મહાત્મા ગાંધીના ગુજરાતમાં પૂજ્ય બાપુના હત્યારા ગોડસેની જન્મ જયંતીની ઉજવણી કરનારા તત્વો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. તમામની અટકાયત પણ કરાઇ છે. ગુજરાતે પૂજ્ય બાપુની જન્મભુમિ અને કર્મભૂમિ છે ત્યારે તેમની પ્રતિષ્ઠા એક ટકો પણ હણાય નહીં તે માટે પોલીસે ફરિયાદ દખલ કરી છે. ઘટનાને રાજ્ય સરકારે કડક શબ્દોમાં આલોચના કરીને વખોડી કાઢી છે.
મહાત્મા ગાંધીની ગુજરાતમાં ગાંધીજી વિરુદ્ધની પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર ક્યારેય સાંખી લેશે નહિ. ગુજરાતમાં આ પ્રકારની કોઇપણપ્રવૃત્તિઓ કોઇપણ હિસાબે રાજ્યસરકાર ચલાવી લેશે નહિ. સુરતની આ ઘટનામાં કાર્યવાહીથાય તે માટે સુરત પોલીસ કમિશનરને સરકારે સૂચનાઓઆપી હતી.
પણ સુરતમાં જ ગોડસે નામનું એક વોટ્સ એપ ગૃપ ચાલે છે. જેમાં ભાજપના સાંસદ સી આર પાટીલ પણ સભ્ય હતા. આ વોટ્સ એપ ગૃપની શંકાસ્પદ પ્રવૃત્તી અંગે સ્થાનિક પોલીસનું તથા સત્તાવાળાઓનું ધ્યાન અમદાવાદના પત્રકાર દિલીપ પટેલ અને પ્રશાંત દયાલે દોર્યું હતું. તેમ છતાં તે ગૃપ સામે તે સેમયે સુરત પોલીસે કોઈ પગલાં લીધા ન હતા. તેથી હવે સુરતના સ્થાનિક લોકો ગોડસેને ભગવાન માવવા લાગ્યા છે. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન આ ગૃપ ચાલક સામે ત્યારે જો પગલાં લીધા હોય તો આ હદે ગાંધી વિરોધી લોકો ગયા ન હોત. હજું પણ આ ગૃપ સામે પગલાં લેવા જરૂરી માનવામાં આવે છે.
લોકસમુદાયની લાગણીને ઠેસ પહોંચાડી હુલ્લડ થાય તે પ્રકારની ઉત્તેજના ફેલાવી જાહેર સુલેહ શાંતીનો ભંગ કરી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો આતરીથી થયો છે.