ચાલુ બસ મથકનું ઉદઘાટન કરવા આવેલા ભાજપના સાંસદનો ગરીબોએ વિરોધ કર્યો

મારવાડી નગર સનદ મેળવવા મામલતદાર કચેરી સામે સાત દિવસથી ધરણ પ્રદર્શન આંદોલન કરતાં 30 પરિવારોને સન 1996થી ઠરાવ કરી નગરપાલિકાએ પ્‍લોટ ફાળવેલ. જેની કાયદેસર સનદ આપવામાં ગલ્‍લાતલ્‍લા કરતી સરકારનું રેઢિયાળ તંત્ર એકબીજાને ખો આપે છે. ગરીબ લોકોને ન્‍યાય અપાવવા જન ચેતના પાર્ટી મેદાનમાં આવી છે.

આજે બપોરે પાર્ટીના સંયોજક મનુભાઈ ચાવડાએ આ મુદે મામલતદારને કડક રજૂઆત કર્યા બાદ એક મહિના પહેલા ચાલું થઈ ગયેલ એસ.ટી. ડેપોના ઉદ્‌ઘાટનનો તાઈફો કરવા આવેલા સાંસદ નારણભાઈ કાછડીયાને રજૂઆત કરવા માથે કાળી રીબીન બાંધી પહોંચેલ આંદોલનકારીઓ સાથે પાર્ટીના રાષ્‍ટ્રીય કોષાઘ્‍યક્ષ જગદીશભાઈ રંગપરા, ચંપાબેન મારવાડી, ઘનશ્‍યામભાઈ વાઘેલા સહિતના મારવાડી પરિવારોએ ગતિશીલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકાર રર વર્ષથી ગરીબોને સનદ કેમ આપતી નથી ? આ પ્રશ્‍નથી ક્ષોભિત સાંસદ જવાબ આપવામાં નિષ્‍ફળ જતાં તમામ લોકો મંચ છોડી ભાગ્‍યા હતા. મારવાડીનગરને સનદ અપાવવાના