ચોરોએ ATMનો આગળનો ભાગ તોડ્યો, મશીન મોટુ હોઇ ન બહાર ન નિકળતાં રૂ.15 લાખ બચ્યા

મહેસાણા, તા.૧૧ 

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ શંકુઝ વોટરપાર્ક નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમએમને બુધવારે રાત્રે નિશાન બનાવાતાં દોડધામ મચી ગઈ છે. તસ્કરોએ એટીએમના આગળના ભાગને તોડી કેશ ભરેલું બોક્સ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોક્સ મોટુ અને એટીએમનો દરવાજો સાંકડો હોઇ બહાર કાઢી શક્યા ન હતા. આથી મોટી રકમ ચોરાતાં બચી ગઈ હતી. લાંઘણજ પોલીસે માત્ર અરજીને આધારે તપાસ હાથ ધરી છે.

મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા શંકુઝ વોટરપાર્ક પાસે આવેલ એચડીએફસી બેંકના એટીએમને બુધવારે રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ. એટીએમ રૂમના શટરનુ તાળુ તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ આખેઆખા એટીએમનો આગળનો ભાગ ખોલી નાખ્યો હતો. પરંતુ મશીન મોટુ અને દરવાજો સાંકડો હોઇ અંદર મુકેલ રોકડ રૂ. 10 થી 15 લાખ ભરેલુ કેસેટ કાઢવામા તેઓ નિષ્ફળ રહ્યા હતા. વહેલી સવારે ઉપરોકત ચોરીના પ્રયાસની જાણ થતા પીએસઆઇ વાળા ઘટના સ્થળે પહોચ્યા હતા. જ્યાં તસ્કરોએ સીસી કેમેરા તોડી નાખ્યા હોવાનુ અને અહી એલાર્મ અને સિક્યુરીટીની કોઇ વ્યવસ્થા ન હોવાનુ ખુલ્યુ હતુ. ચોરીમાં રકમ ગયેલ ન હોઇ બેંક દ્વારા ફરિયાદ આપવાનુ ટાળ્યુ હતુ, પરંતુ અહી પેટ્રોલીગ અને વોચ રાખવા સંબધે પોલીસમાં અરજી આપી હતી.