ચારિત્ર્યહીન ગૌરવ દહીયા ભૂર્ગભમાં ઉતરી ગયો

પરિણીત હોવા છતાં દિલ્હીની યુવતિ સાથે સંબંધો બાંધનારા ચારિત્ર્યહીન આઈએએસ ગૌરવ દહીયા વિવાદમાં ફસાતા ભૂર્ગભમાં ઉતરી ગયો છે. ગાંધીનગરની સેકટર-7 પોલીસે આજે ગૌરવ દહીયાનું નિવેદન નોંધવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ ગૌરવ ઘરે કે ઓફિસમાં ક્યાંય મળ્યો ન હતો.

પરિણીત આઈએએસ ઓફિસર ગૌરવ રામપાલ દહીયાએ દિલ્હીની એક યુવતિને પોતાની જાળમાં ફસાવી લગ્નનું નાટક કર્યું હતું. ગત ફેબ્રુઆરી મહિનાની છઠ્ઠી તારીખે દિલ્હીની યુવતિએ અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી વાડજ ખાતેની સ્ટાર હોટલના રૂમમાં કેટલાક લોકો ધસી આવ્યા હોવાની જાણ કરી હતી. વાડજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા યુવતિએ અમદાવાદમાં રહેવા માટે મકાન શોધવા આવી હોવાનું જણાવી ગૌરવ દહીયા વિરૂધ્ધ અરજી આપી હતી. જ્યારે સામા પક્ષે જી.આર.દહીયાએ પણ યુવતિ રૂપિયા પડાવતી હોવાની તેમજ મકાન અપાવ્યું હોવાનું જણાવ્યું હતું. બંને પક્ષે આ મામલે સમાધાન થતા વાડજ પોલીસે બંને અરજીની તપાસ બંધ કરી દીધી હતી.