થરાદ તાલુકાના ચાંગડા ગામના અરજદારની વડીલોપરજિત મિલકત પંચાયતના નામે થયેલી. જે સંયુક્ત નામે કરવા માટે સરપંચે 50 હજારની માગણી કરી હતી. પરંતુ અરજદાર પાસે 10 હજારની જ સગવડ થતાં તેમજ લાંચની રકમ આપવાના માંગતા હોઈ પોલીસનો સંપર્ક કરતા છટકાનુ આયોજન કર્યું હતુ. જે રકમ લાખણીથી અરજદાર પાસેથી સરપંચનો ભાઈ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
થરાદ તાલુકાના ચાંગડા ગૃપપંચાયતના એક નાગરિકની વડીલોપાર્જિત મિલ્કત મકાનો ના આકરણી ના ભરવાથી તથા મિલ્કત નંબર ના ફેરફારથી પંચાયત ના નામે થયેલ જેથી અરજદારે એ જુના આકારણી પત્રકો તલાટી ને બતાવતા તેઓ એ સરપંચ નો વિષય હોવાનુ જણાવેલ.જેથી સરપંચ ને આ બાબતે મળી જણાવેલ કે મારા દાદા મરણ ગયેલ છે.મીલ્કત અમારા સંયુકત નામે કરવી છે.જેથી સરપંચે કહેલ કે ખર્ચો કરવો પડ્શે. ત્યારબાદ ફરી થી સરપંચ ને આ બાબતે પુછતાં જણાવેલ કે ૫૦,૦૦૦ થશે. જેથી ફરીયાદી એ ઓછા કરવાનુ જણાવતા કહેલ કે હાલ અર્ધા આપો બીજા કામ થયા પછી પરંતુ ફરીયાદીએ હાલ ૧૦,૦૦૦ની વ્યવસ્થા થઇ છે તેવું જણાવતા સરપંચે તેમના ભાઈને આ રકમ આપી દેવા જણાવતા ફરીયાદી લાંચ ની રકમ આપવા નાં માંગતા હોઇ એસીબી નો સંપર્ક કર્યો હતો અને છટકા નુ આયોજન કરતા મેવાભાઈ કાળાજી મકવાણાએ તેમના ભાઈ દાનાભાઇ કાળાજી મકવાણા (સરપંચ) ( બન્ને રહે. મેઘપુરા તા. થરાદ) ના કહેવા મુજબ લાંચની રકમની માંગણી કરી લાખણી ખાતે જાહેર રસ્તા ઉપર સ્વીકારતાં અધિકારી કે.જે. પટેલની ટીમે રંગે હાથ પકડી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.