ભાજપના નેતાઓ ઘણી વખત પ્રજાની સાથે સાહસ કરીને ઊભા રહીને પક્ષની ખોટી નીતિ માટે અવાજ ઉઠાવી પણ શકે છે. એવું મહેસાણામાં ખેડૂતોની જમીનને ગ્રીન બેલ્ટ માટે 10 વર્ષ માટે અનામત કક્ષામાં મૂકી દઈને ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. એપ્રિલ 2018માં મહેસાણામાં નવો વિકાસ નકશો બનાવાયો હતો જે પ્લાનને ભાજપના નેતાઓએ પૈસા બનાવવાનું સાધન બનાવી દીધું છે. તે વિગતો જાહેર થયા પછી આગળ કોઈ કાર્યવાહી થઈ નથી.
પ્લાન મંજૂર થાય તે પહેલાં મહેસાણામાં ભાજપના 22 નેતાઓએ ખેડૂતોની પાસેથી નકશાના મુખ્ય માર્ગો પરની જમીન સસ્તામાં લઈ લીધી છે. અને હવે તેનો ભાવ એક કરોડના 12 કરોડ થઈ ગયા છે. તેનાથી પણ સંતોષ ન થતાં જે જમીન ખેડૂતોએ આપી નહીં તેમને ગ્રીન બેલ્ટમાં નાંખી દઈને ખેડૂતો પાસેથી સસ્તા ભાવે તે જમીન લઈ લેવા માટે કારસો ઘડતાં 110થી વધારે ખેડૂતોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે.
ખેડૂત વિરોધી ડીપી રદ કરવા તેઓ કલ્ટેક્ટરને કહી રહ્યાં છે. કલેક્ટર દ્વારા 258 કલમ લગાવવામાં આવી છે. તેનો વિરોધ ભાજપના મહેસાણા નગરપાલિકાના સભ્ય કનુ પટેલ જંગે ચઢ્યા છે. તેમણે ખેડૂતોને એવું કહ્યું છે કે, હું ભાજપમાં તમારો અવાજ રજુ કરવાનો છું. ખેડૂતો સાથે ખોટું થઈ રહ્યું છે. ડીપી પહેલાથી જ લીક કરીને મળતયાઓને ફાયદો કરાવાયો છે. પક્ષ સામે નહીં પણ અમુક લોકો સામે મારો વાંધો છે. જે ખેડૂતોને પાયમાલ કરી રહ્યાં છે. અને વિકાસ નકસાનો ફાયદો ઉઠાવી રહ્યાં છે.