ભારત સરકારની જળ સંચય અભિયાનની ઉચ્ચ અધિકારીઓની ટીમના વડા કેન્દ્રીય ખાતર અને રસાયણ ખાતાના કેન્દ્રીય સંયુકત સચિવ રજનીશ ટીંગલે જળ સંચયની કામગીરી સમયસર કરવા, મોટા ગામોના ગૌચરમાંના તળાવો નિમ કરવા અને તળાવોમાં વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય, જળ સંચય થકી આસપાસની જમીનોના પાણીના તળ ઉંચા લાવવાની કામગીરીમાં ત્વરીતતા લાવવા સુચના આપી હતી. જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાના નિષ્ક્રીય થઇ ગયેલા ભુગર્ભ ટયુબ વેલોને આગામી ચોમાસાના વહી જતા પાણી અટકાવી તેનો જળ સંચય કરવાના હેતુસર રીચાર્જ વેલ તરીકે ઉપયોગમાં લેવા જણાવ્યુ હતું.
કલેકટર એમ.વાય.દક્ષિણીએ પાણી સંરક્ષણ અને વરસાદી પાણીનો સંગ્રહ,પરંપરાગત અને અન્ય આ અભિયાનમાં જોગવાઈ અંતર્ગત મહેસાણા જિલ્લામાં પાણી સંગ્રહના માળખામાં ધરોઈ ડેમ,સુજલામ સુફલામ ફેલાયેલ નહેર,નર્મદા પ્રોજેક્ટના નહેરો, નાની સિંચાઇ યોજના, નિરીક્ષણ તળાવો, ચેક ડેમના તેમજ મહેસાણા જિલ્લાના વોટર બજેટની જાણકારી આપી હતી. જળ સંચયના કામો સુચારું રીતે કરવા માટે જળ સંચય અને સંરક્ષણનું પ્લાનીંગ રજૂ કરવા પણ જણાવ્યું હતું. વરસાદી પાણીનો સંગ્રહ વધુમાં વઘુ થાય તે માટે તળાવો ઉંડા કરવા ઉપરાંતની કામગીરીથી વાકેફ કર્યા હતા.
ગ્લોબલ કલાઇમેટની અસરમાંથી દેશની જનતાને બચાવવા આગામી સમયમાં રાષ્ટ્રને પાણીની સમસ્યામાંથી મુકત રાખવા ધરતીના પેટાળમાંથી જળ ઉલેચતા એવા ૨૫૩ જિલ્લામાં મીશન જળ બચાવો અભિયાન હેઠળ આગામી ૩જી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં વરસાદી પાણીનો અસરકારક જળ સંચય કરી ધરતીના પેટાળને પુનઃ જળપ્લાવીત કરવાનું બીડુ હાથ પર લીધુ છે. ગુજરાત રાજયના મહેસાણા જિલ્લા સહિત પાંચ જિલ્લાનો પણ આ જળ શક્તિ અભિયાનમા સમાવેશ થયેલ છે.
રજનીશ ટીંગલ અને તેમના સાથી અધિકારીઓની આગેવાની હેઠળ મહેસાણા ખાતે આવી જળશક્તિ અભિયાનની મહેસાણા જિલ્લામાં થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. નદીઓના પુનરુત્થાન, પ્રદૂષિત પાણીને નદી – ગામના તળાવોમાં આવવાથી અટકાવવા, તળાવને ગહન બનાવવા અને કાંઠાને મજબૂત બનાવવા પર કામ, ગામ તળાવો / સીમ તળાવમાં ઝાડીઓને સાફ કરવાની, એરિયા વાલ્વને વિસ્તારના તમામ પીવાના પાણીની મુખ્ય લાઇન પર સમારકામ કરવું, વેસ્ટ વોટર રીયુઝ પોલિસી અમલીકરણ, ડી-લુપ્તતા પ્લાન્ટનું અમલીકરણ શહેરી વિસ્તારોમાં રેઇનવોટર જીડીઆરસીમાં પાણી સંરક્ષણ વગેરેની જાણકારી જિલ્લા અધિકારીઓ પાસેથી તેમણે મેળવી જરુરી માર્ગદર્શન આપ્યુ હતુ.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.