જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ, હિત રેવન્યુ સત્તા નક્કી કરી ન શકે, વડી અદાલત

જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ અને હિત રેવન્યુ સત્તા દ્વારા નક્કી થઇ શકે નહીં. જમીન-મિલકતનો હક્ક, ટાઇટલ સક્ષમ સિવિલ અદાલત દ્વારા જ તેની સમક્ષ રજૂ થયેલા પુરાવાઓના આધારે નક્કી થઇ શકે. એવો ચૂકાદો ગુજરાતની વડી અદાલતે આપતાં લાખો મિલકત ધારકોને સરકારની જોહુમીમાંથી છૂટકારો મેળવીને સુવાંગ હક્કો મળ્યા છે.

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં મિલકત  પ્રિમાઇસીસ સીલ કરવાના અમદાવાદ મહાનગર પાલિકાની  અને કમેન્સમેન્ટ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવાના હુકમને રદબાતલ ઠરાવ્યા હતા. અરજદારની મિલકતના સીલ એક સપ્તાહમાં ખોલી નાંખવા અમપાને આદેશ કર્યો હતો. કમેન્સમેન્ટ સર્ટિફિકેટની ટર્મ્સ એન્ડ કન્ડીશન મુજબ, બાંધકામ શરૂ કરવા અરજદારને પરવાનગી આપતો હુકમ પણ હાઇકોર્ટે કર્યો હતો.

મોહનલાલ પ્રતાપરાય ગેહાની દ્વારા કરાયેલી રિટ અરજીમાં સરદારનગરના સરવે નંબર ૨૩૫૫ ખાતે 229 મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીનના મૂળ માલિકો-વારસો પાસેથી અરજદારપક્ષે 2013માં સેલ ડીડ મારફતે આ ખરીદી હતી.

જેને પગલે રેવન્યુ ઓથોરીટીએ રજિસ્ટર્ડ સેલડીડ સર્ટિફાઇ કર્યા બાદ જરૂરી એન્ટ્રીઓ પણ ચડાવવામાં આવી હતી. 2015માં કોમર્શીયલ બાંધકામની રજાચિઠ્ઠી મંજૂર કરી હતી. તે મુજબ, ત્રણ માળનું બાંધકામ પણ કરી દેવાયું હતું.

બાદમાં સીટી ડેપ્યુટી કલેકટર(પૂર્વ) અને સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના અભિપ્રાય વિના તમને બાંધકામ શરૂ કરવાનું સર્ટિફિકેટ અપાયું હતું અને તેથી તેનું સંપૂર્ણ વેરીફિકેશન ના થાય ત્યાં સુધી કોઇ વધુ બાંધકામ કરવુ નહી. જા તેમછતાં અરજદારપક્ષ તરફથી બાંધકામ ચાલુ રખાતાં કમેન્સમેન્ટ સર્ટિફિકેટ જયાં સુધી તેમની વેરીફિકેશનની પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી મિલકત સીલ કરાઇ હતી.

અરજદારને સાંભળવાની તક આપી નથી, રિવ્યુ છેક 2016થી પડતર છે, નિર્ણય લેવાતો નથી, જારી થયેલી સનદ અને સેલ ડીડ હજુ સુધી સક્ષમ કોર્ટ દ્વારા રદ કરાઇ નથી, કમેન્સમેન્ટ સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવાની કે પ્રિમાઇસીસ સીલ કરવાની કોઇ સત્તા નથી એવું કહેવામાં આવ્યું છે.

વડી અદાલતે સત્તાવાળાઓના હુકમને ગેરકાયદે અને રદબાતલ ઠરાવી અરજદારને ફરીથી બાંધકામની પરવાનગી આપવા ચુકાદો આપ્યો હતો.