વર્ષોથી જંગલમાં રહી જંગલ જમીનનું ખેડાણ કરી ગુજરાન ચલાવતા ૮૫ હજારથી વધુ પરીવારોને અંદાજે ૧૩ લાખ હેકટર જમીન આપી હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે.
ગુણસદા ખાતેના કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ૯૯૫૭ આદિવાસીઓને જંગલ જમીનના અધિકારપત્રો આપવામાં આવ્યા છે. રાજપીપળા ખાતે રૂા. ૩૦૦ કરોડના ખર્ચે આદિવાસી યુનિવર્સિટી અને કેવડિયા ખાતે રૂા. ૧૦૦ કરોડના ખર્ચે આદિવાસી મ્યુઝિયમ બનશે તેમ જણાવ્યું હતું.
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામોને સિંચાઇની સગવડ મળી રહે એ માટેની રૂા. ૭૧૯.૬૬ કરોડની તાપી-કરજણ લિંક યોજનાની ઘોષણા કરવામાં આવી હતી. તથા જે.કે.પેપર લિમીટેડ દ્વારા રૂા. ૧૬૦૦ કરોડના ખર્ચે કરવામાં આવનાર પલ્પ મિલ અને બોકસ પેકેજીંગ પ્લાન્ટના આધુનિકરણ અને વિસ્તરણના કામનો
શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં જંગલનું લાકડું મોટા પ્રમાણમાં વાપરવામાં આવશે.