ગોડસેને મહાન ચીતરતી ‘ગાંધી હાજીર હો’ ફિલ્મમાં સરદાર પટેલની જેલની ડાયરી

દિલીપ પટેલ

ગોડસેને મહાન બનાવવા માટે ગાંધીજીની જેલ યાત્રાની ફિલ્મ ભાજપના છુપા ફંડથી કરોડોના ખર્ચે બની રહી છે. જેમાં ગાંધીજીને જેલમાં કેદી તરીકે બતાવાયા છે અને તેની ઉલટ તપાસ વકીલોની 12 સભ્યોની પેનલ કરી રહી હોય એવા દ્રશ્યો છે. આ દ્રશ્યોમાં સાબરમતી જેલનું પણ દ્રશ્ય છે. જેમાં સરદાર પટેલ પણ આવે છે. જ્યાં ગાંધીજી અને સરદાર પટેલ રહ્યા હતા. સરદાર પટેલે જે વસ્તુ જેલમાં વાપરી હતી તે આજે પણ સાબરમતી જેલમાં સચવાઈ છે. ગાંધીજીની હત્યા બાદ સરદાર પટેલે ગોડસેની માતૃ સંસ્થા સંઘ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે ગોડસેને મહાન બતાવવા માટે ભગવા બ્રિગેડ એક ફિલ્મ બનાવી રહી છે. આ ફિલ્મમાં સાબરમતી જેલ પણ હશે. સાબરમતી જેલમાં સરદારની યાદો સચવાઈને પડી છે. શું છે એ યાદો. જેણે ગોડસેને ફાંસી અપાવવા માટે ઊંડી તપાસ કરાવી હતી. હવે ભગવા સરકાર ગોડસેને મહાન બનાવતી ‘ગાંધી હાજીર હો’ ફિલ્મ બનાવી રહી છે. સ

કેવી હતી સરદારની જેલ યાત્રા ?

સાબરમતી જેલ એ આઝાદીની લડત માટે તો ‘ઓપન યુનીવર્સીટી’ હતી. સરદારને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા તે વેળાની તેમની સ્મૃતિ જાળવી રાખવામાં આવી છે.

દાંડી કૂચના 5 દિવસ પહેલાં સરદાર પટેલની પ્રથમ વખત ધરપકડ કરીને 3 મહિનાની સજા થઈ અને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદાર પટેલની પ્રથમ ધરપકડ ૭મી માર્ચ ૧૯૩૦મા ગાંધીજીની દાંડીયાત્રાના પ્રારંભના દિવસોમાં થઇ અને તેઓને સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા. આ પ્રથમ જેલયાત્રામાં સરદારને સાબરમતી જેલમાં જે કોટડીમાં રાખવામાં આવ્યા હતા તેને સ્મૃતિરૃપે આજે પણ સાચવવામાં આવી છે.

સરદારનો જેલ વાસ

૧૯૩૦ દાંડીના મીઠા સત્યાગ્રહમાં ૭મી માર્ચે રાસ ગામે જાહેરસભામાં ધરપકડ અને કેદ, જ્યારે ગાંધીજીએ દાંડીસત્યાગ્રહ ચાલુ કર્યો ત્યારે સરદારની રાસ ગામમાંથી ધરપકડ કરી તેમની ઉપર સાક્ષી, વકીલની કે પત્રકારોની ગેરહાજરીમાં મુકદમો ચલાવવામાં આવ્યો. 18 નવેમ્બર 1930 સાબરમતી જેલ-જ્યાંથી યરવડા જેલમાં ખસેડાયા, 1 ઓગસ્ટ 1030, જાન્યુઆરી 1932 યરવડા જેલમાં 16 મહિના કેદી-1933માં નાસિક જેલમાં બદલી કરાઈ.

જેલમાંથી છુટ્યા બાદ સરદાર વચગાળાના કોંગ્રેસ પ્રમુખ બન્યા પણ તરતજ મુંબઈમાં એક સરઘસની આગેવાની કરતી વખતે તેમની પાછી ધરપકડ કરવામાં આવી.

૩૦મી જૂને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ૧લી ઓગષ્ટે પુઃન ધરપડ અને યરવડા જેલમાં કારાવાસ.

૧૯૩૧ ઓગષ્ટમાં સીમલા ખાતે ગાંધી-ઇરવીન કરાર થતાં માર્ચમાં મુક્તિ, કરાંચીમાં કોંગ્રેસનાં ૪૬માં અધિવેશનમાં પ્રમુખ ચૂંટાયા.

૧૯૩૨ સરકાર વિરોધી આંદોલનમાં નેતૃત્વં લેવા બદલ જાન્યું.માં યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજરકેદ. જાન્યુઆરી ૧૯૩૨માં ગાંધીજી તેમજ સરદારની ધરપકડ કરી તેમને યરવડાં જેલમાં રાખવામાં આવ્યા. તેમના જેલવાસ દરમ્યાન સરદાર અને ગાંધીજી વચ્ચે સ્નેહ, વિશ્વાસ તથા નિખલાસતાનો બંધન બંધાયો કે જેને મોટાભાઈ – ગાંધીજી અને તેમના નાના ભાઈ સરદાર વચ્ચેના બંધુત્વ તરીકે વર્ણવી શકાય. નવેમ્બરમાં માતા લાડબાઇનું કરમસદમાં અવસાન થયું હતું.

૧૯૩૩, ૧લી ઓગષ્ટે નાસિક જેલમાં બદલી, મોટાભાઇ વિઠ્ઠલભાઇ પટેલનું ૨૨મી ઓક્ટો.માં સ્વિત્ઝર્લેન્ડમાં અવસાન. સરદારને નાસિક જેલમાં ખસેડવામાં આવ્યા કે જ્યાં ૧૯૩૪માં તેમનાં મોટાભાઈ વિઠ્ઠલભાઈના દેહાંત બાદ તેમની અંતિમક્રિયામાં ભાગ લેવા બ્રિટિશ સરકારે સરદારને થોડા દિવસો માટે મુક્ત કરવાની તૈયારી દાખવી હોવા છતા તેમણે તે સ્વીકારી ન હતી.

ઓક્ટોબર 1940માં જેલ થઈ હતી. 9 ઓગસ્ટ 1942માં હિન્દ છોડો આંદોલનમાં જેલ, ભારત છોડો આંદોલનમાં તેઓ 3 વર્ષ સુધી જેલમાં રહ્યાં હતા.

૧૯૪૪ સુધી અહમદનગરની જેલમાં કેદ. ૧૯૪પમાં યરવડા જેલમાં, ૧પમી જૂને મુક્ત થયા.

સાબરમતી જેલની ડાયરીમાં સરદારે નોંધેલી જેલવાસની વિગતો

“મારી તો સ્વર્ગવાસ જેવી સ્થિતિ હતી…ખાવાપીવાની તો ખાસ આદત રાખેલી હતી જ નહીં, એટલે એ મુશ્કેલી ન હતી. ભોંય પર કામળી પાથરી સૂવામાં એક દિવસ કઠણ લાગ્યું. પછી તો કંઈ જ મુશ્કેલી ન લાગી. તાપને લીધે બહાર સૂવાની અને રાત્રે બત્તીની માગણી કરતાં ના પાડવામાં આવી. લખાણ કરવા કહ્યું તો તે મેં ના પાડી. કોઈ જાતની ખાસ મહેરબાની જોઈતી જ નથી…”

‘પ્રજાને સાચી સત્તા સોંપવામાં આવે તે જ રામરાજ્ય.’

‘સત્તામાં જેટલો મોહ અને ભયસ્થાનો છે તેટલા જ સેવાની સત્તામાં છે. પડવાનું જોખમ અને કાંટાળી પથારીમાં સુવાની વેદના પણ ખરી.’

‘ગામડાંઓને ટકાવી, સમૃદ્ધ બનાવીને જ ભારતનો વિકાસ થઈ શકશે. ખેડૂત સુખી તો જ દેશ સુખી હોઈ શકે.’

‘ગરમ લોઢાને ઘાટ આપનાર હથોડો અને તેનો હાથો તો ઠંડો જ હોવો જોઈએ. ગમે તેવી તકલીફમાં સ્વસ્થ રહેવું.’

‘બધી ઉન્નતીની ચાવી જ સ્ત્રીની ઉન્નતીમાં છે. જીવનનો આ પ્રથમ અધ્યાય પૂરો કરો એટલે બાકીના અધ્યાય સુખદ જ રહેવાના.’

‘કેળવણી બે પ્રકારની છે. એક કેળવણી માણસને માણસાઈનું ભાન કરાવે છે. બીજી માણસની માણસાઈ લઈ લે છે.’

વલ્લભભાઈના પિતા 1857ની આઝાદીની લડતમાં જેલમાં ગયા હતા.

આઝાદીની લડતમાં ભાજપની જનની રાષ્ટ્રીય સ્વયં સેવકના એક પણ કાર્યકરે જેલ ભોગવી ન હતી. પણ સરદાર પટેલના મોટા ભાઈ ગાંધીજીને ગોળી મારી ત્યારે જેલમાં ગયા હતા. હવે ગોડસેને ભાજપ 2019માં આગળ કરે છે. ગોડસેને મહાન બનાવવા ગાંધીજીની જેલ ઉપર  ફિલ્મ ‘ગાંધી હાજીર હો’ બની રહી છે. સરદાર અને ગાંધી