અમદાવાદ, સુરેન્દ્ર.નગર, બોટાદ જીલ્લામાં માલવાહક વાહનમાં ચાલુ વાહને ચઢી તાડપત્રી કાપી માલવાહક વાહનમાં લાદેલ કિંમતિ માલ સામાનની ચોરીના ગુન્હાહ આચરી તરખાટ મચાવતી કુખ્યાત “જત-મલેક ” ગેંગના સાગરીતોને અગ્ની શસ્ત્રો સાથે ઝડપિ રૂ. આઠ લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા છે.
અમદાવાદ ગ્રામ્ય. જીલ્લા માંથી આવેલ રાષ્ટ્રિ ય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ ઉપરથી પસાર થતા રનીંગ માલ-વાહક વાહનની તાડપત્રી કાપી વાહનમાં લાદેલ કિંમતી માલ સામાનની ચોરીઓના બનાવ સંબધે જીલ્લા પોલીસ વડા આર.વી.અસારી નાઓએ ખાસ એકશન પ્લા ન બનાવી ગુન્હારની પધ્ધતિ આધારે સ્ક્રૂાટીનાઇઝ કરી ગુન્હાઓ શોધવા કવાયત હાથ ધરેલ.
જેમાં જામગરી બંદૂક-૪, દેશી હાથ બનાવટના તંમચા-૨ તથા દારૂગોળા સાથે કુખ્યાત જત-મલેક ગેગના ચાર સાગરીતો ઝડપાયા
.દશરથભાઇ ઉર્ફે રાહુલ રાણાભાઇ પાટડીયા (ઠાકોર) રહેવાસી- હાલ પીપળી મંદિરની બાજુમાં તા.પાટડી જી.સુરેન્દ્રનગર મુળ રહે, મોટા ગોરૈયા તા.પાટડી જી.સુરેન્દ્રનગર
બાબુભાઇ અજુભાઇ ઉર્ફે બાબુજી અજુજી ઠાકોર રહેવાસી- ઇનાયતપુરા (નવાગામ) તાબે વણી તા.-વિરમગામ જી.અમદાવાદ
આરીફખાન ઉર્ફે ચીની અબ્દુલખાન જત મલેક રહે. પીપળીગામ, રામદેવપીર મંદિરની બાજુમાં તા.પાટડી જી.સુરેન્દ્રનગર. સાજીદખાન એહમંદખાન જતમલેક રહે.પીપળીગામ, રામદેવપીર મંદિરની બાજુમાં તા.પાટડી
ઉક્ત ઇસમોને દેશી હાથબનાવટની જામગરી બંદૂક નંગ-૪ કી.રૂ.૧૦,૦૦૦ દેશી હાથ બનાવટના તંમચા નંગ-૨ કી.રૂ. ૧૦,૦૦૦, અગ્નિૂ શસ્ત્રોામાં ઉપયોગ કરવા માટેનો દારૂગોળો તથા સ્કોર્પીઓ ગાડી અને મોબાઇલ ફોન-૫ કિ.રૂ. ૧૨,૫૦૦ મળી કુલ રૂ. ૫,૩૨,૫૦૦નો મુદામાલ સાથે ઝડપિ અટકાયત કરી આગવી ઢબે ઘનિષ્ટ પુછપરછ કરતા પોતાના સાગરીતો સાથે મળી વિરમગામ-માલવણ, વિરમગામ- લખતર, સરખેજ-બગોદરા, બગોદરા-લીંમડી, બગોદરા-ધોળકા, ધંધુકા-રાણપુર હાઇવે હાઇવે રોડ ઉપરથી પસાર થતા ભાર વાહક વાહનોની ચાલુ વાહને તાડપત્રી કાપી વાહનમાં લાદેલ તેલના ડબ્બા, ચોખા, મગ, જીરૂ ના કટ્ટા, કાપડાની ગાસડીઓ, ચંપલના કાર્ટુન, પ્લાચસ્ટીલક દાણા,એસી, કુલર, આર.ઓ પ્લા્ન્ટ વિગેરે કિમતી માલ સામાનની ચોરીઓના ગુન્હા ને અંજામ આપેલાની કબૂલાત કરેલ. છેલ્લા એક વર્ષ દરમ્યાન બે ડઝનથી વધુ ગુન્હાને અંજામ આપેલ. ઉક્ત આરોપીઓની ધનિષ્ઠ પુછપરછમાં પોતાના સાગરીતો સાથે મળી છેલ્લા એક વર્ષ દરમ્યાન વિરમગામ, બગોદરા કોઠ, ધોળકા, બાવળા, રાણપુર લખતર વિસ્તાતરમાં બે ડઝનથી વધુ ગુન્હા આચરેલાની કબૂલાત કરેલ તે પૈકી વિરમગામ રૂરલ-૪, ધોળકા-૧, બાવળા-૧, કોઠ-૨, રાણપરુ-૧, લખતર-૧, પાણસીણા-૧ મળી કુલ ૧૧ ગુન્હા નોધાયેલ હોવાની માહિતી હાલ સુધી પ્રાપ્ત થયેલ છે.
રૂ. અઢી લાખનો વધુનો મુદ્દામાલ રીકવર
આરોપીઓની કબૂલાત આધારે વણી ખાતે આરોપી બાબુજી ઠાકોરના ખેતરેના ડેલાની ઓરડીમાં સંતાડેલ ફોર્ચુન તેલના કાર્ટુન-૩૭, રીલાયન્સમ પ્લારસ્ટિ ક દાણાની બેગ્સ,-૪૧, ચંપલ (જૂતા)ના કાર્ટુન-૧૬, દિવાલ ઘડિયારના બોકસ-૭૬ તથા પરચુરણ સામાનના કાર્ટુન નંગ-૩ મળી કુલ રૂ. ૨,૪૩,૧૨૩/- નો મુદ્દામાલ રીકવર કરતા કુલ રૂ. ૭,૭૫,૬૨૩/- નો કુલ મુદ્દામાલ રીકવર થતા વધુ ગુન્હાણનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
ગુન્હાેને કેવી રીતે અંજામ આપતા
આ ગેંગના માણસો હાઇવે રોડ સ્કો ર્પિયો, પીક-અપ ડાલા સાથે રાત્રીના સમયે શિકારની શોધમાં નિકળતા અને હાઇવે રોડ ઉપર પસાર થતિ કિમતી માલ સામાન ભરેલ વાહનનો પીછો કરી વળાંક, રેલ્વેમ ફાટક અગર સ્પિપડ બ્રેકર ઉપર વાહન ધિમુ પડે તે સમયે ચાલુ ટ્રકની પાછળ પોતાનુ પીક-અપ ડાલુ રાખી ડાલના બોનેટ ઉપર થઇ ચાલુ ટ્રકમા પાછળથી ચઢી જઇ ટ્રકની તાડપત્રી કાપી વાહનમાં લાદેલ કીમતી માલ સામાન જેવો કે ઇલેકટ્રોનીક આઇટમ ટીવી ,વોશીંગ મશીન તેમજ ગાડીના ટાયરો તથા જીરૂ, એરંડા, ચોખા, વિગેરે અનાજ તથા તથા પ્લારસ્ટીથકના દાણા તથા તેલ – ઘી ના ડબ્બા જેવો કીમતી માલ સામનની ચોરી કરી ગુન્હાકને અંજામ આપતા અને ચાલુ ચોરી દરમ્યાન પીક-અપ ડાલને સ્કોમર્પીયો ગાડિ ડાલાની પાછળ રાખી કવરીંગ પૂરૂ પાડતા
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ઉપરોકત ઓરોપી પૈકિ – આરીફખાન ઉર્ફે ચીની અબ્દુલખાન જત મલેક રહે. પીપળીગામ, રામદેવપીર મંદિરની બાજુમાં તા.પાટડી જી.સુરેન્દ્રનગર નાનો અગાઉ બનાસકાઠા જીલ્લા ના પાલનપુર ખાતે એકાદ વર્ષ ઉપર ધાડ ના ગુન્હાજમાં તથા સુરેન્દ્રતનગર જીલ્લાના પાટડી પોસ્ટેઉ. માં હથિયાર ધારના ગુન્હાામાં તથા આરોપી- સાજીદખાન એહમંદખાન જતમલેક રહે.પીપળીગામ, રામદેવપીર મંદિરની બાજુમાં તા.પાટડી નાનો સુરેન્દ્ર નગર જીલ્લાના પાટડી પોસ્ટેે. માં હથિયાર ધારના ગુન્હાડમાં સંડોવાયેલ છે.
અત્રે નોધનિય છે કે આરોપીઓ ગુન્હાીને અંજામ આપવા જરૂર પડે વાહન ચાલકને ડરાવી નાસી છૂટવા માટે પોતાની પાસે બંદૂક/તંમચા જેવા હથિયારો રાખતા હોવાનો પૂછપરછ માં ઘટસ્પોનર્ટ થયેલ છે.
ગેંગના સભ્યો જત કોમના હોઇ ગેંગ “જત-મલેક” તાડપત્રી ગેંગનામથી માલવણ વિસ્તાતરમાં કુખ્યા ત છે.