મોરબીના મહેન્દ્રનગર ગામે ગૌરક્ષક પર થયેલા ફાયરીંગના બનાવમાં ગૌરક્ષક દ્વારા ફાયરીંગનું તરકટ રચવામાં આવ્યું હતું જેનો એલસીબી ટીમે પર્દાફાશ કરીને ગૌરક્ષક અને તેના ત્રણ મળતિયાઓને ધરપકડ કરી છે.
12 ફેબ્રુઆરી 2019માં દિનેશ રામજીભાઈ લોરિયા રહે મહેન્દ્રનગર વાળા પર મહેન્દ્રનગર ગામની સીમમાં આવેલા નિરાધાર ગૌશાળાના મેઈન ગેટ પાસે પોતાની સ્કોર્પીઓ કારમાં બેઠા હતા ત્યારે ડબલ સવારી મોટરસાયકલમાં અજાણ્યા ઇસમોએ કાર પર ચારેક રાઉન્ડ ફાયરીંગ કરી નાસી ગયા હોવાનું જાહેર કર્યું હતું. જે મામલે જીલ્લા એસપીએ તપાસ કરતાં અને ફરિયાદીએ ઉપજાવી કાઢેલ ફરિયાદ હોય જેથી સઘન પૂછપરછ કરતા ફરિયાદી દિનેશ લોરિયા અને સાહેદ અશ્વિનભાઈ પરમાર રહે મોરબી વાળાએ જશાપર વાંઢ તા. ભચાઉ જી ભુજ ખાતેના ઈબ્રાહીમ ઈસ્માઈલ તરાયા, સિકંદર ઈસ્માઈલ તરાયા, અબ્દુલ ઓસમાણ તરાયા સાથે મળી ગૌ શાળાની જમીન બચાવવા જશાપર વાંઢ ગામના ઈસમોની મદદગારી લઈને ફાયરીંગ કરી બનાવને ખોટી રીતે અંજામ આપેલ હોય જે દેશી હાથ બનાવટનો કટ્ટો કીમત રૂ ૨૦૦૦ નો કબજે કરી વધુ તપાસ ચલાવી છે.