જમવામાં ઝઘડો થયો અને લગ્નની થોડી મિનિટોમાં છૂટાછેડા

એક સમય હતો કે ગોંડલની મહિલાઓ ભારે હોંશિયાર હતી. તેમને ફરજિયાત શિક્ષણ હતું. એવી જાગૃત્તિ આજે પણ છે. ગોંડલમાં એક એવી ઘટના બની છે જેના વિશે જાણતા તમને ચોક્કસથી નવાઇ લાગશે, અહી એક કપલના લગ્ન થયા અને તરત જ છૂટાછેડા થઇ ગયા, અહી પાર્ટી પ્લોટમાં એક પરિવારના લગ્ન યોજાયા હતા, જ્યાં ભોજન સમારંભમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે માથાકૂટ થઇ અને મામલો છૂટાછેડાએ પહોંચી ગયો, ધામધૂમથી લગ્ન થયા અને થોડી જ વારમાં છૂટાછેડા લેવામાં આવ્યાં.

ગોંડલના જેતપુર રોડ પર આવેલા પ્રસંગ પાર્ટી પ્લોટમાં લગ્ન સમારંભ યોજાયો હતો, ખેડાથી જાન આવી હતી, દરમ્યાન ભોજન સમયે રસમ વેળાએ કોઈપણ કારણોસર જાનૈયા અને માંડાવીયાઓ વચ્ચે ઝઘડો થયો હતો, રાત્રીના સમયે જાનૈયા અને માંડવીયા વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો અહી પહોંચી ગયો હતો, બંને પક્ષના વકીલ મંડળ પણ અહી આવી ગયા હતા અને લગ્ન વખતે એકબીજાને આપવામાં આવેલી ચીજવસ્તુઓ પરત કરવામાં આવી હતી અને ચાર ફેરા ર્ફ્યાની ગણતરીની મિનીટોમાં જ મંડપમાં જ છૂટાછેડા થઇ ગયા હતા.