એન્કર – સુજલ દવે
ગીતામાં કુષ્ણએ કહ્યું છે “પરીવર્તન સંસારનો નિયમ છે.. ” આ હવે સરળતાથી સમજી શકાય તેવા ઉદાહરણ દેશમાં છે.
દેશમાં અત્યારે ચુંટણી યોજાવા જઈ રહી છે.સ્વભાવિક હોય કે દેશમાં આચારસંહીતતા લાગેલી હોય.આચરસંહીતતા એટલેકે સરકાર કોઈ પોતાની યોજના જાહેર ન કરી શકે,કોઈ ઉદ્દઘાટન ન કરી શકાય.મતદાતાઓને ડરાવી ન શકાય,લોભાવી ન શકાય.આ તમામ બાબતનો ચુસ્તપણ પાલન થાય તેની સીધી જવાબધારી ચુંટણી પંચની હોય છે.ચુંટણી પંચની રચના દેશમાં નિષ્પક્ષ ચુંટણી થાય તે માટે કરવામાં આવી છે અને આ પંચને રાજકીય પાર્ટીઓથી સ્વતંત્ર પણ રાખવામાં આવ્યું છે.જેથી લોકો પોતાની સરકાર ચુંટી શકે પણ છેલ્લા કેટલાક સમય થી અને હાલમાં તો ખાસ ચુંટણી પંચ નખ વગરનો વાઘ સાબિત થઈ રહી છે.આજે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જેવા બની બેઠેલા ધાસાસભ્યો મીડીયાને અને મતદાતાઓને ધમકી આપે છે.ચુંટણી પંચ ફકત નોટીસ આપે છે અને કહે છે અમને ગુજરાતી ભાષામાં વધુ ખબર નથી પડતી.દાહોદના ભાજપના ધારાસભ્ય તો ધારાસભ્ય છેકે કોઈ કોર્પોરેટ કંપનીના કર્મચારી કે જે વારંવાર કહેતા હોય છેકે આટલા પગારમાં આટલુંજ થાય એજ ખબર નથી પડતી.ખુલ્લે આમ રમેશ કટારા કહે છે મત ઓછા તો કામ ઓછું..મારે રમેશભાઈનું પુછવું છે હું દાહોદનો તો નથી પણ દાહોદ મારાથી દુર પણ નથી.તમે ત્યાં શુ કામ કર્યા છે તે મને ખબર છે.પણ ચુંટણી પંચ ચુપ છે..મેનકા ગાંધી,યોગી ધર્મનું રાજકારણ કરે છે.દેશને જ્ઞાતીના વાડામાં વહેચવાનો પ્રયાસ કરે છે પણ ચુંટણી પંચ ચુપ છે..ભાજપના સાંસદ ફોન પર મત આપવા ધમકી આપી રહયા છે અને કહે છે મને મત નહીં આપો તો સહકારી મંડળીઓ બંધ કરાવી દઈશ પણ પંચ ચુપ છે..ભાજપમાંથી જેમની ટીકીટ કપાઈ તે પ્રભાતસિંહ ચોહાણ કહી રહયા છે ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ પંચમહાલ ડેરીમાંથી રોજ પાંચ લાખ ધરે લઈ જાય છે પણ ચુંટણી પંચ ચુપ છે.હકીકતમાં પંચે તેમને પુછવું જોઈતું હતું કે તમે અત્યારે કેમ બોલો છો ? અને ખેર બોલ્યાં તો બોલ્યાં પણ તેના પુરાવા આપો, પણ પંચ ચુપ છે..ચુંટણી પંચને જે હાઉ ઉભો કરવામાં આવ્યો છે તેની સામે આજે પંચની આ વાસ્તવિક છબી પણ તમારે જાણવી જોઈએ.કેમ પંચ અછાનક ચુપ થઈ ગયું છે…..પંચ પહેલાતો આવું ન હતું. શું પંચ માત્ર વિપક્ષ કે મતદાતાઓનેજ કાબુમાં રાખવા માટે છે..આવા અનેક પ્રશ્નો છે.જેનો જવાબ પંચ નહીં આપે હા મારા આ આર્ટીકલ સામે વાંધો ચોક્કસ લેશે..બટ ઓઈ ડોન્ટ કેર..લોકોની સામે વાસ્તવીકતા મુકવી એ મારી ફરજ અને મારો ધર્મ છે.જે હું નીભાવીશ..
ચુંટણી પંચ પહેલા આવું ન હતું અને આવું કેમ થઈ ગયું તેના સંશોધનમાં મે ઈન્ટરનેટની મદદ લીધી તો પંચની એક નિષ્પક્ષ છબીજ મારી સામે આવી..1984માં કોંગ્રેસની લહેર હતી.આ સમયે અમિતાબ બચ્ચન અલ્હાબાદથી કોંગ્રેસની ટીકીટ પર ચુંટણી લડી રહયા હતા.તરતજ પંચે બચ્ચનની તમામ ફિલ્મો દુરદર્શન પરથી પ્રસારીત થતા અટકાવી હતી.જેતે સમયે આટલી ચેનલો અને બકતોનું શસ્ત્ર ઈન્ટરનેટ ન હતું…આ સમયે દેશમાં કોંગ્રેસની લહેર હતી પણ પંચ નિષ્પક્ષ ફરજ બજાવી શકયું..1991ંમાં દેશમાં જનતા દલની લહેર આવી.જેનું નિશાન હતું ચક્ર..આ સમયે ટીવી પર વ્હીલ ડીટરર્જન્ટ પાઉડરની એડ આવતી હતી.પંચે તરતજ આ એડનું પ્રસારણ અટકાલી દીધું હતું કેમકે એડમાં ચક્ર ભમતુ હતું.2014માં મોદી લહેર હતી પણ ભાજપ સત્તામાં ન હતું.આ સમયે પંચેચંડીગઠના એક બગીચામાં કે જયાં પંજો શો પીસ તરીકે મુકયો હતો તેને ઢાંકી દીધો..પંચની આ છેલ્લી નિષ્પક્ષ કામગીરી હતી..અત્યારે પરીસ્થિતિ બદલાઈ ગઈ છે.અત્યાર સુધી તમારી ટીવી ચેનલો પર નમો ટીવી ચાલુ હતું.જેમાં માત્ર મોદીના ભાષણ આવતા હતા.આ માટે કોઈ મંધુરી કે લાયસન્સ ફણ લેવામાં આવ્યું ન હતું.ખુલાસો હતો કે આ ન્યુઝ ચેનલ નથી.પુંચ ચુપ હતું.પત્રકારોએ આ મામલે ડીબેટો કરીને પંચના ધ્યાન પર મક્કમતાથી મામલો મુકયો ત્યારે પંચે ચેનલ બંધ કરાવી..નરેન્દ્ર મોદીની બાયોપીક એ રીતેજ તૈયાર કરવામાં આવી હતી કે 2019ની ચુંટણી ટાણે પ્રસારીત કરી શકાય..આ મામલે પણ પંચ એ હદે ચુપ રહ્યું કે બોયોપીક લગભગ થીયેટરો સુધી આવી જવાની હતી.પત્રકારોએ મામલો ઉછાળ્યો અને તેના પર પ્રતિબંધ મુકાયો.યોગી ભારતીય સેનાને મોદી સેના કહે છે જયારે ભાજપનાજ મંત્રી અને ભારતીય સેનાના પુર્વ પ્રમુખ વી.કે.સીંગ એમ કહે છેકે સેના કોઈ એક વ્યકિતની છે એમ કોઈ કહે તો તે વ્યકિત ગદ્દાર છે.યોગીના આ વિવાદીત નિવેદન પર પણ ચુંટણી પંચ ચુપ છે..કોંગ્રેસના ઉમેદવાર ચલણી નોટો વહેચતા હોય તેવા વિવાદીત ફોટા મીડીયામાં આવે છે પણ પંચ ચુપ છે.આટલું તમારી સામે આવે અને તમને કોઈ પ્રશ્ન કરે કે ચુંટણી પંચ ચુપ કેમ છે તો તમારે માત્ર એટલોજ જવાબ આપવાનો કે…..
ગીતામાં કૃષ્ણ એ કહ્યું હતું. “પરીવર્તન સંસાર કા નિયમ હે”
નોંધ-આ મારું અંગત વિશ્લેષણ છે.મારી સંસ્થાને તેની સાથે કોઈ લેવા દેવા નથી