ચેક બાઉન્સ થવાના કેસમાં દંડિત થયા બાદ અપીલ દાખલ કરવા માટે ચેકની રકમની ર૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવવી ફરજિયાત છે. નિર્ધારિત રકમ જમા કરાવવાની આ જાગવાઈ ર૦૧૮ પહેલાના કેસમાં પણ લાગુ પડશે. તેમ દેશની સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે.
નેગોશિએબન ઈન્સ્ટ્રૂમેન્ટ અધિનિયમની કલમ 143A અંગે 2018માં સુધારા બાદ ફરિયાદ દાખલ કરાવનાર ફરિયાદીને 20% વચગાળાનું વળતર મેળવવાનો હક્ક મળશે.
હાલના સમયમાં દેશભરની નીચલી કોર્ટોમાં ચેક બાઉન્સના લગભગ 16 લાખ કેસ ચાલી રહ્યા છે. ગુજરાતમાં 1.1 લાખ ચેકના કેસ અદાલતમાં પડતર છે.
વર્ષ ર૦૧૮માં નેગોશિયેબલ ઈન્સ્ટમેન્ટની એક્ટની કલમ-૧૪૮માં સુધારો કરવામાં આવ્યો છે. ચેક બાઉન્સના એવા મામલા જેમાં આરોપીને દંડિત કરાઈ ચૂક્યા છે. તેમાં જા અપીલ દાખલ થાય છે. તો તેના માટે ચેકની રકમની ર૦ ટકા રકમ અદાલતમાં જમા કરાવવી ફરજિયાત કરી દેવામાં આવી હતી. જસ્ટિસ અશોક ભૂષણની પીઠે કહ્યું હતું કે એ સ્પષ્ટ છે કે કલમ તમામ મામલામાં લાગુ થશે. જા તેને લાગુ કરવામાં નહીં આવે તો સંશોધનનો આખો હેતુ જ માર્યો જશે.
આ મામલો અંદાજે ૩૬ કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ સાથે જોડાયેલો હતો જેમાં એક ફર્મના પાર્ટનરને નિવૃત્ત થવા પર ચૂકવણું કરવામાં આવ્યું હતું. ભાગીદારે પંચકૂલા મેજિસ્ટ્રેટ અદાલતમાં કેસ નોંધાવ્યો હતો. જેણે ફર્મના ડાયરેકટરોને બે વર્ષની સજાની સાથે ચેકમાં લખેલી કુલ રકમના એક ટકા રકમ વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને ફર્મે અપીલ અદાલતમાં પડકાર્યો હતો. સાથે જ સજા ઉપર પણ સ્ટે આપવા અનુરોધ કર્યો હતો.