ગોંડલ ભાજપના 10 સુધરાઈ સભ્યો કોંગ્રેસમાં પક્ષાંતર કરી ગયા

ગોંડલ નગર પાલિકાના ભાજપના 10 કોર્પોરેટરોએ કોંગ્રેસમાં પલટી મારી છે. સંમેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં ગોંડલ નગરપાલિકાના ભાજપના 10 જેટલા કોર્પોરેટરો સાથે ગોંડલ ભાજપના પાયાના કાર્યકતા સ્વ. ગોવિંદ દેસાઈ અને પી. આર. જાડેજાના પુત્રએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. તેમની સાથે સતીશ દેસાઈ, ઓમદેવસિંહ જાડેજા, નીલેશ કાપડિયા, ફઝલ માંડવીયા, નયનાબેન કાલરીયા, શીતલબેન મહેતા, નીતાબેન શાહ અને રશીલાબેન શાહ પણ કોંગ્રેસમાં જોડાયા છે. ગોંડલ નગરપાલિકાનો વિરોધપક્ષનો નેતા હું છું. અમે આજે કોંગ્રેસમાં ભળ્યા છીએ તેનું માત્ર કારણ એક જ છે કે, આજે સરકાર જે રીતની કામગીરી કરી રહી છે, ગુજરાત હોય કે, પછી ભારત હોય એકદમ તાનાશાહીવાળી સરકાર છે અને આ સરકારની સાથે અમારે કદી નહોતું જવું. જાડી ચામડીની સરકારે 18એ વરણને પાડી દીધા છે. ખેડૂતો, ગરીબો, નાના વેપારીઓ, બધાને ખતમ કરી દીધા છે.