ઘર છોડી દેતાં નરેન્દ્ર મોદીને અમે ભૂલી ગયા હતા – પ્રહલાદ મોદી

વડનગરના મૂળ વતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પ્રહલાદ મોદીએ કેટલીક બાબતો જાહેર કરી છે.અમે ખેતરમાં જતાં રહેલા અને કેરીને પત્થર મારીને કેરી તોડતા હતા. ખેડૂત આવે એટલે ભાગી જતાં હતા. તેનું ઉપનામ ન હતું પણ મહોલ્લાવાળા તેને નટખટ કહેતાં હતા. તેના મુસ્લિમ ગરીબ મિત્રો હતા. અમારો પરિવાર ગરીબ હતો. દશરથ લક્ષ્મણ પટેલ મિત્ર હતા. સિનેમા નજીક ઓટલા પર સિંગ અને ચણા વેચતા હતા. આવા પરિવારો સાથે અમારે વધું સબંધ હતો.

ઈસ્ત્રીની વ્યવસ્થા નહોતી ત્યારે અમે ઘરમાં મોટા લોટામાં કોલસા ભરી દેતા હતા ઘેડ દેખાય તેવી ઇસ્ત્રી કરતા હતા.ઈસ્ત્રી વાળા કપડા પહેરવાનો શોખ હતો. તું જાણે અને તારુ કામ જાણે એવું પિતાએ કહ્યું એટલે તે લોટામાં કોલસા ભરીને ઈસ્ત્રી કરતાં હતા.

અમારા બારોટ નાંદેડની અંદર પણ છે. એમના ચોપડાની અંદર જે પેઢીનામું લખેલું છે એમાં સ્પષ્ટ દર્શાવેલું છે કે, અમે રાજવી પરિવારના રાજપૂત કુળના સંતાનો છીએ.

વડનગરમાં ચા વેચવાનો સ્ટોલ હતો, મારા પિતાના નામનો અને આજે પણ છે. સ્કૂલ નજીક હતો અને રીસેશ પડે અને ટ્રેન આવવાનો ટાઈમ હોય એટલે જે ભાઈ વહેલો જાય એ ચા ઉપાડે અને વેચે. લગભગ અમારા બધા ભાઈઓએ ચા વેચી છે. નરેન્દ્રભાઈ તેઓ નિયમિત પહોંચી જતા હતા. દુકાન પર અને વધુ સમય બાપુજીના કામમાં આપતા હતા, અમે બધા તો વેચી ના વેચી એવું પણ નરેન્દ્રભાઈએ ચા વેચી હતી.

નરેન્દ્રભાઈએ 1970માં ઘર છોડ્યું. સારા કામ માટે ઘર છોડ્યું હતું. રજા લઈને ગયા હતા. તે વખતે દુઃખ લાગ્યું ન હતું. 5 છે તેમાં એક ભલેને દેશની સેવા કરે એમ માનીને મન મનાવી લીધું હતું. પરિવારના સંસ્કાર રહેલા છે કે દૂર જતાં હોય તો તેની સામે વાંધો ન હોય. પેલા ભાઈ 70માં જૂદા રહ્યાં અમે હવે જૂદા રહ્યાં. એમનો જન્મ 1950માં થયો હતો. એટલે 20 વર્ષની ઉંમરે તેમણે ઘર છોડી દીધું હતી. અમદાવાદમાં બીજા નંબરના ભાઈ કેન્ટીન ચલાવતા હતા. તેમની મદદમાં ત્યાં હતા. અમારો પરિવાર અને અમારો સમાજ પણ એ ટાઈપનો છે કે, 18થી 20 વર્ષનું બાળક થાય એ કમાવાનું કામ કરે. કમાવવા માટે બહાર જાય. નરેન્દ્રભાઈએ પોતાનું આખું જીવન રાષ્ટ્રને સમર્પિત કરવાનો નિર્ધાર ઘોષિત કર્યો હતો. ઘરેથી માતા-પિતાની રજા લીધી. પરંતુ એક સમાજના વિચારોથી અમે તૃપ્ત હતા એટલે થોડા દિવસ એમ લાગ્યું કે ભાઈ ગયો ભાઈ ગયો. પણ પહેલા બા ભૂલી ગયા, પછી અમે ભૂલવાનું શરૂ કર્યું અને નરેદ્રભાઈ સંઘના કાર્યમાં ફરતા રહ્યા અને એમા તેમણે પ્રગતિ સાધી.

17 મે 2014માં શું કહ્યું હતું પ્રહલાદ મોદીએ

નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદ તે દિવસને યાદ કરીને કહ્યુું હતું કે, જુવાનીમાં  નરેન્દ્ર મોદી પતંગ ચગાવતા હતા.
જ્યારે ચકરી પકડતો હતો. જો હું ના પાડતો તો તે ગુસ્સે થઈ જતા હતા. મને મારતા હતા. હું આજે પણ તેનાથી ગભરાવ છું. હવે અમે બન્ને ભાઈ ઓછા જ સાથે નજરે પડે છે.

નરેન્દ્ર મોદીએ લાંબા સમય સુધી પરિવાર સાથે દૂરી બનાવી રાખી. આથી ચુંટ્ણી સભામાં નરેન્દ્ર મોદી કહેતા હતા કે “મારે પાસે કોઈ નથી” જેના કારણ ભ્રષ્ટ થવાય.

પોતાના ભાઈ ઉપર ગર્વ છે. મને લાગે છે કે તેઓ મને હજુ પણ પ્રેમ કરે છે. જે પણ આ દેશનું ભલું ઈચ્છે છે તેણે ગભરાવાની જરૂર નથી. મુસલમાનોએ ગભરાવવાની જરૂર નથી. નરેન્દ્ર ભાઈ જ્યારે નાના હતા ત્યારે પણ મુસલમાનો સાથે રમતા હતા. વડનગરમાં ભાઈઓ મોટા થયા અને પછી આખો પરિવાર ત્યાંથી નીકળી ગયો. નરેન્દ્ર મોદી ત્યાંરથી જ નીકળી ગયા હતા જયારે તે કીશોર વયના હતા. આ વયમાં જ નરેન્દ્ર મોદીએ પોતાને હિન્દુ રાષ્ટ્ર્વાદી સંગઠન- રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને સમર્પિત કરી દીધું હતું. હું આશા કરુ છું કે તે અમારા પરિવારની આગલી પેઢીને મદદ કરશે. પણ મને વિશ્વાસ છે કે તે એવું નહી કરે. એ તો કારાણ વગર કોઈ કારણે કોઈને ચા પણ નથી પિવડાવતા વિશેષ કરીને પોતાના પરિવારને.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરતા વિવાદમાં આવ્યા હતો. પ્રહલાદભાઈ પર ઈન્દ્રપુરી વોર્ડમાં મંગલદીપ એસ્ટેટમાં ગેરકાયદેસર બિલ્ડિંગ બાંધી હોવાનો આરોપ છે. ગેરકાયદેસર બાંધકામના કારણે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશને તેમને બે નોટિસ પાઠવી છે. કોર્પોરેશને ગેરકાયદેરસ રીતે બાંધવામાં આવેલા બિલ્ડિંગને 17 જૂલાઈના રોજ તોડી પાડવાનું નક્કી કર્યુ છે. બિલ્ડિંગ તોડી પાડવા માટે કોર્પોરેશને પોલીસ બંદોબસ્તની માગ કરી છે.

રેશનિંગ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પણ રાજ્યભરના રેશનિંગ દુકાનધારકો સાથે ધરણા કર્યા હતા.