ચલાલા નગરપાલીકાનાં પ્રમુખ હિંમત દોંગાનો પશુપ્રેમ જોવા મળેલ છે. થોડા દિવસ પહેલા જંગલ વિસ્તારમાંથી એક હરણ ભૂલથી માનવ વસવાટ તરફ આવી હુડલીની સીમમાં ભટકી ગયું હતું. તેની પાછળ શિકારી કુતરા દોડીને હુમલો કર્યો હતો. તેમાંથી હરણ છટકીને ચલાલા નગર પાલિકાના પ્રમુખ હિંમત દોંગાના નિવાસસ્થાન સુધી એકાએક પહોંચી ગયું હતું. બરાબર એજ સમયે પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા સાથે ચર્ચા કરતાં હતા. ડેલાની બારી કુદીને હરણ અંદર આવી ગયું હતું. તે લોહી લુહણ થઈ ગયું હતું. કેટલાંક નેતા, નેતી અને રાજનેતાઓ શિકારના શોખીન હોય છે. પણ ચલાલાના નેતાએ હિંસા નહીં પણ અહિંશા શિખવી છે.
કુતરાને ભગાડી હરણને બાથમાં લઈ તેની સારવાર શરૂ કરી હતી. પશુ ડોકટરને ફોન કરી તાબડતોબ બોલાવી તેની સારવાર ચાલુ કરાવી જંગલખાતાને જાણ કરતા જંગલ ખાતાના અધિકારીઓ દોડી આવ્યા હતા.
કોઈ કામ ન કરી શકે તેવા વૃદ્ધ બળકોને તેમણે સાચવ્યા હતા. બે વર્ષ પહેલાં થતાં બળદની અંતિમ શ્વાસ સુધી પરિવારનાં સભ્યની માફક સેવા-ચાકરી કરી હતી. બળદે અંતિમ શ્વાસ લીધા ત્યારે પણ તેમની શાસ્ત્રોક્ત વીધીથી અંતીમક્રિયા કરી હતી. એવા પશુપ્રેમી પ્રમુખ છે.