અમદાવાદ,તા:૫
શહેરના ગોતા વિસ્તારમાં રહેતી અને અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકેકામ કરતી મહિલા સાથે મિત્રતા કરવા બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનારા યુવકની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.મહિલાના તેના પતિ સાથેના ફોટાનો ઉપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને મહિલાના સંબંધીઓના મોબાઈલ ફોન નંબર મેળવવાનો પણ આરોપીએ પ્રયાસ કર્યો હતો.
ગોતા વિસ્તારમાં રહેતી અને અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતી 25 વર્ષીય પરિણીતા રેવતી (નામ બદલ્યું છે)એસાયબર ક્રાઈમ બ્રાન્ચમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ આપી હતી. થોડાક દિવસો અગાઉ રેવતીને તેના મામાની દીકરીએ ફોન કરીનેપૂછ્યું હતું કે, તમે કોઈ બીજું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. તમારા નામના એકાઉન્ટ આઈડી ઉપરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી જેને એકસેપ્ટ કરીછે. આથી રેવતીને શંકા પડતા તેમણે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી કે, અજાણ્યો શખ્સ સંબંધી મહિલાઓને બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી રિકવેસ્ટ મોકલી તેમના મોબાઈલ નંબર માંગી રહ્યો છે. આ શખ્સે રેવતીનો તેના પતિ સાથેના ફોટાનો ઉપયોગ પણ કર્યો છે. સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસમાં દિનેશ બિપીનચંદ્ર પૂજારા (રહે. મંગલદીપ એપાર્ટમેન્ટ, જોધપુર ગામ રોડ, સેટેલાઈટ)ની માહિતી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. જોધપુરના ઝલક મેડીકલ સ્ટોર પર કામ કરતા દિનેશ પૂજારાએ ઓગસ્ટ-2018માં રેવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું.