[:gj]એન્જીનમાં ખામીના કારણે મારૂતીએ 1 લાખ કાર પરત ખેંચી [:]

[:gj]ભારતની દિગ્ગજ ઓટો કંપની મારુતિ સુઝુકીએ આજે તેની 60,000થી વધારે કાર રિકોલ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેની સિયાઝ, અર્ટીગા, XL6ના પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ વેરિયન્ટ્સની 63,493 કાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે.

1 જાન્યુઆરી 2019થી 21 નવેમ્બર 2019 દરમિયાન મેન્યુફેક્ચર્ડ થયેલી ઉપરોક્ત મોડલની કાર રિકોલ કરશે. કંપની આ મોડલની કારમાં મોટર જનરેટર યુનિટ (MGU)માં સંભવિત ખામીને દૂર કરવા તેની તપાસ કરશે.

ઓગસ્ટમાં રિકોલ થઇ હતી 40,619 વેગનઆર મારુતિ સુઝુકી કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, પોતાના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખતા કંપની એ વાહનોની તપાસ માટે કાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. આ તપાસમાં જે કારમાં કોઇ ગરબડ દેખાશે નહીં તેમને તાત્કાલિક રિલિઝ કરાશે જ્યારે જે ગાડીમાં ગાડીમાં પાર્ટ બદલવાની જરૂરિતાય દેખાશે તેમાં ફ્રી-ઓફ કોસ્ટ રિપ્લસમેન્ટ કરવામાં આવશે. કદાચ આ મારુતિ સુઝુકીનું સૌથી મોટું રિકોલ પૈકીનું એક હોય છે. નોંધનિય છે કે કંપનીએ ઓગસ્ટમાં ફ્યૂઅલ હોજમાં સંભવિત ખામીને પગલે 40,618 વેગનઆર રિકોલ કરી હતી. મારુતિ XL6 અને અર્ટિગાનું સરેરાશ માસિક વેચાણ અનુક્રમે 4200 યુનિટ અને 7000 યુનિટ જેટલું છે. અલબત મારુતિ સિયાઝનું વેચાણ ઘટી રહ્યું છે. ચાલુ વર્ષે નવેમ્બરમાં કંપનીએ સિયાઝ મોડલની 1148 કાર વેચી હતી જે વાર્ષિક તુલનાએ સિયાઝ કારના વેચાણમાં 62 ટકાનો ઘટાડો દર્શાવે છે.

મોટર જનરેટર યુનિટ (MGU)માં ઓવરસીઝ ગ્લોબલ પાર્ટ સપ્લાયર દ્વારા ઉત્પાદન દરમિયાન સંભવિત ખામી સર્જાઈ હોઈ શકે છે.  રિકોલ પ્રક્રિયા 6 ડિસેમ્બર 2019થી શરૂ કરાઈ છે. મારુતિએ કહ્યું છે કે, આ રિકોલની કામગીરીથી અસર પામેલા વાહન માલીકોનો કંપનીના ડિલર્સો સંપર્ક કરશે. કંપનીએ કહ્યું છે કે, જો અસર પામેલા પાર્ટ્સને રિપ્લેસ કરવા માટે વાહનને રાખવાની જરૂર પડે તો મારૂતી સુઝુકી ડિલરશિપ ઓનર્સ વાહનના માલિકને વૈકલ્પિક વાહન ઓફર કરવાનો પ્રયાસ કરશે.

ઓગસ્ટમાં રિકોલ કરવામાં આવી હતી 40,618 WagonR મારુતિએ એક નિવેદનમાં કહ્યું છે કે, “તેના ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકીએ વાહનોના પરીક્ષણ માટે વાહનો રિકોલ કર્યા છે. પરીક્ષણ દરમ્યાન યોગ્ય જણાતા વાહનો તાત્કાલિક રિલિઝ કરી દેવામાં આવશે. જે ગાડીઓમાં પાર્ટ્સ બદલવાની જરૂર પડશે, તેનું રિપ્લેસમેન્ટ ફ્રીમાં કરવામાં આવશે. આ ઘટના મારુતિ સુઝુકીની સૌથી મોટી રિકોલ ઘટનામાંથી એક હોઈ શકે છે. કંપનીને આ વર્ષે ઓગસ્ટમાં ઇંધણની નળીમાં સંભવિત ખામી ધ્યાને આવતા 40,618 WagonR (1.0 લિટર) રિકોલ કરી હતી. મારુતિ XL6 અને એર્ટિગાનું સરેરાશ માસિક વેચાણ અનુક્રમે 4,200 યુનિટ અને 7,000 યુનિટની આસપાસ છે. જો કે મારુતિ સીઆઝનું વેચાણ ઘટી રહ્યું છે. આ વર્ષે નવેમ્બરમાં કંપનીએ સિયાઝની 1,148 યુનિટનું વેચાણ કર્યું હતું. વાર્ષિક ધોરણે સિયાઝના વેચાણમાં 62 ટકાનો ઘટાડો નોંધાયો છે.[:]