ગુજરાતના જંગલોમાંથી આદિવાસીઓને હાંકી કાઢવાના આદેશ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આદિવાસી વિસ્તારમા ંદોડી ગયા હતા. તેમણે વન અધિકાર અધિનિયમ હેઠળ 1589 વનવાસી લાભાર્થીઓને 1570 એકર જમીનના હક્કપત્રો આપ્યા હતા. જેમાં ધરમપુર તાલુકાના 872, કપરાડા તાલુકાના 657 તેમજ ઉમરગામ તાલુકાના 60 લાભાર્થીઓને હક્કપત્રો અપાયા હતા. આવા કુલ 1.30 લાખ કુટુંબોને હક્કપત્રો આપવાના થાય છે. જો આ રીતે આપવામાં આવશે તો તે આપવામાં દસકાઓ વીતી જાય તેમ છે. તેથી આદીવાસીઓમાં રોષ છે. તેથી તેમણે આ રોષને બીજી તરફ વાળવા માટે ખોટી અફલા ફેલાવનારાઓ માટે સાવધ રહેવા માટે અપીલ કરવી પડી હતી.
ગુજરાતમાં 1.83 લાખ કુટુંબોમાંથી 1.30 લાખ આદિવાસી કુટુંબોને હાંકી કાઢવા માટે સર્વોચ્ચ આદાલતે આજેશ આપ્યા બાદ ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારમાં સક્રિય થઈ છે. માત્ર 53 હજાર કુટુંબો જ માન્ય છે. ગુજરાતની વડી અદાલતે તમામ દાવાઓની પુન: ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. પણ તેની ચકાસણી ભાજપ સરકારે કરી નથી. સર્વોચ્ચ અદાલતમાં રજૂ થયેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં આદિવાસીઓ દ્વારા 1,68,899 અને OTFD દ્વારા 13,970 દાવા કરવામાં આવ્યા હતા. કોર્ટે રાજ્યનાં મુખ્ય સચિવને પૂછ્યું છે કે દાવા રદ કરવાના અંતિમ તબક્કા બાદ કેટલી કાર્યવાહી થઇ છે.
રાજય સરકારે 85 હજાર આદિવાસીઓને 13 લાખ હેકટર જંગલની જમીન તેમના નામે કરી આપી છે. આદિવાસીઓ માટે 211 યોજના બની છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વનલક્ષ્મી યોજના હેઠળ 29 સહભાગી વન વ્યવસ્થા મંડળીઓના સભ્યોને ટ્રેકટર, પશુપાલન, સિંચાઇ,પીવાના પાણી તેમજ જમીન સમતલ કરવા માટે રૂ.3.40 કરોડની રકમની સહાય આપી હતી. જે કામ ખરેખર તો કલેક્ટર અને મામલતદારનું છે.
વાંસદા તાલુકાના રૂપવેલ ગામે નવસારી જિલ્લાના જંગલની જમીન ખેડતા આદિજાતિ ખેડુતોને અધિકારપત્રો અને માપણીસીટ વિતરણ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ જણાવ્યુ હતુ.મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, જંગલની જમીન ખેડતા આદિજાતિ ખેડૂતોને એ જ જમીનના માલિક બનાવવા માટે કોઇ વચેટિયા કે દલાલો વિના હાથોહાથ અધિકારપત્રો આપીને રાજય સરકારે આદિવાસીઓ પ્રત્યેની સંવેદના વ્યકત કરી છે.
નવસારી જિલ્લાના આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વાંસદા,ચીખલી અને ખેરગામ તાલુકામાં વસતા આદિવાસી બંધુઓને પણ વન અધિકાર મળ્યો છે. રાજયમાં ૨૦ હજાર જેટલા વિવેકાનંદ યુવક મંડળોની રચના કરી રાજયની યુવાશકિતને રમતગમત ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું પ્લેટફોર્મ પુરૃ પાડયુ છે. આ સરકારે દાહેદ, બનાસકાંઠા, તાપી સહિતના વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજોના નિર્માણ કર્યુ છે. જેના પરિણામે આદિવાસી રિઝર્વેશનની એકપણ સિટ હવે ખાલી રહેતી નથી .
આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે છેલ્લા 5 જ વર્ષમાં 15 હજાર કરોડનો ખર્ચ કર્યો છે. આદિવાસીઓના નામે અફવા ફેલાવી સમાજને ભ્રમિત કરનારા તત્વોથી સાવધાન રહેવાનો અનુરોધ કર્યો હતો.