જંતુનાશક દવાનું ઝડપથી સ્થાન લઈ રહ્યું છે સિતાફળ

ગુજરાતમાં સિતાફળની ખેતી ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા અને જૂનાગઢમાં થાય છે. જેમાં 60થી 70 હજાર ટન ઉત્પાદન થાય છે. જોકે સિતાફળ ગમે તે જમીનમાં થઈ શકે છે. ખેતરના શેઢા ઉપર તે ઉગાડી શકાય છે. જ્યાં સતત વરસાદ રહેતો હોય ત્યાં ફળ બેસતા નથી. સિતાફળ ખાવા, આઈસક્રિમ,  શરબત બનાવવામાં મોટા પ્રમાણમાં થાય છે. પણ તેનો શ્રેષ્ઠ ઉપયોગ તો ખેતરમાં જંતુનાશક – દવા તરીકે વધી રહ્યો છે. તેમાંથી કૃષિ પાક પર આવતાં જંતુઓને અટકાવી શકાય છે.

કઈ જીવાત દૂર થાય

રાતા સરસરીયા, ચોખાનું ફૂદુ, ઘઉંની વાતરી અને કઠોળના ભોટવા જેવી ખેતરની જીવાતોનો નાશ કરે છે. પાન કોરી ખનાર ઈયળ, લીલી ઈયળ, કાતરા, મોલો, હીરા ફૂદું વગેરેને બી અને પાનનો અર્ક દૂર રાખે છે. ખૂબજ સારી ઝેરી અસર જોવા મળી છે.

સસ્તી દવા, ઉત્પાદન ખર્ચ ઘટાડે

કૃષિ ઉતપાદનમાં કૂલ ખર્ચમાં 12 ટકા જેટલું ખર્ચ રસાયણિક જંતુનાશકોનું આવે છે. જે ઘટાડે છે. છોડનો વિકાસ વધારીને આપમેળે ઉત્પાદન વધારે છે. આમ સરવાળે 18 ટકા જેવું કૃષિ ખર્ચ બચાવી શકાય તેમ છે. જંતુનાશક રસાયણ અત્યંત મોંઘા થઈ જતાં હવે ખેડૂતો સિતાફળ અને તેના વૃક્ષનો ઉપયોગ જંતુનાશક તરીકે કરી રહ્યાં છે. છેલ્લાં બે વર્ષથી ખેડૂતો તેનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે. ખેતરના શેઢા પર સિતાફળના થોડા વૃક્ષો ઉગાડવામાં આવે તો આખા ખેતરને તે જંતુનાશક ફેક્ટરી તરીકે કામ આપે છે. તે પણ 100 લિટર દવા બનાવવામાં 100 રૂપિયાનું ખર્ચ પણ થતું નથી.

રસાયણને બદલે કુદરતી દવા

જંતુનાશક રાસાયણિક દવાનો વપરાશ ગુજરાતમાં વધી ગયો હોવાથી હવે લોકોમાં ઓર્ગેનિક ખેત પેદાશોની માંગ વધતાં હવે કુદરતી જંતુનાશકોની પણ માંગ વધી છે. જેમાં સિતાફળ અને લીંબડો સૌથી આગળ છે. જંતુનાશક રાસાયણિક  દવાથી ખેતરના જંતુઓ હવે ટેવાઈ ગયા છે. તેથી, હાઈડોઝ આપવાથી જ મરે છે. સિતાફળનો ઉપયોગ કીટનાશક તરીકે થવા લાગ્યો છે. સિતાફળના બી, પાંદડા, છાલ અને મૂળમાં રહેલા રાસાયણિક તત્વો ખૂબ અસરકારક જંતુનાશક ગુણધર્મ ધરાવે છે.

છોડની વૃદ્ધિ કરે છે

સીતાફળના બીમાં એસિટોજેનીન પદાર્થ છે. જે કીટનાશક, ચેતાતંત્ર સચેત કરે, મેદકારક, જીવાણુનાશક છે.  સીતાફળના પાનનો અર્ક વિવિધ પ્રકારના ઉત્સચકને સક્રિય કરીને છોડની વૃદ્ધિ અને વિકાસ કરે છે. જેના પરિણામે ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. તે માત્ર જંતુનાશક છે એવું નથી, તેનો છંટકાવ કરવાથી છોડ ઝડપથી વધે છે સારા ફળ ફુલ આવે છે. ઉત્પાદનમાં વધારો કરે છે.

ગુજરાતમાં 5400 એકરમાં ખેતી

ભારતમાં 30 હજાર એકરમાં સીતાફળની ખેતી થાય છે. ગુજરાતમાં 5400 એકર ખેતી થાય છે. 60થી 70 હજાર ટન સિતાફળ થાય છે. જે બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં વધારે ઉત્પાદન થાય છે.

બીજનો અર્ક અકસીર દવા

10 લિટર પાણીમાં 3 કિલો સિતાફળના બીનો પાઉડર બનાવી કાપડની પોટલીમાં બાંધી 24 કલાક સુધી પલાળી રાખવો. પોટલી કાઢી લઈને તેને નિચોવી 10 લિટર પાણીમાં બીજું 90 લિટર નવું ચોખ્ખું પાણી ઉમેરીને 100 લિટર જંતુનાશક તૈયાર થાય છે. ખેતરના પાકમાં છાંટતા પહેલાં તેમાં કપડા ધોવાનો સાદો પાઉડર એક લિટર પાણીએ 5 મી.લી. ઉમેરીને કૃષિ પાક પર પંપથી છંટકાવ કરવો.

સિતાફળના પાન

સીતાફળના પાંદડામાં ટ્રીલીન અને કેટલાક આઈસોક્વીનોલીન આલ્કલોઈડ હોય છે જે કીટનાશક છે. જે જંતુઓમાં ખાવામાં અરુચિ પેદા કરે છે. તેથી જંતુ ખાવાનું છોડી દે છે અને મૃત્યુ પામે છે. insecticide તરીકે કામ કરે છે. સિતાફળના પાનનો અર્ક બનાવવાની સરળ પદ્ધતિ છે. 2 કિલો પાન લઈને 10 લિટરમાં અડધા કલાક સુધી ઉકાળતી વખતે પાણીને હલાવતાં રહેવું. અર્ક ઠંડુ થાય એટલે પંપના નોઝલમાં કરચો ન ભરાઈ તેથી કાપડથી ગાળી લેવું. જે અર્ક નિકળે તેમાં થોડો કપડા ધોવાનો પાઉડર ઉમેરવો. 10 લિટર અર્કમાં બીજું 90 લિટર પાણી ઉમેરી લેવું. જેનો સાંજના સમયે એક એકરમાં છંટકાવ કરવો. દ્રાવણ બની ગયા બાદ તેનો તુરંત ઉપયોગ કરવો તેને રાખી મૂકવું નહીં.

બીજી બે પદ્ધતિ

ઉધઈ અને ચૂસિયા જીવાતના નિયંત્રણ માટે એક દવા બનાવી છે. જેમાં 500 ગ્રામ સીતાફળના પાન, 250 ગ્રામ કરંજ અને 250 ગ્રામ આકડાના પાન વાટીને 10 લિટર ગૌમૂત્રમાં મિશ્ર કરી હવાચૂસ્ત પાત્રમાં 15 દિવસ રાખી ગાળી પંપમાં 250 મિ.લિ. છંટકાવ કરવાથી જીવાતનું નિયંત્રણ થાય છે.

બીજી પદ્ધતિ તેમણે વિકસાવી અને તેના કારણે રાષ્ટ્રપતિના હસ્તે સૃષ્ટિનો એવોર્ડ પણ મેળવી શક્યા છે. જેમાં શરૂના વૃક્ષના પાન લઈ પાણીમાં નાંખી પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળી ગાળી 250 મિલિ પંપ દીઠ નાંખી છંટકાવ કરવાથી રીંગણ, ભીંડા, ટામેટા, કોબીજ, ચોરી, પાકોમાં લાલી અને બીજી ઈયળો તે છોડ પર ટકી શક્તી. ડાંગરના છોડ પર પણ કેટલાંક રોગોમાં શરૂનો આ ઉકાળો કામ આપે છે.

અનાજ સાચવવા ઉપયોગ

સિતાફળને કીટનાશક તરીકે ઉપયોગ અનાજ સંગ્રહવામાં કરાય છે. ઘરના કે ગોડાઉનના ઘઉં, ચોખા જેવા અનાજના દાણામાં પડતી જીવાતોને પણ દૂર રાખે છે.