ચૂંટણીએ ડાકુ બની 125ની હત્યા કરનારા પંચમ સિંઘ ગુજરાતમાં શું કરી રહ્યાં છે ?

રાજયોગી ડાકુ પંચમ સાબરકાંઠા જિલ્લાની સબજેલ હિંમતનગર ખાતે 9 ડિસેમ્બર 2019ના રોજ કેદીઓ માટે રાજયોગ શિખવીને કેદીઓને જીવનને નવા માર્ગે લઈ જવા જાગૃત કર્યા હતા. ડાકુ પંચમ સિંઘએ 125 હત્યા કરી હતી. રૂ.2 કરોડનું ઇનામ તેના માથા પર રાખવામાં આવ્યું હતું. ડાકુ પંચમ સિંઘ નામ જ સમગ્ર ઉત્તર ભારતમાં ભય ફેલાવવા માટે પૂરતું હતું. 98 વર્ષની ઉંમરે અડીખમ ઉભેલા આવા ખતરનાક વ્યક્તિ કે જેમને ફાંસીની સજા આપી હતી, હવે અધ્યાત્મના માર્ગે રાજયોગી અને ગાંધી વિચારક તરીકે જાણીતા બન્યા છે. તેઓ અહિંશા અને પ્રેમનો સંદેશો ભારતભમાં ફેલાવી રહ્યાં છે.
પંચમ સિંઘ પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી ભારતની 400થી વધારે જેલોમાં અધ્યાત્મ અને રાજયોગ દ્વારા કેદીઓમાં પરિવર્તન લાવવા માટે જઈ આવ્યા છે. પંચમસિંહે 1 લાખ સ્કુલ અને 2 લાખ ગામડામાં જઇ આધ્યાત્મિક જીવન અંગે સમજાવ્યું છે
બાળપણથી જ ગામમાં અન્યાયની સામે હથિયાર ઉઠાવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ડાકુની ગેંગના મુખ્ય બન્યા બાદ હત્યા થકી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો.
 તત્કાલીન રાષ્ટ્રપતિ જયપ્રકાશ નારાયણએ પંચમ સિંઘમાં આવેલા પરિવર્તનને પગલે તેમની દયાની અરજી સ્વીકારી તેમને મુક્ત કર્યા હતા.
ઉત્તર પ્રદેશની સરહદ પાસે આવેલા નાનકડા ગામમાં જન્મેલા પંચમ સિંઘ બાળપણમાં ગામમાં ચૂંટણી દરમિયાન પોતાને તેમજ પોતાના પિતાને ઢોર માર મારવાના પગલી અન્યાય સામે ન્યાય તેમજ સશસ્ત્ર ઉઠાવી ડાકુની ગેંગમાં  સામેલ થઈ ગયા હતા. 556 ડાકુઓની ગેંગના મુખિયા બન્યા હતા.

70ના દાયકામાં 2 કરોડના ઈનામધારી ચંબલના ડાકુ પંચમસિંહ ઈંદીરા ગાંધીની સરકાર સમયે આત્મસમર્પણ કર્યું હતું. તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના નિર્દેશ અને જયપ્રકાશ નારાયણની ભલામણથી 8 શરતો માન્ય રખાવી પંચમસિંહે સરકાર સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. હાલ સમાજની સેવા કરી રહ્યાં છે. 100થી વધારે લૂંટફાંટના કેસો હતાં.સરકાર દ્વારા શરતો માન્ય રખાતા 556 સાથીઓ સાથે પંચમસિંહે આત્મસમર્પણ કર્યું હતું. હાલ પંચમસિંહ લોકોને મળીને આધ્યાત્મિક જીવન અંગે પ્રવચન આપી રહ્યાં છે.

ગુજરાતના અટલાદરા ખાતે તેઓ અગાઉ આવ્યા હતા. 14 વર્ષની ઉંમરે લગ્ન થયા હતા. 34 વર્ષની ઉંમરે રાજકીય-સામાજીક વિખવાદના કારણે તેમને ડાકુ જીવનની શરૂઆત કરી હતી. 14 વર્ષના ડાકુ જીવનમાં તેઓએ 125 હત્યા કરી હતી. લૂંટફાટનો કેટલોક હિસ્સો ગરીબો માટે રહેતો હતો. જેમાં ગરીબ દિકરીના લગ્ન કરાવવા, ગરીબ પરિવારને મદદ કરવી, સ્કુલ બાંધવી વગેરેમાં રૂપિયા વપરાતા હતા.

1970ના દાયકામાં 50 વર્ષ અગાઉ ચંબલમાં ડાકુ હતા.

કોર્ટે તેમને મૃત્યુદંડની સજા કરવાને બદલે જનમટીપની સજા કરી હતી. હિંસાનો માર્ગ છોડ્યો અને જીવને યુ-ટર્ન લીધો. પછી તો તેમને ગાંધીવિચારની એવી લગની લાગી કે શાંતિ અને અહિંસાના પથ પર ચાલી પડ્યાં. અત્યારે તેઓ કોલેજના વિદ્યાર્થીઓ અને જેલના કેદીઓ વચ્ચે અતિ લોકપ્રિય છે.

પોતાની કિશોરાવસ્થા અને યુવાની વિશે કહે છે, “14 વર્ષની વયે મારા લગ્ન થઈ ગયા હતા અને મારી પત્ની અને માતાપિતા સાથે મધ્યપ્રદેશના ગામડામાં શાંતિથી જીવન પસાર કરતો હતો. તે સમયે ગામમાં પંચાયતની ચૂંટણી થઈ. ચૂંટણીમાં બે જૂથ થઈ ગયા અને હું એક જૂથ સાથે જોડાયેલો હોવાનું માનીએ વિરોધી જૂથે મને ઢોરમાર માર્યો. હકીકતમાં મને તો કંઈ ખબર જ નહોતી. પોલીસે ફરિયાદ નોંધી નહીં અને મારી સારવાર હોસ્પિટલમાં ચાલતી હતી. 20 દિવસ પછી ફરી હું ગામમાં આવ્યો તો ફરી મને મારવામાં આવ્યો. પછી રહેવાયું નહી. 12 મિત્રોને લઈને ચંબલની વાટ પકડી અને ડાકુ બની ગયો થોડા દિવસ પછી પરત ફર્યો અને એક જ દિવસમાં મને મારનાર છ લોકોના ઢીમ ઢાળી દીધા. બદલાની આગમાં હું આંધળો થઈ ગયો હતો.

પછી તો પંચમમાં હિંમત આવી ગઈ અને 550 ડાકુઓની પોતાની ગેંગ બનાવી.

ગાંધીવાદી નેતા જયપ્રકાશ નારાયણ ચંબલ આવ્યા ને પંચમને શસ્ત્રોનો ત્યાગ કરવા સમજાવ્યાં હતા. જયપ્રકાશ નારાયણની સલાહ માનીને પંચમે 550 ડાકુઓ સાથે ઇન્દિરા ગાંધીની સરકાર સમક્ષ 1972માં આત્મસમર્પણ કરી દીધું હતું.  જેલમાં જનમટીપની સજા ભોગવી હતી. જેલમાં તેમને ગાંધીવિચારનો રંગ લાગ્યો અને જેલમાંથી બહાર નવા જ પંચમ બહાર આવ્યા હતા.

ત્યારબાદ તેઓ વિદ્યાર્થીઓ અને જેલના સાથીદારો સાથે સમય પસાર કરે છે, શાંતિ અને અહિંસાનો સંદેશ ફેલાવે છે. લોકોને પોતાની ભૂલોમાંથી સમજાવવા કહે છે.

પંચમ સ્વીકારે છે, “હું ક્યારેય રાજકારણમાં જોડાવા ઇચ્છતો નહોતો. તે દિવસોમાં આત્મસમર્પણ કરનાર મોટા ભાગના ડાકુઓ સરકારે આપેલી 30 વીઘા જમીન પર ખેતીવાડી કરીને શાંતિથી દિવસો પસાર કરતા હતા. જ્યારે હું ડાકુ હતો ત્યારે જંગલોમાં ચાર કલાક પૂજાપાઠ કરતો હતો. જીવનમાં કોઈ ઇચ્છા નથી. બસ, શાંતિથી ગાંધીવિચારોનો સંદેશ જ ફેલાવવો છે.”

અગાઉ તેઓ જૂનાગઢ આવીને તેમણે પોતાના અનુભવો બતાવી જીવન જીવવાની રીત બતાવી હતી. તેમણે કાર્યક્રમ બાદ જૂનાગઢની હરિયાળીના વખાણ કરીને વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે ચંબલ પહોંચી આગામી ચાર મહિનામાં એક લાખ જેટલાં વૃક્ષો ઉછેરવાનો નિર્ણય પણ કર્યો હતો.