લોકગીતો હવે ગવાતા ઓછા થયા છે. રેડિયો અને નેટ પર જે સાંભળવા મળે છે. લુપ્ત થથાં ગુજરાતના લોકગીતોને ફરી ગુંજતા કરવા માટે એક પત્રકારે અભિયાન છેડીને પુસ્તક તૈયાર કર્યું છે અને સરકારે તે પ્રકાશિત કર્યું છે.
ગુજરાતીમાં લોક ગીતોનો વારસાગત ખજાનો છે. ગુજરાતી ફિલ્મોએ તેની ઉઠાંતરી કરીને ભરપૂર લાભ લીધો છે. લોકગીતો કાયમ લોકપ્રિય રહેતાં આવ્યા છે. તે બનવાની ઘણાં વર્ષોની લાંબી પ્રક્રિયા હોય છે. લોકગીતોનું રસદર્શન કરાવતો ગ્રંથ ‘ચાંદો ઉગ્યો ચોકમાં…’ જામનગરના લોકગાયક અને પત્રકાર નિલેશ પંડયાએ તૈયાર કર્યો છે. ગુજરાત સરકારે પ્રકાશિત કર્યું છે.
લોકગીતોનું રસદર્શન કરાવવાના પ્રયાસો ઓછા થયા છે. નવા યુગમાં ને યુવા વર્ગમાં લોકગીતો લોકપ્રિય રહ્યાં નથી. નવા પુસ્તકમાં 90 લોકગીતો છે. જે આજના યુવાનોને ફરી એક વખત ગુજરાતની લોકસંસ્કૃત્તિ તરફ લઈ જશે. યુવાવર્ગ તથા લોકગીતો માણવા માંગતા લોકો હવે લોકગીતોનું રસદર્શન કરી શકશે. આ લોકગીતોની ખૂબી એ છે કે આજથી 500 વર્ષ પહેલાથી સ્ત્રી શક્તિના ગીતો ગવાતાં હતા.