ચોરીઓ અટકાવવા ગામલોકો શાળાને તાળાબંધી કરી વિરોધ કર્યો

સાતલપુર, તા.૧૬
સાતલપુર તાલુકાના નળિયા પ્રાથમિક શાળામાં મંગળવારના દિવસે ગામલોકો દ્વારા વારંવાર થતી ચોરી અને લઈ તાળાબંધી કરી હતી. આ પ્રાથમિક શાળામાં 2011, 2018, 2019 બે વખત મળી અત્યાર સુધીમાં ચાર વખત ચોરી થઈ હતી. તાજેતરમાં રવિવારે ચોરી 8 પંખા, 8 ચટાઈ, નેટ અંક 1ની ચોરી થઈ હતી. વારાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ગામલોકો દ્વારા પ્રાથમિક શાળાની તાળાબંધી કરી હતી.આ ઘટના જાણ ટીપીઓ તુલસીદાસ સાધુ સી.આર.સી પ્રવીણભાઈ ચૌધરી PSI કમલેશભાઈ તરેટીયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગામલોકો સાથે મિટિંગ કરી પ્રાથમિક શાળાના તાળા ખોલાવ્યા હતા.

નલિયા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ સુધીમા 300 બાળકો અભ્યાસ કરે છે અત્યારે એક થી ત્રણ ધોરણની પરીક્ષા ચાલતી હોવાને કારણે બાળકોનો અભ્યાસ ન બગડે તેને લઇ ગામલોકો માની ગયા હતા. વારાહી પીએસઆઇ દ્વારા ગામ લોકોને એવી બાંહેધરી આપી હતી આ ચોરીનો નિકાલ થોડા દિવસમાં આવી જશે.

પ્રાથમિક શાળાના આચાર્ય રાયસંગભાઇ જણાવ્યું કે વારંવાર થતી ચોરીઓને લઇ ગામલોકો દ્વારા સ્કૂલની તાળાબંધી કરવામાં આવી હતી અને પી.એસ.આઇ દ્વારા ચોરી પકડવાની આશ્વાસન આપતા સ્કૂલ રાબેતા મુજબ ચાલુ થઈ હતી. જ્યારે ટીપીઓ તુલસીદાસ સાધુ જણાવ્યું કે શાળાને 11 કલાકે તાળાબંધી કરવામાં આવી હતી અને 1 :30 કલાકે ગામલોકોને સમજાવ્યા બાદ શાળા ચાલુ કરવામાં આવી હતી.

સાંતલપુર તાલુકાના નળિયા પ્રાથમિક શાળામાં થતી ચોરી બનાવ અટકાવવા ગામલોકોએ શાળાને તાળાબંધી કરીને વિરોધ કર્યો.