ચોટીલાના મહંતને કડિયા જ્ઞાતિ બહાર મૂકાયા

સમસ્‍ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજની બેઠક અમરેલી મળી ત્‍યારે જ ચોટીલાનાં મહંત નરેન્‍દ્રભાઈ સોલંકી ઘ્‍વારા 30થી 3પ વ્‍યકિત સાથે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સ્‍ટેજ પર બેઠેલા સર્વે ગામનાં પ્રમુખમાનાં જુનાગઢનાં પ્રમુખ ધીરૂભાઈ ગોહિલ અને સાવરકુંડલાનાં પ્રમુખ ગોવિંદભાઈ પરમાર પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમ્‍યાન ત્‍યાં ઉપસ્‍થિતભરત ટાંકને બચાવવા માટે એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ મીટીંગનો બહિષ્‍કાર કરી નરેન્‍દ્રભાઈ સોલંકીનાં ભાડુતી માણસો ઘ્‍વારા તોડફોડ કરી જ્ઞાતિ પ્રમુખ અને આગેવાનોને નાની-મોટી ઈજા પહોંચાડી હતી. તે બાબતે ભરતભાઈ ટાંક, ગોવિંદભાઈ પરમાર અને શ્‍યામ સેના સહિતનાં જ્ઞાતિના અન્‍ય આગેવાનો ઘ્‍વારા નરેન્‍દ્રભાઈ સોલંકી સહિત 30 વ્‍યકિત વિરૂઘ્‍ધ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ બાબતની જાણ ભરત ટાંકને હોઈ તેઓ ઘ્‍વારા મીટીંગ અગાઉ પોલીસ બંધોબસ્‍તની માંગણી કરેલ હતી. જેને ઘ્‍યાનમાં ન લેતા આ ઘટનાં બનવા પામી છે. આ તમામ હંગામા બાદ અમરેલીનાં પ્રમુખ ભરત ટાંક અને સમગ્ર ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ઘ્‍વારા હાલારનાં જ્ઞાતિજનો તેમજ નરેન્‍દ્રભાઈ સોલંકીનો જ્ઞાતિમાંથી બહિષ્‍કાર કરવામાં આવ્‍યો હતો અને તે બાબતનો ઠરાવ પસાર કરી જ્ઞાતિજનોની સહી લીધી હતી.

સાવરકુંડલામાં જ્ઞાતિનાં શિક્ષણ ક્ષેત્રે સંકુલ બનાવવા, આરોગ્‍યક્ષેત્રે હોસ્‍પિટલ બનાવવા, ગુજરાતમાં જ્ઞાતિનાં પ્રમુખની ઘોષણા તેમજ ઓલ ઈન્‍ડિયા જ્ઞાતિ સમાજનાં પ્રમ્‍ુખની ઘોષણા કરવા માટે અમરેલી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના પ્રમુખ ભરત ટાંક તેમજ સાવરકુંડલા જ્ઞાતિ પ્રમુખ ગોવિંદભાઈ પરમારનાં અઘ્‍યક્ષ સ્‍થાને સાવરકુંડલા ખાતે સમસ્‍ત ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજનાં ગામે-ગામનાં તેમજ મુખ્‍ય શહેરનાં જ્ઞાતિ સમાજનાં પ્રમુખો તથા ટ્રસ્‍ટી મંડળ તથા કારોબારી સભ્‍ય તથા વિવિધ પ્રકારનાં મંડળોનાં પ્રમુખ, હોદેદારોની તથા સમાજનાં શ્રેષ્ઠીઓ તથા જ્ઞાતિ સમાજનાં આગેવાનો આ મીટીંગમાં ઉપસ્‍થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવેલ હતું.