રાજ્યમાં કરેલી વૃક્ષોની ગણતરી પ્રમાણે રાજ્યમાં જંગલ સિવાયના વિસ્તારમાં કુલ 30.1 કરોડ વૃક્ષો છે. અગાઉ વર્ષ 2003માં એટલે કે 12 વર્ષ પહેલા કરાયેલી ગણતરી પ્રમાણે 25.1 કરોડ વૃક્ષોની સંખ્યા હતી. આ બંને આંકડા દર્શાવે છે કે 12 વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 4.82 કરોડ વૃક્ષોનો વધારો થયો છે.
છતાંયે 62 વૃક્ષો નિંકદનના આરે
વન મહોત્સવ અંતર્ગત જાહેર કરાયેલી વિગતમાં એવી પણ માહિતી બહાર આવી હતી કે, જે 202 વૃક્ષોના અસ્તિત્વ સામે જોખમ છે તે પૈકી 62 પ્રકારના વૃક્ષો એવા છે કે જેમની જાતિ સામે વધારે ખતરો છે. જે પૈકી ચંદન, શિષમ, હરડે, કેવડા, ગુગળ, અરીઠા, ચેરી, સફેદ ખાખરો વૃક્ષના અસ્તિત્વ સામે જોખમ છે. આ વૃક્ષોને બચાવવાના પ્રયાસો નહીં કરાય તો તેઓ ચોક્કસ નામશેષ થઈ શકે છે.
અસ્તિત્વ સામે જોખમ ઉભું થયું છે તે 202 વૃક્ષો
વનમહોત્સવ સત્તાવાર આંકડા પ્રમાણે 202 પ્રકારના વૃક્ષો પૈકી 102 વૃક્ષો ઓછા ચિંતાજનક છે. 32 પ્રકારના વૃક્ષો એવા છે કે જેમના અસ્તિત્વ નામશેષ થાય તેની સામે ઓછું જોખમ છે. જ્યારે 30 પ્રકારના વૃક્ષો એવા છે કે જે નામશેષ થવાના આરે છે. 19 પ્રકારના વૃક્ષો એવા છે કે જેમને બચાવવાના તાત્કાલિક પ્રયાસો ન કરાય તો નામશેષ થઈ શકે છે. 13 પ્રકારના વૃક્ષો એવા છે કે જે નામશેષ થઈ જવાની સંપૂર્ણ શક્યતા ધરાવે છે.
નામશેષ થઈ શકે તેવા વૃક્ષો?
વનવિભાગે જે વૃક્ષોની જાતિ સામે જોખમ છે તેને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં મુકાયા છે. કુલ 202 પૈકી 62 પ્રકારના વૃક્ષોને ત્રણ જાતિમાં વર્ગીકૃત કર્યા છે. બચી શકે તેવા વૃક્ષો 30 પ્રકારની જાતિનો સમાવેશ કર્યો છે.
ગુગળ, અરીઠા, ભીલામો, કાઓરી, ધુપેલીઓ, ખવાસ, કરમલ, બોથર, પતરાલી, શીષમ, છત્તરીયો બાવળ, બેઠી ખીજડી, નકટી, દુધલો, મેઢસીંગી, વઢવાછ, ટેટુ, સેવમ, ખડક પીઅર, રાવણતાડ, કેવડાના વૃક્ષો નામશેષ થવાના આરે રહેલા વૃક્ષો 19 પ્રકારના વૃક્ષો છે. ચંદન, ચેર, તિવર, પડારી, પટલા, કપિલો, કરોડ, કીરમીરા, છીની, ચમુલી જેવા વૃક્ષો નામશેષ થવાની પુરી શક્યતાવાળા 13 પ્રકારના વૃક્ષોનો સમાવેશ થાય છે. સિમુલ, સરડોલ, ગોળદર, પથ્થરદેવડી, સફેદ ખાખરો, દુધકુડી, ખડસીંગ ચિત્તલેરી, દુધકુડી, જલવેતાસ જેવા વૃક્ષો આયુર્વેદિક મહત્ત્વ ધરાવતા વૃક્ષો સામે પણ તોળાતું જોખમ.
ગુગળ, અરીઠા, હરડે, કેવડા, ચેર, સફેદ ખાખરો જેવા વૃક્ષો આયુર્વેદિક મહત્વ પણ ધરાવે છે. આ વૃક્ષોના અસ્તિત્વ સામે પણ મોટું જોખમ હોવાનું વનવિભાગે જાહેર કર્યું છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આ વૃક્ષોની જાતિને બચાવવાની તાતી જરૂરિયાત છે. જો તેને બચાવવાની કોશિશ નહીં થાય તો તેઓ નામશેષ થઈ જશે.
દક્ષિણ ગુજરાતમાંથી 37 વૃક્ષોની જાતિ લુપ્ત
2 ઓગષ્ટ 2014ના દિવસે વન મહોત્સવ નિમિત્તે સુરત વન વર્તુળ આયોજનના મુખ્ય સંરક્ષક શર્માએ સ્વયં એ વાતનો સ્વીકાર કર્યો હતોકે, તાપી જિલ્લામાંથી 37 વૃક્ષોની જાતિ લુપ્ત થઇ ગઇ છે.
15 ઔષધિય ઝાડ પણ થયા લુપ્ત
સુરત વન વર્તુળ આયોજનના મુખ્ય સંરક્ષક શર્માએ એ બાબતનો પણ સ્વીકાર કર્યો હતો કે ન કેવળ 37 વૃક્ષોની જાતિ જ લુપ્ત નથી થઇ પણ 15 ઔષધિય ઝાડોની જાતિ પણ લુપ્ત થઇ ગઇ છે.