ઘનશ્યામ વધાસીયાની ગીર ગાય શ્રેષ્ઠ આવી

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ હરિફાઈ સોમનાથ વેરાવળ ખાતે રાખવામાં આવી હતી. ત્રણ કેટેગરીમાં પ્રથમ આવનારને 31000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, દ્વિતીય આવનારને 21000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો, તૃતિય આવનારને 11000 રોકડ પુરસ્કાર તથા મોમેન્ટો આપવામાં આવેલા હતા.

શ્રેષ્ઠ ગાય

શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇ શ્રેષ્ઠ ગૌવંશ હરિફાઇમાં ગીરગાયમાં પ્રથમ ગૌપાલક ઉનાના ઘનશ્યામભાઇ વધાસીયા આવેલા હતા. દ્વિતિય ગૌપાલક માણાવદરના કાંતિભાઇ ભુત આવેલા જ્યારે તૃતિય સ્થાને ગૌપાલક માણાવદરના સેની જગદીશભાઇ આવેલા હતા.

શ્રેષ્ઠ વાછડી
વાછડીમાં પ્રથમ ગૌપાલક માણસુરભાઇ ભુરાણી માળીયા હાટીના આવેલા, દ્વિતીય ગૌપાલક રાજુભાઇ ડોબરીયા તાલાળા, તૃતિય ગૌપાલક નીતીન બારડ કોડીનાર આવેલા હતા.

શ્રેષ્ઠ વાછરડો

શ્રેષ્ઠ ગોવંશ હરિફાઇ વાછરડામાં પ્રથમ ગૌપાલક ભલગરીયા પ્રકાશભાઇ મેંદરડા, દ્વિતિય ગૌપાલક પ્રશાંત પાઘડાર-મેંદરડા, તૃતિય ગૌપાલક નગાજણભાઇ સીસોદીયા માળીયા હાટીના આવેલા હતા.