ગૌ પ્રેમીના અવસાનથી ગાય રોજ આંશુ સારે છે

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં રહેતા ગૌ ભક્ત ઉકાભાઇ ખીમજીભાઇ કોટડિયાનું 25 એપ્રિલ 2019માં અવસાન થયું હતું. ઉતરક્રિયા સુધી બેસણું રાખેલું હતું. એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવતી રહી હતી. ગાય ઉકાભાઇ કોટડિયાની છબી પાસે જઇ ઉભી રહે છે. છબી સામે માથું નમાવીને છબી સામે કે બાજુમાં બેસી રહે છે, આસુંડા સારે છે. માનવીય સંવેદના સાથે ગાયમાતાની સંવેદના ઉપસ્થિત તમામ લોકોની આંખોમાં આંસુ લાવી દે છે. ઉકાભાઈ કોટડીયાને ગાય સારો પ્રેમ હતો. તેઓ ગાયો માટે ખુબજ ચિંતિત રહ્યા હતા. આજીવન તેઓએ ગાયોની સેવા કરી છે. અચાનક તેમના મૃત્યુ પછી દરરોજ આ ગાય અહી આવે છે.