જુનાગઢમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોંગ્રેસના આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વીનુ અમીપરાએ વિવાવિત નિવેદન આપ્યું હતુ.
વીનુ અમીપરાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, દુઃખ સાથે કહેવું પડે છે કે, આપણા આજના યુવાનો જે શહીદ થયા તેમાં સરકારની નિષ્ફળતા છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે ગોધરાકાંડ કરવામાં આવે છે. આજે શંકા જાય તેવી રીતે આ જવાનોની હત્યા કરવામાં આવી છે. કોંગ્રેસની સરકાર આવશે તો આ મામલે તટસ્થ તપાસ થશે.
ઉલ્લેખનીય છે કે, કોંગેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આતંકવાદ સામે પગલા લેવા સરકાર જે નિર્ણય લેશે તેમાં સહકાર આપવાની વાત કરી છે, ત્યારે કોંગ્રેસના આ શહેર પ્રમુખે સરકાર પર જ હત્યાની શંકા ઉભી કરી છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે, કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આ જુનાગઢ શહેર પ્રમુખના આવા વિવાદિત નિવેદનના કારણે તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે, નહીં.
ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો – વન પ્રધાન
ગુજરાતની ભાજપ સરકારની વરિષ્ઠ મંત્રી ગણપતસિંહ વસાવાએ શનિવારના રોજ પુલવામા હુમલાને લઇને પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી જરૂરી છે, તેવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભલે આની કિંમત આગામી લોકસભા ચૂંટણીમાં વિલંબના રૂપમાં ચૂકવવું પડે. ગુજરાતના વન, આદિવાસી વિકાસ અને પર્યટન મંત્રી ગણપત વસાવાએ સુરતમાં એક જનસભામાં કહ્યું હતું કે, ‘જેવા સાથે તેવા’ થવું પડે. લોકસભા ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં પણ એક શોકસભા થવી જોઇએ. અત્યારે ચૂંટણી રોકી દો અને પાકિસ્તાનને ઠોકી દો. લોકસભાની ચૂંટણીમાં બે મહિનાનું મોડું ભલે થાય, પણ પાકિસ્તાનને એક પાઠ ભણાવવો જરૂરી છે. આપણા 125 કરોડ ભારતીય ઇચ્છે છે કે, આપણા સશસ્ત્ર બળ પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી માટે કંઇક કરે. આપણે આપણા સૈનિકોના મોતનો બદલો જરૂર લઇશું. આપણા જવાનો પર મને પૂરો ભરોસો છે.