મુખ્ય પ્રધાન અને પોલીસ વિભાગ સંભાળતાં રાજકોટના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. હવે ઘરોમાં જઇને ગુંડા તત્વો ફાયરિંગ કરી રહ્યાં છે.
રાજકોટના દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે અહી વધુ એક ફાયરિંગની ઘટના બની છે, શહેરના નહેરૂનગર વિસ્તારમાં જૂની અદાવતમાં આ ફાયરિંગ કરાયુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, અહી વસીમ નામના શખ્સે અલાઉદ્દીન નામના વ્યક્તિના ઘર પર ફાયરિંગ કરતા સનસની મચી ગઇ હતી, ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાંચ સહિતના ઉચ્ચ અધિકારીઓ અહી પહોચી ગયા હતા અને કેસની તપાસ હાથ ધરી હતી, જો કે,ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફાયરિંગ કેમ કરવામાં આવ્યું અને આ રિવોલ્વોર ક્યાંથી આવી જેવી બાબતોની હાલ પોલીસે તપાસ કરી રહી છે.