જમ્મુ-કાશ્મીરમાં 15 દિવસ પછી સ્કૂલો-કોલેજો શરૂ થઇ, શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યાં

જમ્મુ,તા:૧૯

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યાં પછી અંદાજે 15 દિવસ પછી સ્કૂલો અને કોલેજો શરૂ થઇ છે, આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ-કોલેજ પહોંચ્યાં હતા, કલમ 370 હટાવ્યાં પછી કાશ્મીરના મોટાભાગના વિસ્તોરમાં કરફ્યું લાદી દેવામાં આવ્યો હતો, અશાંતિના માહોલ વચ્ચે સુરક્ષાના કારણોસર સ્કૂલો-કોલેજો અને કેટલીક ઓફિસો બંધ કરી દેવામાં આવી હતી, જો કે અહી ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઇ જતા હવે રાબેતા મુજબ બધુ શરૂ થઇ રહ્યું છે, કાશ્મીરનાં ડેપ્યુટી કમિશનરનાં જણાવ્યાં પ્રમાણે સોમવારે અહી 190 સ્કૂલો ખુલી છે અને અહી શાંતિપૂર્ણ માહોલ છે, પથ્થરમારો કે કોઇ વિરોધની ઘટના હજુ સુધી સામે આવી નથી, બીજી તરફ પાકિસ્તાનની ધમકીઓને કારણે અહી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.