જમ્મુ, તા:૧૭
જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યાં બાદ એલઓસી પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરીને ઉશ્કેરણી કરી રહ્યું છે, નૌસેરા સેક્ટરમાં બોર્ડર પારથી થયેલા ફાયરિંગમાં ભારતીય સેનાના જવાન સંદીપ પાથા શહીદ થયા છે, સામે ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો છે, બીજી તરફ પાકિસ્તાને એલઓસી પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન સિવાય કોઇ પણ દેશે પાકિસ્તાનને સપોર્ટ ન કરતા પાકિસ્તાન અકળાઇ ગયું છે, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાએ કહી દીધું છે કે કાશ્મીર મામલે તેઓ કોઇ દખલગીરી કરશે નહીં, ભારતે પણ દુનિયાને કહી દીધું છે કે કાશ્મીરનો મામલો ભારતનો અંગત મામલો છે અને તેમાં ત્રીજા કોઇ દેશ સાથે ચર્ચાનો કોઇ સવાલ જ નથી.