ગોધરાના તોફાનો રાજનેતા કે પોલીસ નહીં પત્રકારો જવાબદાર – પંચનો વિવાદાસ્પદ અહેવાલ

ગોધરાકાંડ બાદ રાજય ભરમાં થયેલા તોફાનો કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ ન હતું

: જસ્ટીસ નાણાવટી અને મહેતા તપાસ પંચ દ્વારા અપાયેલ કલીનચીટ

ગોધરા કાંડ બાદના તોફાનોમાં કોઇ રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી નથી.

  તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કોઇ સંડોવણી જણાતી નથી : તપાસ પંચે નિષ્કર્ષ પર આવતા પહેલા વડાપ્રધાન બન્યા બાદ શ્રી

નરેન્દ્રભાઇનું પણ નિવેદન લીધુ છે

તપાસપંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઇ

પૂર્વ ગૃહ મંત્રી સ્વ. શ્રી હરેનભાઇ પંડયા, પૂર્વ મંત્રીશ્રી ભરતભાઇ બારોટ અને પૂર્વ મંત્રી સ્વ. શ્રી અશોકભાઇ ભટ્ટને કલીનચીટ આપતું તપાસ પંચ

કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અહેસાન જાફરી કેસમાં પણ ગુજરાત પોલીસે પુરતી સુરક્ષા પુરી પાડી હતી

************

 હ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, તા. ૨૭/૦૨/૨૦૦૨ના રોજ સાબરમતી એક્ષપ્રેસ

ટ્રેઇનના કોચ નં. S-6માં આગ લગાડવાની હિચકારી ઘટના બનેલ. જેમાં ૫૮ કારસેવકોના મૃત્યુ થયેલા અને ૪૦થી

વધારે લોકોને ગંભીર ઇજા થઇ હતી અને ત્યારબાદ રાજય ભરમાં જે તોફાનો ફાટી નીકળ્યા હતા તે કોઇ પૂર્વ

આયોજિત કાવતરૂ નહોતું.

 શ્રી જાડેજાએ ઉમેર્યુ કે આ કમિશનને ૪૪,૪૪૫ સોગંદનામા મળ્યા હતા. જે પૈકીના ૧૮,૦૦૦ સોગંદનામા

રાહત અને પુનર્વસનના દાવા માટેના હતા. ૪૮૮ સોગંદનામા સરકારી અધિકારીઓ, કર્મચારી અને પોલીસ ખાતા

તરફથી રજૂ કરવામાં આવેલ હતા અને કમિશને સંબંધિતોના નિવેદનો લઇ જરૂર જણાય ત્યાં ઊલટ તપાસ કરવામાં

આવેલ હતી અને ૯ ભાગમાં ૨૫૦૦ થી વધુ પાનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવેલ છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે નાણાવટી કમિશન (પાર્ટ-૧)માં ગોધરા ખાતે ટ્રેનના ડબ્બા સળગાવવા

બાબતની ઘટના પૂર્વઆયોજિત હતી કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરીને કમિશને તેનો રીપોર્ટ વર્ષ ૨૦૦૮માં રજૂ

કરેલ હતો. જેમાં કમિશનના રીપોર્ટમાં આ ઘટના પૂર્વઆયોજિત હોવાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ વિપક્ષ તેમજ કેટલીક એન.જી.ઓ. દ્વારા રાજય સરકારની છબી ખરડાય તે પ્રકારના આક્ષેપો કરવામાં

આવેલ હતા. ગોધરા કાંડ બાદના તોફાનોના બનાવો રાજ્ય સરકાર પ્રેરિત કે પૂર્વઅયોજિત હતા તે પ્રકારના મલીન

આક્ષેપો સંદર્ભે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઘટનાની

તલસ્પર્શી તપાસ માટે કમિશનની રચના કરવાનો સામેથી નિર્ણય કર્યો હતો.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, આ ઘટના ઉપર રાજકીય રોટલાં શેકવા અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા હતા.

રાજય સરકારે ઘટનાની સંવેદનશીલતા જાણીને ત્વરિત તલસ્પર્શી તપાસ થાય તે અર્થે રચેલા જસ્ટીસ જી.ટી.

નાણાવટી અને જસ્ટીસ અક્ષય એચ. મહેતાના આ તપાસપંચે આ સમગ્ર બનાવને ષડયંત્ર ન ગણાવીને કલીનચીટ

આપી છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, તપાસપંચ દ્વારા અપાયેલ નિષ્કર્ષ/તારણોમાં ગોધરાકાંડ બાદના તોફાનોમાં કોઇ

રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી નથી. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને

હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કોઇ સંડોવણી જણાતી નથી. તપાસ પંચે નિષ્કર્ષ પર આવતા પહેલા

વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્રભાઇનું પણ નિવેદન લીધુ છે. તપાસપંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ

અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઇ છે. જેમાં તત્કાલિન આઇ.પી.એસ. અધિકારી શ્રી આર.બી. શ્રીકુમાર,

રાહુલ શર્મા અને શ્રી સંજીવ ભટ્ટનો સમાવેશ થાય છે.

શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, અમદાવાદ શહેરમાં થયેલ તોફાનો સંદર્ભે પણ તપાસપંચ દ્વારા પૂર્વ ગૃહ મંત્રી સ્વ. શ્રી

હરેનભાઇ પંડયા અને પૂર્વ મંત્રીશ્રી ભરતભાઇ બારોટને તપાસ પંચ દ્વારા કલીનચીટ આપવામાં આવી છે. તે જ રીતે

ગુલબર્ગ કાંડમાં પણ કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અહેસાન જાફરી કેસમાં થયેલા આક્ષેપો સંદર્ભે તપાસપંચ દ્વારા

અપાયેલ અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ગુજરાત પોલીસે અને સરકારે સ્વ. જાફરી તેમજ સોસાયટીના રહીશોને

સુરક્ષા પુરી પાડી હતી અને સરકારનું કોઇપણ પગલુ પૂર્વગ્રહ ભર્યુ ન હતું.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે કમિશન દ્વારા સમગ્ર ઘટનાની તપાસમાં મુખ્ય બે મુદ્દા હતા. જેમાં ગોધરા ખાતે

ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવ અને ત્યારબાદના બનાવોમાં મુખ્યમંત્રીશ્રી અથવા મંત્રીમંડળના અન્ય સભ્યો,

પોલીસ અધિકારીઓ, અન્ય વ્યક્તિ અને અન્ય સંસ્થાઓએ ભજવેલ ભાગ અને તેઓની વર્તણૂંક તેમજ ગોધરા ખાતે

ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવ અને ત્યાર બાદના બનાવોમાં મુખ્યમંત્રીશ્રી અથવા મંત્રીમંડળના અન્ય

મંત્રીશ્રી, પોલીસ અધિકારીઓ પૈકી રાજકીય અને બિન રાજકીય સંસ્થાઓએ તોફાનોના અસરગ્રસ્તોને રક્ષણ, રાહત

અને સહાય પૂરી પાડવામાં તેમજ વખતો વખત રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આપેલ ભલામણો અને સૂચનાઓ

પરત્વે ભજવેલ ભાગ અને તેઓની વર્તણૂંકનો સમાવેશ થતો હતો.

સ્વ. હરેનભાઇ પંડ્યા સામે એવો આક્ષેપ કરવામાં આવેલ હતો કે, તેમના દ્વારા મુસ્લીમોના મકાનો પર

હુમલો કરવા માટે ટોળાને ઉશ્કેરણી કરવામાં આવી હતી. આ આક્ષેપ એફ.આઇ.આર./સ્ટેટમેન્ટ આપ્યા બાદ બે માસ

પછી કરવામાં આવેલ છે. આ આક્ષેપ આધારભૂત માહિતી/વિગતો વગરનો હોઇ તપાસપંચે સ્વીકારેલ નથી.

નરોડા પાટીયા વિસ્તારના બનાવોમાં વિશ્વ હિંદુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા

,૦૦૦ થી ૭,૦૦૦ માણસોના ટોળાને ઉશ્કેરીને મુસ્લીમો ઉપર હુમલો કરાવેલ છે, તેવી ફરીયાદ હતી. જે બાબત

ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવી ગયેલ છે અને ટ્રાયલ કોર્ટ તેમજ હાઇકોર્ટ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી

કરવામાં આવેલ છે. આરોપીઓ દ્વારા સુપ્રિમકોર્ટમાં અપીલ કરવામાં આવેલ છે. આથી આ બનાવ સંદર્ભે

આરોપીઓ સામે કોઇપણ પ્રકારનું તારણ કરવું કમિશને ઉચિત ન હોવાનુ જણાવ્યું છે. નરોડા ગામનો બનાવ

ન્યાયિક/અદાલતની ચકાસણી હેઠળ હોઇ, આ અગેવાનોની સંડોવણી માટે કમિશને અભિપ્રાય આપવો યોગ્ય જણાયો

નથી.

શ્રી જાડેજાએ ઉમેર્યુ કે NGO અને કોંગ્રેસ પક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલ હતો કે ગોધરા બનાવ

અંગે મહદઅંશે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને તેમના કેટલાક મંત્રીઓ જવાબદાર છે.

તે પૈકીના કેટલાંક આક્ષેપોમાં એક આક્ષેપ હતો કે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી તા. ૨૭/૦૨/૨૦૦૨ના રોજ

કોઇ પણ અધિકારીને જાણ કર્યા સિવાય ગાંધીનગર છોડીને રહસ્યમય રીતે ગોધરા ગયા હતા. જો કે કમિશને આ

સંજોગોની ચકાસણી કરતા આક્ષેપો પાયા વગરના જણાયા છે. મુખ્યમંત્રીશ્રીએ તેમના પ્રવાસની જાણ બધા સિનિયર અધિકારીને કરવાની હોતી નથી. પરંતુ ઉપરોકત કિસ્સામાં પ્રવાસની વ્યવસ્થા કરનારને અધિકારીઓની જાણ હતી. મુખ્યમંત્રીશ્રીની ગોધરા જવાની બાબત ખાનગી ન હતી.

અન્ય એક આક્ષેપ હતો કે તત્કાલિન આરોગ્ય મંત્રી શ્રી અશોક ભટ્ટે મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના પરામર્શમાં ગોધરા બનાવમાં માર્યા ગયેલા ૫૮ વ્યક્તિઓનું રેલ્વે યાર્ડમાં કોઇ પણ અનુભવી ન હોય તેવા ડૉક્ટરના હાથે કાયદાની વિરુધ્ધ પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતું. જો કે રેલ્વે યાર્ડમાં પોસ્ટ મોર્ટમ કરાવવાનો નિર્ણય અશોક ભટ્ટનો ન હતો, પરંતુ આ અંગેનો નિર્ણય સ્થાનિક અધિકારીનો હતો અને પોસ્ટ મોર્ટમ ક્વોલિફાઇડ ડૉકટરો દ્વારા કરવામાં આવ્યું હોવાનું તપાસપંચનુ સ્પષ્ટ તારણ છે. એટલે કે આ આક્ષેપો પણ તદ્દન પાયાવિહોણા છે.

શ્રી જાડેજાએ ઉમેર્યુ કે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી દ્વારા ગોધરા બનાવના પુરાવા એવા બળી ગયેલ રેલ્વે કોચ નં. એસ-૬માં અનઅધિકૃત પ્રવેશ કર્યો હોવાનો આક્ષેપ હતો. જેમાં કમિશનનું તારણ એવું છે કે મુખ્યમંત્રીશ્રીના પ્રવેશનો હેતુ જુદો હતો, નહી કે પુરાવાનો નાશ કરવાનો.

તેમણે ઉમેર્યુ કે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી વિરૂધ્ધ એક એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તા. ૨૭/૦૨/૨૦૦૨ના રોજ રાત્રીના સમયે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક યોજીને, બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઇપણ પ્રકારના સખત પગલાં ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો, આ પ્રકારનો આક્ષેપ શ્રી આર.બી. શ્રીકુમાર તેમજ સંજીવ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ કમિશન સમક્ષ શ્રી ભટ્ટ પોતાની હાજરી મુખ્યમંત્રીશ્રીના નિવસસ્થાને પુરવાર કરી શક્યા નથી. શ્રી ભટ્ટે સરકાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે વ્યક્તિગત વાંધાઓના કારણે બેઠક અંગે મુખ્યમંત્રી તેમજ સરકાર સામે ખોટા આક્ષેપો કર્યા છે. એટલુ જ નહી, શ્રી ભટ્ટ દ્વારા તા.૨૭/૦૨/૨૦૦૨નો જે ફેક્સ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે તે પણ બનાવટી હોવાનું કમિશનના તારણમાં સ્પષ્ટ થયું છે.

વિશ્વ હિંદુ પરિષદના બંધની જાણ ભાજપને ન હતી

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.૨૮/૦૨/૨૦૦૨ના રોજ આપવામાં આવેલ ગુજરાત બંધના એલાનને મુખ્યમંત્રીશ્રીની પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવેલ હતું અને લઘુમતી કોમ સામે હિંસા ભડકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ હતો. જે કમિશને ગ્રાહ્ય રાખેલ નથી. કારણ કે બંધભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવ્યુ હતું. જેની જાણ મુખ્ય મંત્રી તેમજ બીજા મંત્રીશ્રીઓને પાછળથી થઇ હતી. રાજય સરકાર અથવા મુખ્યમંત્રીશ્રી કે મંત્રીશ્રીઓ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું ન હતું. તા.૨૮/૦૨/૨૦૦૨ના રોજ રસ્તા પર સરકારી બસો ફરતી હતી અને બસો ઉપર રસ્તા ઉપર ભેગા થયેલ ટોળા દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. આ જ દર્શાવે છે કે, સરકારે બંધનું સમર્થન કર્યુ નથી. સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાંઓથી સ્પષ્ટ થાય છે કે, આ આક્ષેપો પણ સત્યથી વેગળા છે.

બદલીઓ નિયમિત પ્રક્રિયા

રાજયમાં જયારે કોમી બનાવો બની રહ્યા હતાં ત્યારે કેટલાંક અધિકારીઓની બદલી તોફાનોને વેગ આપવા માટે ઇરાદા પૂર્વક કરવામાં આવેલ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તે સંદર્ભે કમિશને કરેલી ઝીણવટભરી તપાસના અંતે આ બદલીઓ નિયમિત પ્રક્રિયા હોવાનું અને કચ્છ અને ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષકોની બદલી બાદ મુકવામાં આવેલા પોલીસ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાબૂમાં રાખવા સક્ષમ હતા.

બારોટ સામે કોઇ પગલાં નહીં

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે એક અખબારી અહેવાલ પ્રમાણે તત્કાલિન પોલીસ કમિશનરશ્રીએ પોલીસ મહાનિર્દેશકશ્રીને પત્ર પાઠવીને જણાવ્યુ હતું કે પૂર્વ મંત્રીશ્રી ભરત બારોટે તા. ૧૫/૦૪/ ૨૦૦૨ના રોજ દિલ્હી દરવાજા બહાર હિંસા કરવા માટે ટોળાને ઉશ્કેરેલ હોઇ, શ્રી બારોટ સામે પગલા ભરવા જોઇએ. પરંતુ, સરકાર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવેલ નથી તેવો આક્ષેપ હતો. કમિશને કરેલી તપાસમાં બહાર આવેલ હકીકત એ છે કે, રમખાણો સમયે મંત્રીશ્રી અને પાર્ટી કાર્યકરોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ટાળવી જોઇએ. શ્રી બારોટ દ્વારા તા. ૧૫/૦૪/૨૦૦૨ના રોજ દિલ્હી દરવાજા બહાર ટોળાને ઉશ્કેરણી કરેલ છે તેવું પોલીસ કમિશનરે જણાવેલ નથી. જેના કારણે સરકારે શ્રી બારોટ સામે કોઇ પગલાં ભરવાના રહેતા નથી. સરકાર અને બારોટ સામે કરવામાં આવેલ આક્ષેપો ખોટા જણાય છે અને સરકારને બદનામ કરવાનું સ્પષ્ટ નિર્દેશ થાય છે.

અમરસિંહે કોઈ પુરાવા ન આપ્યા, ઝાફરીને પૂરતું રક્ષણ

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે તત્કાલિન કોંગ્રેસ પ્રમુખશ્રી સ્વ. અમરસિંહ ચૌધરીએ સોગંદનામું કરીને તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાથે કરેલી બેઠકનો ઉલ્લેખ કરીને આક્ષેપો કર્યા હતાં કે આશરે ૧૦,૦૦૦ વ્યક્તિઓના ટોળા દ્વારા ગુલબર્ગ સોસાયટી પર થયેલ હુમલા દરમ્યાન જાફરીએ તેમના કુટુંબ અને પોતાની જિંદગી પર જોખમ અંગે પોલીસને ટેલિફોન કરીને જરૂરી મદદ અને રક્ષણ આપવા વિનંતી કરેલ હતી. તેમ છતા તત્કાલિન મુખ્યમંત્રીશ્રીએ આ બાબતને ગંભીરતાથી લઇને યોગ્ય કાર્યવાહી કરી ન હતી. પરંતુ કમિશને કરેલી તપાસમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી વિરૂધ્ધ કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયાવિહિન હોવાનું બહાર આવ્યું છે. કારણે કે, શ્રી ચૌધરી દ્વારા કમિશન સમક્ષ કોઇ પુરાવો કે નિવેદન આપવામાં આવ્યા નથી. પોલીસ કમિશનર દ્વારા બપોરના ૧૩.૦૦ કલાકે બે પોલીસ અધિક્ષક, એક પોલીસ ઇન્સપેકટર અને સી.આઇ.એસ.એફ.ની ૦૧ સેકશન ગુલબર્ગ સોસાયટીમાં મોકલવામાં આવી હતી. પોલીસ ફોર્સ બપોરના બે કલાકે ગુલબર્ગ સોસાયટીમાં પહોચ્યા તે અંગેનો પુરાવો છે. આથી, શ્રી ચૌધરીના અક્ષેપો ખોટા હોવાનું સાબિત થયું છે. તેમણે ઉમેર્યુ કે શ્રી સંજીવ ભટ્ટ કે જેઓ તે સમયે સ્ટેટ આઇ.બી.માં નાયબ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતાં તેમના આક્ષેપ પ્રમાણે, તા. ૨૮/૦૨/૨૦૦૨ ના રોજ મુખ્ય મંત્રીશ્રીએ બોલાવેલ બેઠકમાં શ્રી અહેસાન જાફરી અને તેના કુટુંબીજનો પર જીવનું જોખમ છે તેની જાણ મુખ્યમંત્રીશ્રીને કરવામાં આવેલ હતી. જો કે કમિશનની તપાસમાં શ્રી ભટ્ટ દ્વારા પોતાની સહી સાથેનો જે ફેકસને આધાર પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો તે અંગે સ્ટેટ આઇ.બી.નું રેકર્ડ ચકાસતાં તે ફેકસના દસ્તાવેજ નકલી હોવાનું બહાર આવ્યું છે. શ્રી જાડેજાએ ઉમેર્યુ કે સ્વ. અહેસાન જાફરીને રક્ષણ આપવા બાબતે શ્રી અમરસિંહ અને સંજીવ ભટ્ટ દ્વારા કરવામાં આવેલા આક્ષેપની ગંભીરતાને ધ્યાને લઇને કમિશન દ્વારા તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પૃચ્છા કરતાં તેઓએ કમિશન સમક્ષ નિવેદન આપ્યું હતું કે,

“ 1) In my capacity of the then Chief Minister and the Home Minister of the State of Gujarat, I was personally reviewing the situation continuously by holding appraisal/review meetings of the senior government and police officials responsible for the maintenance of law and order more than once daily to ensure that normalcy is restored immediately. I was being kept informed about the incident started happening on 27.2.2002 and from 28.2.2002 by the senior officers heading their respective departments. The senior officers heading their respective departments were also keeping me posted with the steps taken by them to control the sudden violent situation erupted in the aftermath of Godhra train burning incident with the effective aid and assistance of all forces including para-military forces and military which the State agencies had deployed immediately.

2) I did not receive any telephone call from Shri EhsanJaffri, Ex-Member of Parliament either on 28.2.2002 at 1.00 p.m. or any other point of time.

3) I do not recollect the exact date and time on which Shri Amarsinhbhai Chaudhary met me in connection with the riots. I recollect he having met me once but never mentioned about any particular incident of violence at any particular place.

4) Shri Sanjiv Bhatt, who was SP level officer at the relevant point of time, never met me either just before Shri Amarsinhbhai Chaudhary met me or at any other time.”

તપાસને અંતે કમિશન એ તારણ પર આવ્યું છે કે સત્તાધીશો સામે બેદરકારી અથવા નિષ્ક્રીયતાના જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમાં સત્ય જણાઇ આવતું નથી.

આર. બી. શ્રીકુમારનો હેતુ શંકાસ્પદ

શ્રી આર. બી. શ્રીકુમારે સોગંદનામાઓમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી દ્વારા મૌખિક રીતે ગેરકાયદેસરની સૂચનાઓ આપવા અંગે, સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના કોચ એસ-૬ને ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે બાળી નાખવા અંગે ઉત્તર પ્રદેશના પોલીસના માણસો પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ અંગે તેમજ એડવોકેટ પંડયા અને સરકારી અધિકારી સાથે થયેલ બેઠકમાં કમિશન સમક્ષ કઇ રીતે જુબાની આપવી તેના માટે કરવામાં આવેલા દબાણની વાર્તાલાપની ટેપ રજુ કરીને તે અંગે આક્ષેપો કર્યા હતા. આ તમામ આક્ષેપો કમિશને તથ્ય વિહીન હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે અને ઉપરોકત આક્ષેપો સંદર્ભે બારીકાઇથી તપાસ કરીને કમિશન એ તારણ પર આવેલ છે કે, (૧) પ્રથમ સોગંદનામામાં અથવા પુરાવાઓ આપતા સમયે ગેરકાયદેસરની સૂચનાઓ અંગેની વિગતો જે તે સમયે કમિશનના ધ્યાન પર મુકવાની જરૂર હતી. વધુમાં, તેઓની વિશ્વસનીયતા શંકાસ્પદ બને છે. (૨) ઉત્તર પ્રદેશ પોલીસનું કાર્યક્ષેત્ર ઉત્તર પ્રદેશની સરહદ સુધી અથવા વધુમાં વધુ ગુજરાતની સરહદ શરૂ થાય ત્યાં સુધી હોઇ શકે. આથી ઉત્તર પ્રદેશના પોલીસના માણસોએ કોચને સળગતો જોયા અંગેના પ્રત્યક્ષ સાક્ષીઓ અંગેની વિગતો પણ ખોટી છે. કમિશન સમક્ષ આવા પ્રકારનું ખોટું સાહિત્ય રજૂ કરવા અંગે શ્રી આર. બી. શ્રીકુમારનો હેતુ શંકાસ્પદ છે. કમિશન સમક્ષ સત્ય બાબતો રજૂ કરવાના બદલે સરકાર દ્વારા લીધેલ પગલાના કારણે તેઓએ (શ્રીકુમારે) ગુજરાત સરકાર સામે મલિન ઇરાદાથી ખોટા આક્ષેપો તૈયાર કરેલ છે. (૩) ટેપના વાર્તાલાપમાં કમિશન સમક્ષ ખોટી હકીકતો રજૂ કરવા માટે શ્રીકુમારને કોઇપણ પ્રકારનું દબાણ કર્યું હોય તેવું ફલિત થતું નથી. શ્રીકુમારને કોઇપણ પ્રકારની ધાકધમકી કે દબાણ કરવામાં આવેલ નથી.

****************

જસ્ટીસ નાણાવટી અને મહેતા પંચ દ્વારા તપાસના અંતે કરાયેલ અગત્યની ભલામણો થોડા ધાર્મિક નેતાઓ, સંગઠનો અને અસામાજિક તત્વો બે કોમ વચ્ચેના ભાગલાં પડે તેમાં રસ ધરાવતા હોય છે.

ધાર્મિક નેતાઓ જવાબદાર

જેના કારણે કોમો વચ્ચે તિરસ્કારની ભાવના પેદા થાય અને કોઇ બનાવ બને તો ઉશ્કેરણી કરીને કોમી હિંસાનું સ્વરૂપ આપે છે. ધાર્મિક નેતાઓ અથવા રસ ધરાવતી વ્યક્તિઓની દોરવણી/આગેવાનીમાં ગરીબ અને અભણ માણસો દોરવાઇ જાય છે. જેઓ, કોમી હિંસા આચરે છે. પરંતુ, તેઓ યોગ્ય કરી રહ્યા છે કે કેમ તેની ખબર હોતી નથી. દરેક સમાજના સમૂહને પોતાનો માનવ ધર્મ શું છે તે અંગે યોગ્ય શિક્ષણ આપવું જોઇએ અને કોમી હિંસા સમાજની કલ્યાણકારી પ્રવૃતિને કઇ રીતે હાનિકારક બને છે તે સમજાવું જોઇએ. જેથી સમાજના આવા પ્રકારની નબળાઇઓ દૂર થઇ શકે. આથી, કમિશન ભલામણ કરે છે કે, સમાજમાંથી આવા પ્રકારની નબળાઇઓ દૂર થાય તે માટે યોગ્ય પગલાં ભરવા જોઇએ.

સરકાર પાસે પુરતી પોલીસ ન હતી

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી તે રાજય સરકારની પ્રાથમિક જવાબદારી છે. શિસ્તબધ્ધ પોલીસ ફોર્સ સમાજમાં શાંતિ જળવાઇ રહે અને કોઇ અડચણ ન થાય તે બાબત સુનિશ્ચિત કરે છે. પુરાવાઓ વિચારણામાં લેતાં કોમી હિંસાના જે બનાવ બને છે તેમાં ધ્યાન ખેચે તેવી એ બાબત છે કે, પોલીસની ગેરહાજરી અથવા હિંસક ટોળાઓને કાબૂમાં લેવા માટે અપૂરતો પોલીસ ફોર્સ હતો.

કમિશનનું મંતવ્ય છે કે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પૂરતો પોલીસ ફોર્સ હોવો જોઇએ. રાજય સરકાર પાસે પુરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ ઉપલબ્ધ ન હતો તેવી હકીકત કમિશન સમક્ષ છે. આથી, ભલામણ કરવામાં આવે છે કે, રાજય સરકારે પોલીસ ફોર્સ પુરતા પ્રમાણમાં છે કે કેમ, તે અંગેની નિયમિત ચકાસણી કરવી જોઇએ. ખાલી જગ્યા ઝડપથી ભરવી અને પોલીસ ફોર્સ/દળને તાલીમ બધ્ધ કરવો. જયાં સુધી તાલીમ બધ્ધ પોલીસ ફોર્સ ન હોય, ત્યાં સુધી કોમી હિંસાના બનાવોનો સામનો કરવાની અપેક્ષા રાખી શકાય નહી.

પોલીસ પાસે હથિયાર ન હતા

કમિશનના ધ્યાન પર બીજી વસ્તુ આવેલ છે કે, ઉશ્કેરાયેલા મોટા ટોળાઓનો સામનો કરવા માટે પોલીસ ફોર્સ અસહાય બને છે. થોડા હથિયારધારી પોલીસ ટોળાનો અસરકારક રીતે સામનો કરી શકે નહી. આ ઘટના ઘણા બધા સ્થળોએ બનેલ છે. આથી, પોલીસ ફોર્સને પુરતા સાધન સામગ્રી, હથિયારો સાથે ડીપ્લોય કરવા જોઇએ. ઘણા સમયે પોલીસ ફોર્સ પાસે પુરતા પ્રમાણમાં દારૂ ગોળો ન હોવાના કારણે હિંસક ટોળા પર અસરકારક રીતે કાબૂ મેળવી શકાતો નથી. સરકારે દરેક પોલીસ સ્ટેશનોમાં પુરતા પ્રમાણમાં અધિકારીઓ/કર્મચારીઓ કે જેઓ પાસે પુરતા પ્રમાણમાં સાધન સામગ્રી એટલે કે, વાયરલેસ, વાહનો અને દારૂ ગોળો હોય તેની ખાત્રી કરવી જોઇએ. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો પોલીસ ફોર્સની ગુણવતા અને અસરકારકતામાં વધારો થશે. આથી, આવા પગલાં ભરવામાં આવે.

પત્રકારો જવાબદાર

 

માત્ર પોલીસ અધિકારીઓ નહી, પરંતુ સમાજની કેટલી વ્યક્તિઓ દ્વારા કમિશન સમક્ષ સ્ટેટમેન્ટ અથવા પુરાવારૂપે રજુઆત કરવામાં આવી છે કે, ગોધરા બનાવની મીડિયા દ્વારા પ્રસિધ્ધિ કરવામાં આવી હતી, જેના કારણે લોકોમાં આક્રોશ વધ્યો હતો અને આ આક્રોશ કોમી હિંસામાં પરિવર્તિત થયો હતો. સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા શ્રી કુમારે તેમના એક સોગંદનામામાં જણાવેલ છે કે, “મીડીયામાં જઘન્ય અને અમાનવીય જીવંત પ્રસારણકરવામાં આવેલ અને ઘણા સ્થળોના કોમી હિંસાના બનાવો અંગે જે સમાચાર પ્રસિધ્ધ થયા તે સમાચારો મોટા પ્રમાણમાં બેજવાબદાર રીતેપ્રસિધ્ધ કરવામાં આવેલ હતા. શ્રી રાહુલ શર્મા જેઓ ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક હતા, તેઓના જણાવ્યા પ્રમાણે પણ દૈનિક સ્થાનિક સમાચાર પત્રોના અહેવાલના કારણે હિંસા ભડકી હતી. આ વિગતો ધ્યાનમાં લઇને કમિશને ભલામણ કરેલી છે કે કોમી રમખાણો સમયે મીડિયા/ માધ્યમ દ્વારા બનાવો અંગે જે સમાચારો પ્રસિધ્ધ કરવામાં આવે તેમા યોગ્ય પ્રતિબંધ મુકવો જોઇએ. મીડિયા/માધ્યમોએ પણ પોતાની ફરજ સમજીને વ્યાજબી અહેવાલ/સમાચારો પ્રસિધ્ધ કરવા જોઇએ. કોમી બનાવો અંગે એવા કોઇ સમાચારો પ્રસિધ્ધ ન કરવા જોઇએ કે જેનાથી લોકોમાં ઉશ્કેરાટ વધે અને કોમી હિંસા ભડકે. મુશ્કેલીના સમયે મીડિયા સંયમી રીતે કામગીરી ન કરે અને તેની મર્યાદા ઓળંગે તે સમયે સંબંધિત સત્તાધિશોએ મીડિયા પર ત્વરીત અસરકારક પગલાં ભરવા જોઇએ.