હમણાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક જગ્યાએ ચકલીઓને તાવ આવતાં તે માંદગી ને કારણે ટપો ટપ મરી રહી છે. તેના કારણે ચકલીઓની સંખ્યમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો. એક તો ચકલી ઓછી થઈ ગઈ છે અને બીજી આ નવી આફત તેના પર ત્રાટકતાં ઘર ચકલી નેસ્ટનાબુદ થવાની આરે આવીને ઊભી છે. હાલ ચકલીઓ મોબાઈ ફોન ટાવનરના વેવ્ઝ અને ખેતરોમાં છંટાતી જંતુનાસક દવાના ખતરાનો સામનો કરી રહી છે.
ચકલીઓ પર થયેલા અભ્યાસમાં સામે આવ્યું કે, સરેરાશ 74% ચકલી મલેરિયાથી પીડાઈ રહી છે. દરેક ચકલીમાં મલેરિયાની તીવ્રતા અલગ અલગ જોવા મળે છે. વન્યપ્રાણીઓમાં ચેપ હંમેશાં પરોપજીવી કારણોથી થાય છે. ચકલીઓના મામલામાં પણ આવું જ છે. ચકલીનાં સેમ્પલ્સનાં અભ્યાસમાં પ્લાઝમોડિયમ રેલિકટમ જે પક્ષીઓમાં થતાં મેલેરિયાનું કારણ છે તેની પુષ્ટિ કરાઇ હતી.
પક્ષીઓમાં થતાં આ મલેરિયાની અસર મનુષ્યો પર થશે નહીં કારણકે, પક્ષીઓમાં થતો આ મલેરિયા અને મનુષ્યોમાં થતા મલેરિયાના પ્રકારો જુદા છે. પલાઝમોડિયમ રેલિકટમના વાહક મચ્છરો પક્ષીઓમાં થતાં ચેપનું કારણ છે, જ્યારે માણસોમાં થતાં મલેરિયાનું વાહક એનોફિલીઝ મચ્છર.
પક્ષીઓમાં થતા અવીઅન મલેરિયાને આમ તો રોકી શકતો નથી.
ગરમીમાં મચ્છરોના ઉપદ્રવને રોકવો એ જ આ ચેપને ફેલાવતા રોકવાનો ઉપાય છે. ચેપના વાહકોની સંખ્યા ઓછી થવાથી આ બીમારીને ફેલાવતા રોકી શકાય છે. આ અભ્યાસ જગત કિનખાબવાલાના 98250 51214 પુસ્તકમાં ‘Save the Sparrows’ વણી લીધેલી છે.
ઉપાય તરીકે તે જગ્યા આસપાસ જમીન ઉપર પાણીનો છંટકાવ વઘારે રાખવો જેથી ગરમી ઓછી થાય. ગરમીમાં મચ્છરનો ઉપદ્રવ વધે છે. લીમડાનું તેલ લઇ પંપથી પાણીમાં ભેળવી છંટકાવ કરવો જેથી મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય. લીમડાનું તેલ ના હાય તો સાદા પાણીમાં લીમડાના પાન ઉકાળીને તે પાણીનો છંટકાવ કરવો. પાણી ભરાય ન રહે તેનું ધ્યાન રાખવું. પીવાના પાણીમાં ORS દવા વાળા પાસેથી લઇ નાખવું.
આ કાળજી થી મચ્છર ઓછા થશે અને રોગ વધતો અટકશે.