે ગુલાબી ઇયળના નર ફુદાને આકર્ષતા ૫ ફેરામોન ટ્રેપ/હેકટર ગોઠવવા, સર્વે આધારિત સામૂહિક ધોરણે ૪૦ ફેરામોન ટ્રેપ/હેકટર ગોઠવવા, દર અડવાડિયે જીવાતનો સર્વે કરવો, દવાનો છંટકાવ કરતાં પહેલા કપાસના છોડ પરથી વિકૃત થઇ ગયેલ ફુલ, ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. ઉપદ્રવને ધ્યાનમાં રાખી ભલામણ કરેલ કીટકનાશકોનો છંટકાવ કરવો, પિયત-ખાતરનું નિયમન કરવું. છેલ્લી વીણી બાદ ઘેટા-બકરાં-ઢોરને ચરાવવા, કપાસ ભરેલા ગોડાઉનમાં ફેરામેન ટ્રેપ ગોઠવવા. આ અંગે વધુ જાણકારીની જરૂર હોય તો સંબંધિત વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવો.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષમાં ગુલાબી ઇયળના નિયંત્રણ માટે ઘનિષ્ઠ પગલાં લેવાયા છે. જેના ભાગરૂપે અંદાજે ૨,૦૪,૭૦૫ ખેડૂતોને ખેડૂત તાલીમમાં સાંકળી લઇ ૧૦,૯૫,૧૮૧ ખેડૂતોને ફરોમેન ટ્રેપ વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ કૃષિ મહોત્સવમાં ૧,૫૮,૮૦૨ જેટલા ખેડૂતોને માર્ગદર્શન, બીજ ઉત્પાદક તથા ખેતી વિભાગ દ્વારા ૫૦૦૦ ખેતી ઇનપુટ વિક્રેતાઓને તાલીમ આપી હતી જેના પરિણામે ૧ લાખ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બીટી કોટનમાં જીવાતો બીટીપ્રૂફ બની
કપાસમાં કાબરી અને ગુલાબી ઇયળનો વધતો ઉપદ્રવ : ખેડૂતોએ બીટી સાથે દેશી કપાસની હાર વાવવાનું ટાળતાં ૧૦ વર્ષના અંતે જીવાતોએ બીટી જીનને પચાવી લીધું : બીટી જીનની અસર સામે જીવાતો પાવરફૂલ બનતાં ખેડૂતોને કપાસમાં નુક્સાની વધી : રાજ્યમાં દરિયાઇ પટ્ટીના વિસ્તાર કોડિનાર, ધારી, સાવરકુંડલા અને જાફરાબાદ, રાજુલા જેવા વિસ્તારમાં ગુલાબી ઇયળનો વધુ ઉપદ્રવ : નવી નીતિમાં બીટી સાથે નોન બીટી મિક્સ કરવાની યોજનાઓ ઘડાઇ છે પરંતુ હવે આ અમલવારી મોડી
ગુજરાતમાં કપાસની હેક્ટરદીઠ ઉત્પાદકતા વધારવામાં બીટી કોટનનો સિંહફાળો છે. આજે હેક્ટરદીઠ ઉત્પાદકતા એ બીટી કોટનને આભારી છે. રાજ્યમાં ૮૦ ટકા કપાસની વાવણી બીટી કોટનની થાય છે, પરંતુ ખેડૂતોની મનમાનીને પગલે રાજ્યમાં બીટી કોટનની ટેકનોલોજીને અસર પહોંચી છે. બીટી કોટનના વાવેતરમાં દેશી કોટનનું વાવેતર ફરજિયાત કરવાનું ખેડૂતોએ છોડી દેતાં આજે બીટી કોટનમાં આવતી જીવાતો બીટી પ્રૂફ બનવા લાગી છે. ખેતરોમાં હવે જીવાતોનો ઉપદ્રવ વધવા લાગ્યો છે. આ વર્ષે તેની અસર જોવા મળતાં વૈજ્ઞાાનિકો પણ અચંબામાં મૂકાયા છે. સૌથી વધુ નુક્સાન કરતી ગુલાબી ઇયળને કંટ્રોલ કરવી હવે મુશ્કેલ સાબિત થઇ રહી છે. જીવાતો બીટી જીનની ક્ષમતાને પચાવી ગઇ હોય તેવું ચિત્ર ઉદ્ભવ્યું છે. રાજ્યમાં બીટી કોટનને ૧૦ વર્ષથી વધુ સમય થવાની સાથે ખેડૂતો પોતાની ભૂલને પગલે હવે નુક્સાન ભોગવી રહ્યા છે. જો આ જ સ્થિતિ રહી તો આ જીવાતોને કપાસમાં નુક્સાન કરતાં અટકાવવાના નવા ઉપાયો કે નવા જીનનું કૃષિ વિભાગે સંશોધન કરવું પડશે. જોકે, નવી નીતિમાં બીટી સાથે નોન બીટી મિક્સ કરવાની યોજનાઓ ઘડાઇ છે પરંતુ હવે આ અમલવારી મોડી થઇ રહી હોવાનું સંશોધકો જણાવી રહ્યા છે.
દે શમાં કપાસ એ અગત્યનો વિદેશી હૂંડિયામણ કમાઇ આપતો રોકડિયો પાક છે. કપાસ ઉગાડતા રાજ્યોમાં ગુજરાત એ મોખરાનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં આશરે ૨૫થી ૨૭ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થવાની સાથે ૧૦૦થી ૧૧૦ લાખ ગાંસડી રૃનું ઉત્પાદન થાય છે. પાકમાં ઉત્પાદન પર અસર કરતા પરિબળો પૈકી જીવાતો સામે પાક સંરક્ષણ એ અગત્યનું પરિબળ છે. કપાસના પાકને ઘણી બધી જીવાતો નુક્સાન કરે છે. કપાસમાં જીવાતોના ઉપદ્રવથી ઉત્પાદનમાં ૧૦થી ૧૫ ટકાનો સીધો ખેડૂતોેને ફટકો પડે છે. કપાસના પાકમાં જીવાતો અલગ-અલગ ચાર તબક્કે પાકમાં આવતી હોય છે. કપાસમાં શરૃઆતના તબક્કામાં રસ ચૂસીને નુકસાન કરતી જીવાતોમાં મોલોમશી, તડતડિયા, થ્રિપ્સ, સફેદમાખી, રાતા ચૂસિયા અને મિલીબગ એ મુખ્ય છે. જ્યારે ડૂંખ, ફૂલ ભમરી અને જીંડવાને નુક્સાન કરતી જીવાતોમાં ટપકાંવાળી ઇયળ, લીલી ઇયળ, ગુલાબી ઇયળ અને લશ્કરી ઇયળ એ મુખ્ય છે. આ જીવાતો બહુભોજી હોવાથી કપાસ સિવાયના પાકોને પણ નુક્સાન કરે છે. સમસ્યા સૌથી મોટી એ છે કે ખેડૂતો કપાસના પાકમાં આડેધડ દવાઓનો ઉપયોગ કરતા હોવાથી જીવાતોના કુદરતી દુશ્મનોનો પણ નાશ થઇ રહ્યો છે. પરિણામે જીવાતો હવે પાકમાં આક્રમક બની રહી છે. ખેડૂતો સંકલિત નિયંત્રણમાં પણ કાબરી ઇયળ, લીલી ઇયળ, લશ્કરી ઇયળ તથા ગુલાબી ઇયળના નરને આકર્ષવા ફેરોમોન ટ્રેપ દરેક માટે એક હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવામાં આવે તો તેમને નાથી શકાય છે. ડિસેમ્બરથી જાન્યુઆરીમાં ગુલાબી ઇયળ એ ફૂલભમરીની અંદર કાણું કરીને ઇંડું મૂકે છે. જીંડવું જેમ મોટું થાય તેમ તેમ ઇયળ મોટી થાય છે.
જીંડવું પરિપક્વ થાય ત્યારે તે ખૂલવા દેતી ન હોવાની સાથે ખૂલે તો પેશીના રૃપમાં બહાર આવે છે. તે કપાસીયો ખાઇ જવાની સાથે રૃનો ઢગલો થાય ત્યારે જમીનમાં પણ જોવા મળે છે. આ વર્ષે રાજ્યમાં કપાસના ખેતરમાં ગુલાબી ઇયળ અને રેડકોટન બગનો ઉપદ્રવ વધ્યો છે. જેના માટે ખેડૂતો જ જવાબદાર છે. છેલ્લા ૧૦ વર્ષથી ખેડૂતોએ દાખવેલી અક્ષમ્ય બેદરકારીને પગલે હવે જીવાતો પણ બીટીપ્રૂફ બનવા લાગી છે. જેની પર હવે દવાઓની પણ અસર થતી નથી. એકવાર જીવાત બીટી પ્રૂફ બન્યા બાદ તેનો વંશવેલો હવે કપાસના પાકને નુક્સાન પહોંચાડી રહ્યો છે. ખેડૂતોએ શરૃઆતમાં આવતી રોગ-જીવાત સામે રોકવાના અસરકારક પગલાં ભર્યાં હોત તો ખેડૂતો માટે વિક્ટ સ્થિતિ પેદા થઇ ન હોત.
ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવી ઇયળનું રિસર્જન અટકાવી શકાય
કપાસમાં હાલમાં સૌરાષ્ટ્રમાં ગુલાબી ઇયળનો સૌથી મોટો ઉપદ્રવ છે. કપાસના છેલ્લા સ્ટેજ પર ગુલાબી ઇયળનો ઉપદ્રવ આવતો હોય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ જિલ્લામાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધારે છે. દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ રહેતો હોય છે. આ વર્ષે કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેતાં ગુલાબી ઇયળ વહેલી આવી છે. હાલમાં કપાસમાં આ જીવાતનો ઉપદ્રવ અલગ-અલગ સ્ટેજે હોવાથી નુક્સાનની સરેરાશ તુલના કરવી અશક્ય છે. આમ છતાં ગુલાબી ઇયળની નુક્સાનનો ભોગ ખેડૂતો બની રહ્યા હોવાનું કપાસ સંશોધન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાાનિક ડો. ખાનપરાએ જણાવ્યું હતું. હવે આ ઇયળોને રોકવી શક્ય ન હોવાથી ખેડૂતોને નુક્સાન જવાની સંભાવના વધુ છે. હાલમાં કપાસના છોડમાં ટોક્સીપ્રોસિનનું પ્રમાણ ઓછંુ હોવાથી આ ઇયળોનો ઉપદ્રવ વધ્યો છે. છોડ સૂકાતા તેમાં ઝેરનું પ્રમાણ ધીમેધીમે ઓછું થતું જાય છે અને ગુલાબી ઇયળ પોતાનો રંગ દેખાડતી હોય છે. રાજ્યમાં ખાસ કરીને દરિયાઇ પટ્ટીના વિસ્તાર કોડિનાર, ધારી, સાવરકુંડલા, ઝાફરાબાદ, રાજુલા જેવા વિસ્તારમાં ગુલાબી ઇયળનો વધુ ઉપદ્રવ છે. કપાસની છેલ્લી પરિપક્વ અવસ્થાએ હોવાથી આ ઇયળને કન્ટ્રોલ કરવું એ ખેડૂતો માટે આર્િથક રીતે ફાયદાકારક નથી. કપાસની વીણી પૂરી થઇ ગયા બાદ ખેતરમાં ઘેટાં બકરાં ચરાવી આગામી ખરીફ સિઝનમાં ગુલાબી ઇયળનું રિસર્જન અટકાવી શકાય છે. ગુલાબી ઇયળ એ કોશેટામાં રહેતી હોવાથી તે ખરી પડયા તેનાં ઇંડાં જમીનમાં ઉતરી તક મળે ત્યારે ફરી બહાર આવી કપાસને નુક્સાન કરે છે.
કપાસમાં કાબરી અને ગુલાબી ઇયળ આવી
રાજ્યમાં રૃના ઓછા ભાવને પગલે ખેડૂતો બૂમરાણ મચાવી રહ્યા છે. હવે ટેકાના ભાવ પણ વધવાની શક્યતા ન હોવાથી ખેડૂતો માટે કપાસનું આ વર્ષ ફેઇલ જવાની શક્યતા છે. પરિણામે ખેડૂતો હવે કપાસ કાઢીને રવી સીઝનના પાકોના વાવેતરની પણ તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યમાં કપાસના પાકમાં આ વર્ષે કાબરી અને ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને કમોસમી વરસાદને પગલે ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધુ રહ્યો છે. ખાસ કરીને બીટી કોટનમાં નવરાત્રી અને દિવાળીની આસપાસ ગુલાબી ઇયળનો ઉપદ્રવ શરૃ થતો હોય છે. જેની સીધી અસર નવેમ્બર કે ડિસેમ્બરમાં દેખાય છે. બીટી કોટનના બિયારણમાં ૪૫૦ ગ્રામ બીટી અને ૧૫૦ ગ્રામ નોન બીટી કપાસનું બિયારણ આવે છે. જે ખેડૂતોએ ખેતરના શેઢા પર બે હારમાં વાવેતર કરવાનું હોય છે. જેથી જીવાતો નોન બીટીમાંથી બીટી કપાસમાં ના આવે પરંતુ ખેડૂતોએ બીટી કપાસ સાથે નોન બીટીનું વાવેતર જ ટાળી દેતાં જીવાતોએ બીટી કપાસમાં સક્રિય થઇને બીટીના રજિસ્ટન્સ મેળવી લીધા છે. પરિણામે હવે બીટી કોટનમાં જીવાતોનો ધીમેધીમે ઉપદ્રવ વધવા લાગ્યો છે. આ જીવાતોનો ઉપદ્રવ વધતાં કપાસની ગુણવત્તા બગડવાની સાથે કપાસ હલકો થઇ જતાં ખેડૂતોને આવકમાં પણ ફટકો પડી રહ્યો છે. આ વર્ષે કપાસમાં આ જીવાતોનું પ્રમાણ વધુ રહેતાં કપાસના ઉત્પાદન પર સીધી અસર થવાની પણ શક્યતા છે.
ઇયળનો શા માટે ઉપદ્રવ વધ્યો
* બીટી કપાસમાં લીલી ઈયળનો ઉપદ્રવ ન જણાતા કે નહીંવત્ રહેતો હોવાથી દવાના છંટકાવ ઓછા થાય જેથી આ જીવાતની વસતી વધવાની શક્યતાઓ વધી જાય છે.
* આ જીવાતનું નુકસાન જીંડવાંની અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાન જોઈ શકતા નથી અને તેના માટે આ જીવાત સામે સજાગતા વિકાસ પામી નથી. જીવાત જીંડવાંમાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશી દવા ઈયળ સુધી પહોંચી શકતી નથી.
* ખેડૂતો મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ દવા છાંટવાનું બંધ કરતાં હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાછળની અવસ્થામાં વધારે રહેતો હોય છે.
* આ જીવાતના કુદરતી દુશ્મનો પણ બીજી અન્ય જીવાત કરતાં ઘણાં ઓછા હોવાથી જૈવિક નિયંત્રણનો કાર્યક્ષમ ઉપયોગ લઈ શકતો નથી.
* ખેડૂતો મોટે ભાગે કપાસ પૂરો થયેથી તેની કરાંઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મૂકી રાખે છે. આમ કરવાથી આ જીવાત અવશેષ પ્રભાવનો લાભ મળે છે.
* આ જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવું નુકસાન ઓછું થતું હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી. હકીકતમાં આ જીવાતથી કપાસની ગુણવત્તા ઉપર ખૂબ જ માઠી અસર પહોંચતી હોય છે અને સારા ભાવ મળતા નથી.
* કપાસ લોઢવાના જીન ચોમાસા સુધી ચાલુ રહેતા હોવાથી તેની આજુબાજુના ખેતરમાં આ ઈયળની શરૃઆત ખૂબ જ વહેલી થઈ જતી હોય છે.