છેતરપિંડી અને હત્યાના આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી ગોત્રી લેવામાં આવશે.

અમદાવાદ, તા.24

વડોદરાના ડભોઇના એન આર આઈ સાથે થોડા સમય પહેલા થયેલી રૂપિયા 8. 91 કરોડની છેતરપિંડી મામલે ગોત્રી પોલિસ હવે વધુ પૂછપરછ માટે આરોપીઓને મહારાષ્ટ્રની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ થી ગોત્રી લઈ આવશે.

સમગ્ર કેસની વિગત પ્રમાણે થોડા સમય પહેલા વડોદરાના ડભોઈમાં રહેતા પંકજ શેઠ સાથે પ્રોપર્ટીના વેચાણ આપવાના કામમાં રૂપિયા 8.91 કરોડની છેતરપિંડી આચરી નારાયણ કંસારા, સુધાંશુ ભટ્ટ, ક્રિષ્ના સોમાની, રમેશચંદ્ર પરવાલ, બલ વિંદરસિંગ સિંધું, વિહાગ ત્રિવેદી, પદ્મનાથ સોમાણી અને બીમલેશ મિશ્રા સહિતના આઠ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા નારણ કંસારા એ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી તો બીજી તરફ આ ગુનામાં સંડોવાયેલા ક્રિષ્ના સોમની અને દલાલ રાજુ ત્રિવેદીએ રૂપિયા 10 કરોડ ની લેતી દેતીમાં અમદાવાદના ગોપાલ કાબરાને માથામાં ભાગે મારીને હત્યા કરી હતી અને લાશ મુંબઇ-આગ્રા હાઇવે પાર નાખી દીધી હતી. ગોપાલ કાબરાના મૃતદેહ પાસેથી તેના ડોક્યુમેન્ટ મળી આવતા નાસિક પોલિસ અમદાવાદ તપાસ અર્થે આવી હતી. જેમાં ગોપાલની પત્ની અને પરિવાર સાથે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક સમયથી મહારાષ્ટ્ર ની જમીન બાબતે તેમને પૈસા ની માથાકૂટ ચાલતી હતી. આ પુરાવાના આધારે નાસિક પોલીસે રાજુ ત્રિવેદી અને ક્રિષ્ના સોમની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી થોડા દિવસોમા ગોત્રી પોલીસ ની ટિમ મહારાષ્ટ્રની જેલમાંથી ક્રિષ્ના સોમની અને રાજુ ત્રિવેદીને ટ્રાન્સફર વોરંટથી ગોત્રી લઇ આવશે. આ કેસના આરોપીઓ માથી ગોત્રી પોલીસે બલવિંદર સિંધુની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપીની પણ ધરપકડ કરાશે

ગોત્રી પોલસી સ્ટેશનના પી આઈ એ જણાવ્યું હતું કે અમે આ છેતરપિંડીના કેસમાં અલગ અલગ જગ્યા પર પોતાની ટિમ અકિટવ કરી છે. અને થોડાં જ સમયમાં રાજુ ત્રિવેદી અને ક્રિષ્ના સોમનીને ટ્રાન્સફર વોરંટથી પૂછપરછ કરવામાં આવશે અને સમગ્ર હકીકત સામે આવતા જ બાકીના ભૂગર્ભ માં ઉતરી ગયેલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે..