ગૌરચની ફળદ્રુપ જમીનની માટી ખોદવાનું સિંચાઈ વિભાગનું કૌભાંડ

ગીર સોમનાથનાં સુત્રાપાડાના સરા ગામે ગૌચરની ફળદ્રુપ જમીનમમાંથી માટી કાઢી લઈને સરકારને રોયલ્ટી ચૂકવ્યા વગર ખનીજ ચોરી કરનારા શખ્સો પકડાયા છે. સિંચાઈ વિભાગના અધિકારી અને સરપંચની સાંઠગાંઠ સાથે ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનિજ ચોરી કરતાં હતા. સિંચાઈ વિભાગના અધિકારીએ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ બનાવવા કામ કરવાની મંજૂરી આપી હતી. તળાવના બદલે ગૌચર જમીનમાંથી માટી કાઢી લેવામાં આવતી હતી.

પોલીસ તપાસમાં સિંચાઈ વિભાગ અને ગ્રામ પંચાયતની સંડોવણી પણ ખુલવાની શકયતા છે. ખાણ ખનીજ વિભાગે દરોડા દરમિયાન ૧ હિટાચી, ૧ જેસીબી, ૫ ડમ્પર સહિત ૯૫ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. અને ખાણ ખનિજ વિભાગ દ્વારા ૫.૭૩ લાખની ખનિજ ચોરીની ફરિયાદ નોધાઈ છે.