ચાર લોકસભા પછી હવે અમરેલીમાં પણ કોંગ્રેસમાં પક્ષાંતર, 200ના રાજીનામાં

અમરેલી કોંગ્રેસને ખતમ કરવા માટે અંદરથી ભાજપના કેટલાંક નેતાઓ મદદ કરી રહ્યાં છે. જૂનાગઢ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર કોંગ્રેસમાં પક્ષાંતર કરાવીને ભાજપે લોકસભા બેઠક જીતવા માટે કામ કરી લીધા બાદ હવે અમરેલીનો વારો છે.

અમરેલીમાં કોઈ ધારાસભ્‍યએ રાજીનામું નથી આપ્‍યું. પણ વિરોધ પક્તોષના નેતા પરેશ ધાનાણીના વતનમાં અમરેલી જિલ્‍લામાંથી 200 કાર્યકરો, આગેવાનોએ સામૂહીક રાજીનામાં આપેલા છે. જેમાં નગરપાલિકાના પુર્વ પ્રમુખો, જિલ્‍લા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પુર્વ સભ્યો, નગરપાલીકાના કાઉન્‍સીલરો, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., મહિલા કોંગ્રેસ, સેવાદળમાંથી રાજીનામાં આપી દીધા છે. સાવરકુંડલાથી શરૂ થયેલો રાજીનામાંનો સીલસીલો હવે સમગ્ર જિલ્‍લામાં ચાલુ થયો છે. જે હજું પણ ભાજપની આંતરિક મદદથી ચાલું રહેશે.

અમરેલી જિલ્‍લાના વરિષ્ઠ નેતા દિપક માલાણીને 10 માર્ચ 2019ના રોજ રોજ પક્ષમાંથી સસ્‍પેન્‍ડ કરી દેવાયા હોવાથી પક્ષમાં આંચકો આવ્યો છે અને તેનો વિરોધ કરવા માટે અમૃતવેલ ગામે શ્રી ખોડીયાર મંદિર ધામમાં થાળ કર્યો હતો. બી.એન.પટેલ, સાવરકુંડલા નગરપાલિકાના પુર્વ પ્રમુખ ભરત જેબલીયા, જિ.પં.પુર્વ સભ્ય અને કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના ડીરેકટર જસુ ખુમાણ, અબ્‍દુલભાઈ દલ, ભાયલાલ સાવલીયા, સહીત રાજુલા નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધી બાલાભાઈ વાણીયા, તથા ઉપપ્રમુખ છત્રજીતભાઈધાખડા, દીપભાઈ ધાખડા સહિત પદાધિકારીઓ, અગ્રણીઓ, અમરેલી જિલ્‍લા પં. સિંચાઈ સમિતિના ચેરમેન ભરત ગીડા, જિ.પં.સદસ્‍ય લાલ મોર, પુર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષના પ્રતિનિધિ, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ પુર્વ પ્રમુખ અને પંચાયતના પુર્વ પ્રમુખ અરવિંદભાઈ કાછડીયા, તા.પં.સદસ્‍ય દુલાભાઈ ઉકાણી, ભીખુભાઈ રવૈયા, આહીર સમાજ પ્રમુખ અને સહકારી આગેવાન દેવાતભાઈ બલદાણીયા, તાલુકા એન.એસ.યુ.આઈ. પ્રમુખ ભરતભાઈ ગીડા, જિલ્‍લા યુવક કોંગ્રેસ મંત્રી ભગીરથભાઈ, દિલીપભાઈ સોઢા, વેપારી અગ્રણીઓ અને માર્કેટયાર્ડના ડીરેકટર ભીખાલાલ આકોલીયા, અશ્‍વિનભાઈ માલાણી, ઘનશ્‍યામભાઈ પટેલ, હરેશભાઈ મશરૂ, દુર્લભજીભાઈ કોઠીયા, ભનુભાઈ જયાણી, ધીરૂભાઈ વોરા, હીમતભાઈ ગુર્જર, ચેતનભાઈ માલાણી, હીમતભાઈ વેકરીયા, તથા તાલુકાના સરપંચઓ કાળુભાઈ પટગીર, શીવરાજભાઈ મૈત્રા, ભગવાનભાઈ, બાબુભાઈ માલાણી, હકાભાઈ, બાબુભાઈ, હર્ષદભાઈ મુંજપરા, ભનુભાઈ, રમેશભાઈ શેલડીયા, અરશીભાઈ શ્‍યોરા અગ્રણી ચંદુબાપુ અગ્રાવત, માવજીભાઈ વેકરીયા, નાથાભાઈ જોગરાણા, સામતભાઈ સાંઢસુર, રાજુલા થી બાલુભાઈ આહીર, આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

આ નેતાઓએ ભાષણ કરીને કહ્યું હતું કે, જિલ્‍લામાં કોંગ્રેસ જે રીતે ચાલે છે, તે એક પેઢી કે કંપનીની જેમ ચાલે છે. કોંગ્રેસને નામે પક્ષ માટે કામ કરવું એટલે બે પરિવારના લાભાર્થે અને તેની સગવડતા માટે જ કરવા બરાબર છે. મુળ ભા.રા. કોંગ્રેસના ઉદેશો, મુલ્‍યો કે કોઈ નીતી અમરેલી જિલ્‍લા કોંગ્રેસમાં રહી નથી. એક પેઢી કે સંગઠન બની ગઈ છે. કોઈ આંગળી ચીંધી ન શકે તેવા નખશીખ કોંગ્રેસમેન કે જેઓ આજે પણ નીયમીત રીતે દિવસ-રાત કામ કરે છે.

તેને સસ્‍પેન્‍ડ કરવાના પગલાની વ્‍યંગાત્‍મક આલોચના અને તીખી પ્રક્રીયાઓ સૌએ વ્‍યકત કરેલી હતી. “તમે શું દિપકભાઈને સસ્‍પેન્‍ડ કરતા હતા, અમે તમને સસ્‍પેન્‍ડ કરીએ છીએ”