ચીન સાથે સ્પર્ધા કરતા સિરામિક ઉદ્યોગપતિઓને અધિકારીઓ પરેશાન કરી રહ્યા છે. રાજ્યમાં એમઆરપી દરેક રાજ્યમાં અલગ હોય જેથી બોક્સ પર રબ્બર સ્ટેમ્પ લગાવે છે તો અનેક રાજ્યમાં તોલમાપ અધિકારી કેસ કરીને વેપારીને હેરાન કરે છે.
ગુજરાતમાં જીએસટી, ઇન્કમટેક્ષ તેમજ પર્યાવરણ સહિતના વિભાગો ફેક્ટરીમાં મુશ્કેલીઓ ઉભી કરે છે જેથી નોકરશાહી ઓછી કરવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા અનેક કેસોમાં ટેક્સની વસુલાત નથી થઇ. જીએસટી 10 અધિકારીઓ દ્વારા તપાસ કરવા 32 ડીફોલ્ટર ઉદ્યોગો મળી કુલ 9 કરોડની રીકવરી કરવામાં આવી છે.
ગેસના ભાવવધારાથી સિરામિક ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયા છે. તેના વિકલ્પ તરીકે વપરાતા કોલ ગેસીફાયરમાં ટ્રાયલ રન અને રીપોર્ટમાં સરકારની ઢીલી નીતિથી પરેશાન ઉદ્યોગકારો જીપીસીબીના ચેરમેનને મળી રજૂઆત કરી હતી. સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસીફાયરના ટ્રાયલ રન જે ચાર માસનો સમય આપવામાં આવે છે. સિરામિક ઉદ્યોગને રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે
રૂ.100 કરોડનું MEIS રીલીઝ કરવા સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો. દિવાળીના બોનસના રૂપે આ અટવાયેલ પેમેન્ટ રીલીઝ થાય તેવા સંજોગો જણાઈ રહ્યા હતાં પણ તેમાં ગુજરાત સરકારે કોઈ મદદ કરી નથી. 1જાન્યુઆરી 2017 પછી ટાઇલ્સના એચએસ કોડ બદલવાના કારણે મોરબીના સીરામીક નિકાસકારોને મોટો ફટકો પડયો હતો.
ગુજરાતી
English



